VIJAY THAKKAR

VIJAY THAKKAR માતૃભારતી ચકાસાયેલ

@vijaythakkar55hotmai

(197)

South Amboy

14

16.2k

59.3k

તમારા વિષે

હું વિજય ઠક્કર ૨૦૦૮માં પરિવાર સાથે અમેરિકા આવી અહીં સ્થાયી થયા. લખવાનો મારો શોખ કાળક્રમે મારી આદત બની ગઈ હતી તે અમેરિકા આવીને પણ ગુજરાત દર્પણ જેવા અમેરિકામાં સૌથી વધુ વંચાતા અને લોકપ્રિય ગુજરાતી મેગેઝીનને કારણે બરકરાર રહી શકી. વર્ષ ૧૯૯૦થી પ્રોફેશનલી લખવાની શરૂઆત થઇ..પરંતુ ૧૯૯૪થી અમદાવાદમાં ગુજરાત ટુ ડે દૈનિકમાં ભીતર ભીનું આકાશ કોલમ ચાલી..અને ૧૯૯૭માં આ કોલમમાં છપાયેલી વાર્તાઓ ભીતર ભીનું આકાશ નામેજ પુસ્તક રૂપે પ્રગટ થઇ.. સાથેજ હૃદયમાં પાંગરેલા હિન્દી સાહિત્ય તરફના લગાવને કારણે હિન્દી કવિતાઓ, ગઝલો, મુક્તકો લખાયાં અને તે પણ વર્ષ ૧૯૯૭માં सर्पगंधी क्षण નામે પુસ્તક આકારે પ્રકાશિત થયું તો ગુજરાતીમાં પણ કવિતાઓ, ગીતો, ગઝલો લખાતી રહી... દરમ્યાન જૂદાજૂદા દૈનિકો, સામયિકો વગેરેમાં લીલા શ્વાસને સરનામે એ નામે કોલમ સ્વરૂપે વાર્તાઓ પ્રગટ થતી રહી. ૧૯૭૯થી દુરદર્શન સાથે સમાચાર વાચક તરીકે નાતો જોડાયો તે ૨૦૦૪ સુધી ચાલ્યો અને એજ અરસામાં રેડિયો-આકાશવાણી સાથે પણ સમાચાર વાચક, ડ્રામા આર્ટીસ્ટ, પેનલ રાયટર જેવી જૂદીજૂદી પ્રવૃત્તિઓ થતી રહી. સરદાર પટેલના જીવન પર આધારિત લોખંડી પુરુષ સરદાર પટેલ ગુજરાત સરકાર પુર