❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ :૭૭
💐💐💐💐💐💐💐💐
( પરી અને પ્રેમનું હૃદયસ્પર્શી મિલન અને પ્રેમનું પરી સામે પોતાની લાગણીનો એકરાર કરવો.... બંને પ્રેમ પંખીડાઓ એકબીજાનો પ્રેમ પામી ખુશ હતાં. પણ એક મા ને હંમેશા પોતાનાં સંતાનોની ચિંતા થાય છે. તો મોક્ષા હવે શું કરશે ? વાંચો આગળ.....)
પરી મુંબઈ પહોંચી મોક્ષાને કોલ કરે છે. અને કહે.પ્રેમે પોતાની લાગણીનો એકરાર કર્યો.પણ મોક્ષાને ચિંતા થતી હતી. તે વિચારતી.(મારી સાથે જે બન્યું એવું હું પરી સાથે કોઈ કાળે નહીં થવા દઉં. હું મુંબઈ જઈને પ્રેમ વિષે પુરી તપાસ કરીશ. પ્રેમ કોણ છે ? કેવો છે ? વગેરે વગેરે.....)
રાત્રે બધા હોલમાં બેઠા હોય છે.તો મંથન,મૌલીક અને મેઘાની વાત કરતાં કહે છે, "મોક્ષા, મૌલીકની દીકરી સરસ છે નહીં ? આપણા મંત્ર માટે કેવી રહેશે ?" અને મૌલીક અને મેઘાને આપણે જાણીએ છીએ એટલે કશી ચિંતા નહીં.
મોક્ષા કહે,
"વાત સાચી છે તમારી, પણ મંથન, આજકાલનાં છોકરાઓને પહેલાં પુછવું પડે. શું ખબર મંત્ર પણ કોઈને પસંદ કરતો હોય !
મંથન : હા, એ વાત સાચી. ત્યાં જ મોક્ષા બોલી,
" મંથન હું કાલે મુંબઈ જાઉં છું. પરીને મળતી પણ આવું અને અગાઉની ડીલનાં પેપર્સ પણ આપતી આવીશ."
મંથન : ઓહ્! લાડલીની યાદ આવી એમને?
મોક્ષા : કાલે બપોરની ફલાઈટમાં નીકળી જાઉં.
મંથન : ઓકે.
મોક્ષા બપોરની ફલાઈટમાં મુંબઈ જવા નીકળે છે. તેનું મન અશાંત છે. કેટલાય વિચારો આવે છે. આ પ્રેમ કોણ છે ? તેને મારે મળવું પડશે ? વિચારોમાં ને વિચારોમાં મુંબઈ આવી ગયું. એરપોર્ટ પહોંચી મોક્ષાએ પરીને કોલ કર્યો,
"પરી, હું મુંબઈ આવી છું."
પરી : ઓહ! મોમ, સરપ્રાઈઝ.મને કહેવું તો હતું તો હું આજે કોલેજ ન જાત.
મોક્ષા : ના, બેટા મારે થોડું કામ છે. તે પુરૂં કરીને પછી આપણે મળીએ. અને હા, હું આવી છું તો પ્રેમને પણ મળી લઉં. તું પ્રેમ સાથે મને હોટલ "ડ્રીમ લાઈટ" માં મળજે . ઓકે હું કોલ કરીશ."
પરી : મોમ, કેમ શું થયું ?
પ્રેમને કેમ મળવું છે ?
બધું બરાબર તો છે ને.
મોક્ષા : હા, ડિયર , તું ચિંતા ન કર. મારે થોડું કામ હતું તો થયું અહીં આવી છું તો પ્રેમને મળતી જાઉં.
પરી : ઓકે, મોમ હું અને પ્રેમ સાજે છ વાગે મળીએ.
પરી ખુશ થઈ. તે પ્રેમને શોધવા લાગી. ગાર્ડનમાં, કેન્ટીનમાં પણ ક્યાંય પ્રેમ દેખાયો નહીં.તેણે પ્રેમને કોલ કર્યો.
પરી : હેલ્લો! પ્રેમ ક્યાં છે તું ?
પ્રેમ : હા, બોલ.મારે થોડું કામ હતું તો હું વહેલો નીકળી ગયો.
પરી: પ્રેમ,મોમ મુંબઈ આવ્યાં છે.તે તને મળવાં માંગે છે. તો તું સાંજે છ વાગ્યે હોટલ " ડ્રીમ લાઈટ" પર મને મળજે ઓકે.
પ્રેમ : ઓકે,ડિયર.બાય.સી.યુ.
સૂરજ ઢળી રહ્યો હતો.મોક્ષા પોતાનું કામ પૂરું કરી વહેલી જ હોટલ પર આવી ગઇ હતી. મોક્ષા હજુ પણ બેચેન હતી. હજુ છ વાગવાને વાર હતી તો પણ મોક્ષા ઘડી ઘડી સમય જોતી હતી. થોડીવાર થતાં પરી અને પ્રેમ એન્ટર થયાં.મોક્ષાએ પ્રેમને જોયો અને તેની આંખો પહોળી થઈ ગઈ. ઓહહહહ!
પ્રેમ ?( ક્રમશ:)
( પરી પ્રેમને પોતાનું દિલ આપી બેઠી એ વાત પરી મોક્ષાને કરે છે. મોક્ષા મુંબઈ આવી તો પ્રેમને અને પરીને મળી.પણ. પ્રેમને જોતાજ મોક્ષા આચસરય ચકિત થઈ.આ એ જ પ્રેમ છે ?
વાંચો ભાગ :૭૮)
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ :૭૮
💐💐💐💐💐💐💐💐
(જયારથી પરીએ પ્રેમ વિષે વાત કરી હતી ત્યારથી મોક્ષાને ચેન નહોતું પડતું. માટે મોક્ષા મુંબઈ જાય છે. અને પરી અને પ્રેમને હોટલ "ડ્રીમ લાઈટ" માં મળે છે. ત્યાં જ પ્રેમને જોઈ મોક્ષાની આંખો પહોળી થઈ ગઈ.હવે આગળ....)
હોટલ " ડ્રીમ લાઈટ " માં હળવું સંગીત વાગતું હતું.ફૂલ એ.સી.ચાલતું હોવાં છતાં મોક્ષા પરસેવે રેબઝેબ થઈ ગઈ. ત્યાંજ પરી અને પ્રેમ ટેબલ પાસે આવ્યાં. પરીએ મોક્ષા સાથે પ્રેમની ઓળખાણ કરાવી.
પરી : પ્રેમ, આ મારા મોમ.
પ્રેમ : પ્રેમ મોક્ષાને નમસ્તે કરે છે.
"નમસ્તે આન્ટી."
મોક્ષા બંનેને બેસવા કહે છે.મોક્ષા હવે વધારે બેચેન બની. તેને યાદ આવ્યું કે આતો એજ પ્રેમ છે.વિનીતનો દીકરો.જે ભૂતકાળને મોક્ષા ભૂલી ચુકી હતી તે આજે સામે આવ્યો. વિનીતનો દીકરો પ્રેમ એટલે કે પરી જેને પસંદ કરે છે એ.
બીજુ બાજુ પ્રેમ પણ વિચારતો હતો કે આમને મે ક્યાંક જોયા છે.
મોક્ષાને આમ વિચારોમાં ખોવાયેલી જોઈ પરી બોલી,
"મોમ, બધુ બરાબર તો છે ને ?
તબિયત તો સારી છે ને આપની."
મોક્ષા : 'હા, પરી બરાબર છું."
મોક્ષા પ્રેમને તેનાં ભણતર અને કુટુંબ વિશે કેટલાક પ્રશ્નો પુછે છે.અને વિચારે છે.( પ્રેમ છોકરો તો સારો છે પણ છે તો વિનીતનો દીકરો ને ?)
પરી : મોમ, કેમ કંઈ બોલતા નથી.
અને મોક્ષા પોતાને સંભાળતા નોર્મલ થવાની કોશિશ કરે છે.
બધાએ સાથે મળીને ડ્રીંક લીધું. પ્રેમનો કોલ આવતાં તે બહાર જાય છે.તો મોક્ષા પરીને કહે,
" બેટા, તું જે કંઈ પણ નિર્યણ લે તે સમજી વિચારીને લેજે. હજુ તારે એક વર્ષ અભ્યાસનું બાકી છે. તો તેમાં વધારે ધ્યાન આપજે.હુ ઘરે જઇશ પછી ડેડને વાત કરીશ. હજુ મેં કોઈને કાંઈ કહ્યું નથી.
પરી : મોમ, પ્રેમ ખૂબ સીધો,સારો છોકરો છે. અમે આટલાં સમયથી મિત્રો જ હતાં.( ત્યાં જ પ્રેમને આવતાં જોઈ મોક્ષા અને પરી પોતાની વાત પુરી કરે છે.)
મોક્ષાને અમદાવાદ માટેની ફ્લાઈટ હતી તો પરી અને પ્રેમ બંને મોક્ષાને એરપોર્ટ છોડવા જાય છે. પરી અને પ્રેમ એરપોર્ટથી પાછા ફરતાં હતાં ત્યાં પ્રેમ બોલ્યો,
" એમ, તો મેડમે મારી પરીક્ષા કરવાં મોમને અહીં બોલાવ્યા હતાં. એમ ને !
તો પરી કહે,
" ના, પ્રેમ એવું નથી. મોમને અહીં કામ હતું તો મળવા આવ્યા."
પ્રેમ : "it's Ok Dear."
પ્રેમ પરીને હોસ્ટેલ મુકી ઘરે જાય છે.
હવે પ્રેમ એકલો પડતાં વિચારે છે કે પરીનાં મોમને ક્યાંક જોયાં છે. પણ યાદ આવતું ન હતું.અચાનક તેને યાદ આવતાં.
" ઓહહ" એ તો થોડા દિવસ પહેલા ઘરે આવેલાં અમદાવાદવાળા આન્ટી હતા ! તો શું ? પરીનાં મોમ બા ને ઓળખે છે ? શું એ મને નહીં જાણતાં હોય ? એવા કેટલાય સવાલો પ્રેમનાં મનને ઘેરી વળ્યા.
બા કયારનાં પ્રેમની રાહ જોતાં હતાં. બા કહે,
" આવી ગયો."
પ્રેમ : "હા, બા એક વાત પુછું?"
બા : "બોલને બેટા."
પ્રેમ : પેલા અમદાવાદ વાળા આન્ટી આવ્યા હતાં તે કોણ છે ?
બા : તે વિચારવા લાગ્યાં.
( બાએ વિનીત અને મોક્ષાનાં ભૂતકાળ વિશે કદી પ્રેમને કશું કહ્યું હતું.)
એ તો મારી સહેલીની દીકરી છે.તો મને મળવાં આવે છે. કેમ શું થયું ?
પ્રેમ :ના, બસ એમ જ પુછ્યું.
અને પ્રેમનાં મનમાં અનેક સવાલોએ કબ્જો લઈ લીધો.( ક્રમશ: )
( કોણ છે આ અમદાવાદ વાળા આન્ટી? તેને બા સાથે શું સંબંધ છે ? આ જાણવા વાંચો ભાગ :૭૯ )
વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર
વાંચતા રહો....🙏