હમસફર - 18 Jadeja Hinaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમસફર - 18

વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ ઉભો થઇ ને ફટાફટ ખુદ ના કપડા પહેરવા લાગ્યો જે જમીન ઉપર પડ્યા હતા ) શીટ....!
તું પાગલ છે વીર.....( ખુદ ને કહે )


રુચી વીર ના રૂમ નો દરવાજો ખટખટાવે છે વીર દરવાજો ખોલે

રુચી : ગુડ મોર્નિંગ વીર..... શું તે પીયુ ને જોઈ છે 

વીર : મોર્નિંગ.... નાં મેં નથી જોઈ 

રુચી : ઓહ.... ઠીક છે ( પછી એ ત્યાં થી નીકળી જાય )

પીયુ હજુ પણ બાથરૂમ માં જ હતી અને જ્યારે એ બાથરૂમ માં થી નીકળી ત્યારે એ કેજ્યુલી રૂમ ની બહાર જવા માંગતી હતી , વીર શોક્ટ થઈ જાય કારણ કે એ નથી ચાહતો કે કોઈ ને પણ ખબર પડે કે એ અને પીયુ બંને એક જ રૂમમાં હતા એક સાથે પીયુ દરવાજો ખોલવા જાય ત્યારે વીર એનો હાથ પકડી ને એને દરવાજા ની તરફ ઉભી રાખીને એના મોઢા ઉપર હાથ રાખે 

વીર : શ્...... મને લાગે છે કે ભાભી હજુ પણ બહાર જ છે  ( પીયુ શોકડ થઈ જાય અને એની ધડકન વધી જાય )

પીયુ : તું શું કરી રહ્યો છે ?

વીર : પ્લીઝ થોડીવાર અંહીયા રહી જા નહીંતર બધા ને ખબર પડી જશે કે આપણે બંને એકસાથે હતા 

( પીયુ વીર ની વાત થી સેહમત હોય છે એટલે એ એક પણ શબ્દ નથી બોલતી એ બંને એકબીજાની આંખોમાં જોવે છે બંને ની ધડકન પાગલ કરી રહી હતી બંને ને પછી વીર પીયુ ના મોઢા ઉપર થી હાથ હટાવી લ્યે છે ) 

વીર : સોરી ..... અને જે કંઈ પણ કાલે રાતે થયું ( વીર આગળ કાંઈ બોલે એ પહેલાં પીયુ ત્યા થી નીકળી જાય છે ) શું હું કંઈ ખોટું બોલ્યો ? એ ભાગી કેમ ગઈ ? હવે આ છોકરીએ આ વિશે કોઈને કશું કહે નહીં......

પછી પીયુ એના રૂમમાં આવી જાય છે એ શરમાઇ ને સ્માઈલ કરે છે પાગલ ની જેમ 

પીયુ : આ શું થઈ રહ્યું છે મને આટલી શરમ કેમ આવે છે ( પછી એને ગઈ રાત યાદ આવે અને એ વધુ શરમાઇ ગઇ) હઆયયય..... મને લાગે છે કે એ મને પ્યાર કરવા લાગ્યો છે...... એટલે જ તો કાલે રાતે......એક મિનિટ..... પીયુ હોશ માં આવી જા આ બધું તો ઠીક છે પણ દીદી ને ખબર પડશે કે મેં અને વીર એ શું કર્યું છે તો ?
ખબર નહીં દીદી અને જીજાજી શું વિચારશે મારા વિશે શું હું દીદી ને કહીં દઉં 

                ( પછી રુચી ત્યાં આવે  )

રુચી : તુ ક્યા હતી ?? આખા ઘરમાં તને ગોતતી હતી 

પીયુ : ઓહ..... દીદી હું...... હું છત ઉપર હતી પણ તમે મને કેમ ગોતતા હતા?

રુચી : મારે કંઇક વાત કરવી હતી તને 

પીયુ : હા..... દીદી મારે પણ તમારી સાથે વાત કરવી છે

રુચી : હા....બોલ શું વાત કરવી છે પેહલા તુ બોલ

પીયુ : દીદી...... વાત એમ છે કે 

?? : પીયુ

વીર ત્યા આવે છે એને ડર છે કે પીયુ કોઈ ને કંઈ  કહી ના દે જે એની અને મારી વચ્ચે થયું છે 

પીયુ : તુ......તુ.......તુમ ( શોકડ )

વીર : હું કોલેજ જઈ રહ્યો છું તું આવી રહી છે મારી સાથે  ....તે કાલે કહ્યું હતું કે તું મારી કોલેજ જોવા માંગે છે ...... જો તું આવવા માંગતી હોય તો ચાલ 

પીયુ : ( મનમાં - મેં ક્યારે કહ્યું ? )

રુચી : હા.... તું વીર સાથે જા આપણે બંને પછી વાત કરીએ 

પીયુ : ઠીક છે હું પાંચ મિનિટ માં આવું 

વીર : ઠીક છે જલ્દી આવજે હું કાર માં રાહ જોઈ રહ્યો છું ( પછી વીર ચાલ્યો જાય )

રુચી : તોહ મારી દેવરાની બનવાની તૈયારી જોરશોરથી છે ( પીયુ ને ચીડાવે છે )

પીયુ : સટ અપ દીદી ( શરમાઈને કહે )

રુચી : ઠીક છે.....તુ તૈયાર થઈ જા હું જાઉં છું

પીયુ : ઠીક છે ......( રુચી ત્યાં થી નીકળી જાય )


               સાંજે અમન ઓફિસ થી આવ્યો 

અમન : રુચી જલ્દી જ તૈયાર થઈ જા 

રુચી : પણ કેમ ?

અમન : તું આશી ને મળવા માંગે છે ?

રુચી : હા

અમન : તો પછી જલ્દી જઈને તૈયાર થઈ જા 

રુચી : ઠીક છે ( ખુશ થઈ ને )

અમન રુચી ની રાહ જોવે છે અને પાંચ મિનિટ પછી રુચી તૈયાર થઈ ને નીચે આવી અમન એને જોઈ ને ખોવાઈ ગયો
કારણકે રુચી બહુ જ સુંદર લાગે છે

અમન : વાહ .... મારી વાઇફ કેટલી સુંદર લાગી રહી છે ! 
( રુચી શરમાઈ ગઈ )

     બીજી તરફ વીર અને પીયુ આખો દિવસ એકબીજાની સાથે હોય છે વીર પીયુ ને એનું કોલેજ દેખાડે અને પછી ઘણી જગ્યાએ ફરવા માટે લઈ જાય પછી એ બંને ની વચ્ચે ઓકર્વડનેસ ખતમ થઈ જાય છે એ બંને ઘરની તરફ આગળ વધી રહ્યા હતા

વીર : પીયુ 

પીયુ : હમ્મ ( વીર સામે જોવે છે )

વીર : મને નથી ખબર કે તું મારા વિશે શું વિચારે છે ... પણ આપણા બંને ની વચ્ચે જે કંઈ પણ થયું છે એ આપણા બંને ની ઈચ્છા થી થયું છે......આપણે બંને મેચ્યોર છીએ આપણે બંને જાણીએ છીએ કે આપણે શું કર્યું છે  ( પીયુ એને ચુપચાપ સાંભળે છે ) એટલે જે કંઈપણ થયું એ ભૂલી જજે અને પ્લીઝ આ વિશે બીજા કોઈ સાથે વાત ન કરતી  .... મને ખબર છે તું ભાભી ની વધુ નજીક છે અને એમની સાથે તું કંઈપણ શેર કરી શકે છે પણ મને લાગે કે તારે આ બધું એમને ન કહેવું જોઈએ ....... હું નથી ચાહતો કે કોઈપણ ગલતફહેમી થાય આપણી બંને ની વચ્ચે , તે સમયે જે કંઈ પણ થયું હતું તે પરિસ્થિતિ એવી હતી .... હું આશા રાખું છું કે હું શું કહેવા માંગુ છું તે તું સમજી શકીશ
( પીયુ બસ હા મા મોઢું હલાવે ) તો હવે એ ઘટના ભૂલીને આપણે આગળ વધવું જોઈએ ?
( પીયુ પાછુ હાં માં મોઢું હલાવે ) તો હવે આપણે ફ્રેન્ડ બની શકીએ ? ( પીયુ પાછુ હાં માં મોઢું હલાવે )

પીયુ કંઈ પણ ના બોલી શકી કારણ કે એને અલગ જ વિચાર્યું હતું એને લાગ્યું કે વીર એને પંસદ કરવા લાગ્યો છે એટલે એને એ રાત વિતાવી મારી સાથે પણ વીર બોલ્યો જે પણ થયું એ એવી રીતે જ થઈ ગયું પીયુ ને દુઃખ થાય એ આ બધું વિચારતી હોય કે વીર માટે આ બધું કેટલુ આસાન છે ( આ વીર માટે આસાન હતુ પણ પીયુ માટે  નહીં )

રુચી અને અમન બંને રસ્તા માં હોય છે અમન રુચી સાથે ફ્લર્રટ કરે છે જેનાથી રુચી ના ચહેરા પર સ્માઇલ આવે 

અમન : ફાઇનલી આપણે પહોંચી ગયા ( સ્માઇલ કરતા કહે ) ચાલ અંદર 

રુચી અને અમન બંને ગાડી માં થી બહાર નીકળે રુચી લગાતાર એ મોટા ઘર તરફ જોવે

વધુ આવતા અંકે........


  ~~~~~~~~~~~~~~ × ‌~~~~~~~~~~~~~~~~

જો આ ભાગ સારો લાગ્યો હોય તો પ્રતિભાવ અને રેટિંગ આપી જણાવજો 😇