Dhruv Bhatt

Dhruv Bhatt માતૃભારતી ચકાસાયેલ

@dhruv.bhatt

(4.2k)

52

281k

482.3k

તમારા વિષે

ગુજરાતી સાહિત્યમાં જુદી જ ભાતની કૃતિઓ નું સર્જન કરીને અનોખી ઓળખ ઉભી કરનાર સર્જક-લેખક એટલે શ્રી ધ્રુવ ભટ્ટ. સહજતા અને સરળતા એ એમનાં સાહિત્ય અને વ્યક્તિત્વનાં મુખ્ય પાસાં છે. એમણે સાહિત્ય સર્જનની શરૂઆત કરી કિશોરકથા ‘ખોવાયેલું નગર’ થી , જે ૧૯૮૪માં પ્રગટ થઇ. એ પછી ૧૯૮૮માં એમણે ‘અગ્નિકન્યા’ નવલકથા લખી જે મહાકાવ્ય મહાભારતના અગત્યના પાત્ર દ્રૌપદીને કેન્દ્રસ્થાને રાખીને લખવામાં આવી છે. જો કે, એમની નવલકથાઓ ‘સમુદ્રાન્તિકે’ અને ‘તત્વમસી’ થી તેઓ આગવા સાહિત્યકાર તરીકે પ્રસ્થાપિત થયા. ‘સમુદ્રાન્તિકે’ એ એમના સાગરકાંઠા ના પ્રવાસ દરમિયાન થયેલા જીવંત અને જાત અનુભવોની કથા છે. એમ કહી શકાય કે આ પ્રવાસનું આત્મકથાનાત્મક કથન છે. તો ‘તત્વમસી’ એ નર્મદા નદીના કિનારે થતી પ્રણાલિકાગત પરીકમ્મા અને એની સાથે વણાયેલ અધ્યાત્મ દર્શન ની કથા છે. એ પછી સમયાંતરે નવલકથાઓ પ્રકાશિત થતી ગઈ. જેમાં ‘અતરાપિ’ , ‘અકુપાર’ , ‘કર્ણલોક’ . ‘લવલી પાન હાઉસ’ , ‘તિમિરપંથી’ , ‘પ્રતિશ્રુતિ’ , અને તાજેતરમાં પ્રગટ થયેલી ‘ન-ઇતિ’ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘ગાય તેનાં ગીત’ અને ‘શ્રુણવન્તુ’ એમ બે કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયા છે. શ્રી ધ્રુવ ભટ્ટના સર્જનને બીજાં પરિમાણો પણ મળ્યાં છે. ‘અકુપાર’ અને ‘અગ્નિકન્યા’ પરથી નાટક અને ‘તત્વમસી’ પરથી ‘રેવા’ નામનો ગુજરાતી ફિલ્મ પણ બની છે. જે બહુ જ સફળ થઇ છે. એમને મળેલા વિવિધ એવોર્ડઝ માં ૨૦૦૫ માં મળેલો દર્શક ફાઉન્ડેશન એવોર્ડ, ‘તત્વમસી’ નવલકથા માટે ૧૯૯૮ માં મળેલો રાષ્ટ્રિય સાહિત્ય અકાદમીનો એવોર્ડ, ‘અતરાપિ’ અને ‘કર્ણલોક’ માટે મળેલો ગુજરાત સાહિત્ય અકાદમી નો એવોર્ડ અને ‘ગાય તેનાં ગીત’ માટે મળેલો ગુજરાતી સાહિત્ય પરિષદ નો એવોર્ડ મુખ્ય છે.