એક ભૂલ - ભાગ 1 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ભૂલ - ભાગ 1

જીવનમાં થઈ ગયેલી એક ભૂલ કેવું પરિણામ આપે છે. એ મારી નવલકથામાં કહેવાયું છે. જેમાં આરવી નામની એક અલ્લડ, ખૂબસૂરત છોકરીએ કરેલી એક ભૂલનું પરિણામ શું આવે છે્ તે જાણવા માટે વાંચો મારી નવલકથા " એક ભૂલ " વર્ષા ભટ્ટ વૃંદાની કલમે.🙏
 
એક ભૂલ
 
 
ભાગ : ૧
 
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
 
એક ભૂલ
 
 
કડાકા ભડાકા સાથે બહાર વરસાદ વરસતો હતો. " કૃષ્ણ કુંજ " બંગલામાં આરવી અને તેનાં પિતા વચ્ચે જોરદાર ઝગડો થતો હતો. દુઃખી થયેલી આરવી હાથમાં કારની ચાવી લઈને નીકળી પડી. ગેટ પરનાં વૉચમેને પણ આરવીને ઘણી રોકવાની કોશિશ કરી પણ ગુસ્સે થયેલી આરવી કોઈનું સાંભળવા તૈયાર ન હતી.
 
બારે મેહ ખાંગા થયા હતાં. સડકો પર કાલનાં ટાયરો ડૂબી જાય તેટલું પાણી હતું. એકાએક કાર બંધ થઈ ગઈ. આરવી કારમાંથી બહાર આવી. ચારેબાજુ સુનકાર હતો. અંધારામાં તમરાઓનુ સંગીત સંભળાતું હતું. હવે વરસાદ થોડો ધીમો થતાં આરવી સામે એક વાડીમાં પ્રકાશ જેવું દેખાતાં આરવી કાર લોક કરી તે બાજુ જવાં લાગી. ત્યાં પહોંચી દરવાજો ખખડાવ્યો. તો દરવાજો ખુલતાં જ સામે જોઈ આરવી બોલી,
 
" અરહાન.. તું "
 
અને અરહાને તેની આંગળી આરવીનાં હોઠો પર મુકી દીધી.
 
તો કોણ છે આ અરહાન ?
આરવી અને તેનાં પિતા વચ્ચે શા માટે ઝગડો થયો ?
 
આ માટે થોડો ઈંતજાર કરો.
 
 
એક ભૂલ
 
 
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
 
( આપણે વાંચ્યું કે આરવી તેનાં પિતા સાથે ઝગડો કરી જતી રહે છે. બહાર વરસાદને કારણે તેની કાર બગડી જાય છે. અને તે એક વાડીમાં જાય છે. ત્યાં તે અરહાનને મળે છે. હવે આગળ....)
 
 
વીજળીનાં કડાકા થતાં ડરેલી આરવી અરહાનની ખુલ્લી, પહોળી બાહોમાં સમાઈ ગઈ. પવનનાં ઝપાટાથી એકાએક દરવાજો બંધ થઈ ગયો. એકમેકને વળગેલા આરવી અને અરહાન.
અરહાન આરવીનાં ખુલ્લાં વાળની ભીની લટને સરખી કરતાં તેની આંખોમાં આંખો નાંખીને વગર નશાએ નશીલો બન્યો. બહાર વરસાદ ગાંડોતૂર બન્યો છે.તો અંદર યુવાન હૈયાઓના દિલમાં કામુકતાએ તોફાન મચાવેલ છે. અરહાનનો હાથ આરવીનાં ચહેરા પરથી તેનાં શરીર પર ફરવા લાગ્યો. એક પછી એક આવરણ ઉતરવા લાગ્યાં.હોઠોથી હોઠ મળવાથી હૂંફાળા શ્વાસ ટકરાવા લાગ્યાં.બંને ઠંડી વરસાદી મોસમને માણવા લાગ્યાં.
 
બહાર હવે વરસાદ ઓછો થયો. અંદર પણ કામુક અગ્નિ ઠંડો થયો. આરવી કહે,
 
" અરહાન, મારા ડેડ મારા લગ્ન બીજે કરાવવા માંગે છે."
 
આંખોને નચાવી જોરદાર ઝાટકા સાથે અરહાન આરવીને ફરી પોતાની તરફ ખેંચે છે. અને કહે....
 
" જાન, મારા સિવાય તને કોઈ હાથ તો લગાવી જાય.!"
 
આરવી: " તો કંઈક કર અક્કી ( આરવી અરહાનને પ્રેમથી અક્કી કહે છે.)
 
ફરી બંને પ્રેમ પંખીડા એકમેકમાં ઓગળી ગયાં.
 
વહેલી સવારમાં સૂરજ હવે વાદળોમાંથી બહાર ડોકિયું કરવા લાગ્યો. વરસાદી બૂંદો ઝાડનાં પાન સાથે પ્રણય ફાગ ખેલતુ હતું. સૂરજનાં કિરણોનો પ્રકાશ બારીમાંથી વાડીનાં ઢાળિયામાં આવ્યું અને અરહાન અને આરવી પોતાનાં અસ્ત વ્યસ્ત કપડાને સરખાં કરતાં ઉભા થયાં.બંનેનાં ચહેરા પર કંઈક મેળવ્યાનો સંતોષ હતો. અરહાન આરવીની કાર સરખી કરી આપે છે. અને કોઈપણ શબ્દોની આપ લે વગર જ આરવી ઘર તરફ જવા રવાના થાય છે.
 
આરવી ઘરે પહોંચીને ત્યાંનું દ્રશ્ય જોઈ આભી જ બની ગઈ.! " કૃષ્ણ કુંજ " બંગલામાં ડોકટરોની ફૌજ હતી. આરવીનાં પિતા શેઠ ધનરાજ સાગનાં કોતરણી કરેલાં બેડ પર બેભાન હતાં.આ જોઈ આરવી ડરી ગઈ. તે રડતાં રડતાં કહે,
 
" ડેડ, શું થયું તમને ?"
 
બાજુમાં રહેલાં ડોકટર જણાવે છે કે તેમને હાર્ટએટેક આવ્યો છે. થોડીવાર થતાં આરવીનાં પિતાએ આંખો ખોલી. આરવી પિતાનો હાથ હાથમાં લઈને રડવા લાગી. માતાનાં મૃત્યું પછી આ એજ પિતા હતાં જેમણે મા અને બાપ બંનેનો પ્રેમ આરવીને આપ્યો હતો. તેથી આરવી પિતાને દુઃખી કરવાં માંગતી ન હતી. આરવી પિતાને કહે,
 
" ડેડ, આપ જે કહેશો તે મને મંજુર છે, બસ આપ જલ્દી ઠીક થઈ જાઓ."
 
અચાનક ધનરાજ શેઠની તબિયત વધુ બગડવા લાગી. આરવીએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી પિતાને હોસ્પિટલ લઈ ગઈ. આરવીનાં જીવનમાં તેનાં પિતા સિવાય કોઈ ન‌હતુ. હવે પિતાની વાત માનવા સિવાય આરવી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. ( ક્રમશ:)
 
( શું આરવી પિતાની વાત માની અરહાનને ભૂલી જશે ? કે પછી અરહાન સાથે જીવન વિતાવશે ? એ જાણવા વાંચો " એક ભૂલ "
ભાગ :2 )
 
વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર