મમતા - ભાગ 67 - 68 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 67 - 68

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૬૭

💐💐💐💐💐💐💐💐

( આજે મંથન અને મોક્ષાની એનિવર્સરી છે.બંગલાને ખૂબ સરસ સજાવ્યો છે. હવે આગળ.....)

"કૃષ્ણ વિલા" બંગલો આજે લાઈટોથી ઝગમગતો હતો. આજે મંથન અને મોક્ષાની એનિવર્સરી છે તો પરી અને મંત્ર એ એક સરસ મજાની નાની પાર્ટીનું આયોજન કર્યું છે.


મંથન અને મોક્ષા પોતાનાં રૂમમાં રેડી થતાં હતાં. બ્લુ સાડી, ડિઝાઈનર બ્લાઉઝ, હેર સ્ટાઇલ, મેકઅપ, મોક્ષા તો આજે ખૂબ સુંદર લાગતી હતી. તો મેચિંગ બ્લુ સૂટ, હાથમાં સ્ટાઈલીશ વૉચ અને મોક્ષાનાં ફેવરિટ સ્પ્રેથી મઘમઘતો મંથન પણ હેન્ડસમ લાગતો હતો. મોક્ષાને જોઈ મંથનની આંખો તો પહોળી જ થઈ ગઈ....... અને હળવેથી મોક્ષાનાં કપાળ પર એક હળવું ચુંબન કરીને મંથને મોક્ષાને એનિવર્સરી વિશ કરી.

" Happy Anniversary My Dear ,"

મોક્ષાએ પણ મંથનને એનિવર્સરી વિશ કરી. જીવનનાં દરેક પડાવ પર હમેશાં સાથ દેનારી મોક્ષાને જોતાં જ મંથન બોલ્યો........

" Thanks you so much my beautiful wife "

મંથનનો રોમેન્ટિક અંદાજ જોઈ મોક્ષા પણ શરમાઈ ગઈ. તેનાં રૂપાળા ગાલ લાલ થઈ ગયાં. અને બંને નીચે આવ્યાં.


મંથન અને મોક્ષાને જોઈને પરી બોલી.......

" Wow, amazing. "

મોમ અને ડેડ બંને સુંદર લાગો છો. પરી અને એશાએ પણ બંનેને એનિવર્સરી વિશ કરી.

મંત્ર રેડ કુર્તામા ગજબ લાગતો હતો. તે પહેલેથી જ ગાર્ડનમાં પહોંચી ગયો હતો. ત્યાંજ આરવ મંત્ર પાસે આવીને બોલ્યો........

" વાહ,! લુકિંગ, નાઈસ. રોમીયોનાં ચહેરા પર આજ અલગ જ ખુશી દેખાય છે.

મંત્ર: હા, યાર આજે હું મિષ્ટિને મળ્યો "

આરવ: એમ ? તે અમદાવાદ આવી છે ?

મંત્ર: હા, તેનાં માસીનાં ઘરે.....

આરવ : યાર, તારૂં તો સેટિંગ થઈ ગયું. આ એશા પણ સારી છોકરી છે. મારૂં સેટિંગ કરાવને એની સાથે........

મંત્ર : એમ....
( બંને મિત્રો હસીને એકબીજાને તાળી આપે છે. )


મંથન અને મોક્ષા પહેલાં શારદબાનાં આશિર્વાદ લેવા ગયા.

શારદાબા : "સુખી થાઓ " શારદાબા બંનેને આશિર્વાદ આપે છે. પછી ફૂલોથી શણગારેલા હિંચકા પર મંથન અને મોક્ષા બેસે છે.
બધા મહેમાનો આવવાં લાગ્યાં...... બધા એક પછી એક ગિફટ આપી મંથન અને મોક્ષાને વિશ કરતાં હતાં. મંત્ર અને આરવ જમવાની વ્યવસ્થા પર ધ્યાન આપતાં હતાં. તો પરી અને એશા મહેમાનોને આવકાર આપતાં હતાં.

થોડીવારમાં જ પરીએ એનાઉન્સ કર્યું કે કપલ ડાન્સ માટે રેડી રહો......

" જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કેલ પડ જાયે, તુમ દેના સાથ મેરા ઓ.....હમનવા...."

મંથન અને મોક્ષા એકબીજાની આંખોમાં આંખો નાંખીને ડાન્સ કરતાં હતાં. બીજા લોકો પણ તેઓની સાથે જોડાયા......

ત્યાર બાદ બધાએ સાથે મળીને ડિનર લીધું. જીવનમાં જો સાચો અને સમજુ હમસફર મળી જાય તો જીવન પણ જીવવા જેવું લાગે છે....( ક્રમશ:)

(શું પરી હવે મંત્ર સાથે પેલી છોકરી વિશે વાત કરશે ? આરવ એશાને મનાવવામાં સફળ થશે ? એ બધું જાણવા વાંચો મમતા ભાગ :૬૮ ,)

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૬૮

💐💐💐💐💐💐💐💐

( મંથન અને મોક્ષાની લગ્નતિથીનું ફંનકશન ખૂબ સરસ રીતે ઉજવ્યું.....તો હવે શું થશે પરીનાં જીવનમાં વાંચો આગળ...)

"કૃષ્ણ વિલા" બંગલામાં કાના‌ની આરતીનાં સૂરો સંભળાતાં હતાં. મોક્ષા મંથન અને બાને પ્રસાદ આપે છે. અને મોક્ષા કહે.....

" મંથન, આજે તમે પરીને જગાડતાં નહીં. કાલે પુરી વ્યવસ્થા તેણે જ સંભાળી હતી. તેં થાકી ગઈ હશે."

મંથન : ઓકે, મેડમ.....

સવારનો નાસ્તો પતાવી મંથન અને મોક્ષા ઓફિસ જવા નીકળે છે. આજે પૂનમ હોવાથી શારદાબા પણ આંબામાતાનાં મંદિરે દર્શન કરવાં જાય છે.


પરી જાગે છે. આંખો ચોળતાં ચોળતાં મોબાઈલ હાથમાં લીધો..
" ઓહહ! બાર વાગી ગયા ?"
પરી એશાને જગાડે છે. બંને ફ્રેશ થઈ નીચે આવે છે. શાંતાબેન બંનેને ગરમા ગરમ ઢોકળા અને પરીનાં ફેવરિટ કોર્ન ફલેકશ આપે છે.

પરી : કેમ ? આજ ઘરમાં કોઈ દેખાતું નથી?

શાંતાબેન : મંથનસર અને મેડમ ઓફિસ ગયા, મંત્ર પણ બહાર ગયો અને બા આંબામાતાનાં મંદિરે ગયાં.

એશા : પરી, સાચે જ હું ઘણાં સમયે અમદાવાદ આવી, ખૂબ મજા આવી. મારી સાંજની ફ્લાઈટ છે ડિયર...

પરી : હા, યાર આટલા દિવસ ક્યાં ગયા ખબર જ ના પડી...

પરી અને એશા બંને બેડરૂમમાં જાય છે.

એશા : પરી એક વાત કહું...

પરી : બોલને યાર.....

એશા : પ્રેમ સારો છોકરો છે. તું શું વિચારે છે . પ્રેમ વિષે....

પરી : હા, યાર...

એશા : હું માનું છું ત્યાં સુધી એ તને પસંદ કરે છે.થોડો સિમ્પલ છે એટલે બોલતાં ડરે છે.

પરી : અરે ! એવું કંઈ નથી.
" Just friend "
અને તને આરવ કેવો લાગ્યો ડિયર ?

એશા : સારો છે. જોઈએ એક ચાન્સ આપું. મેં તેનો નંબર લીધો છે.

પરી : (જોરથી પીલો એશાને મારીને કહે ..)
ઓઈઈઈ.... આટલી સ્પીડ... નંબરોની આપ લે પણ થઈ ગઈ.
બંને સહેલીઓ ક્યાંય સુધી એકબીજાનાં દિલની વાતો કરી અને રેડી થઈ માર્કેટ ગયાં.

પરી : શાંતાબેન અમે બહાર જમીશું. અમારૂ લંચ ન બનાવતાં.

શાંતાબેન : એમ, મંત્ર એ પણ ના પાડી છે.

પરી મનમાં જ વિચારવા લાગી .આ લાટ સાહેબ હમણાં ક્યાં ફરે છે? કોની સાથે ફરે છે? મારે તપાસ કરવી પડશે.
પરી અને એશા માર્કેટ જવા નીકળ્યા.


અમદાવાદની બજારોમાં પરી અને એશાએ ઘણી શોપિંગ કરી. પછી થાકીને "Moon Light " હોટલ પર આવ્યા. એશા વૉશરૂમ ગઈ, પરી આમતેમ જોતી હતી ને દૂરનાં એક ટેબલ પર તેનું ધ્યાન ગયું. " મંત્ર ! "

પરી : મંત્રની સાથે આ છોકરી કોણ છે ? આજ તો ઘરે જતાં જ તેની સાથે વાત કરવી જ પડશે.
( પરી આ વિશે કંઈ બોલતી નથી.)
બંને સહેલીઓ લંચ પતાવી સાંજે ઘરે આવી . અને પરી એશાને એરપોર્ટ છોડવાં જાય છે.

એશા : જલ્દી આવજે ડિયર.....

પરી : ઓકે, ડિયર... બાય બાય...(ક્રમશ:)

( પરી અને એશા જ્યાં લંચ માટે જાય છે ત્યાં તે મંત્રને એક છોકરી સાથે જુએ છે. તો શું પરી મંત્ર સાથે વાત કરશે ? કે પછી મંથનને જણાવશે ? તે જાણવા વાંચો મમતા ભાગ : ૬૯ )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર
વાંચતા રહો...