મમતા - ભાગ 51 - 52 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 51 - 52

💓💓💓💓💓💓💓💓


મમતા:૨

💐💐💐💐💐💐💐💐

ભાગ:૫૧

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( મંથન અને મોક્ષાનાં બંને બાળકો હવે મોટા થઈ ગયા છે. પરી તો આગળ અભ્યાસ માટે મુંબઈ જશે. અને મંત્ર પણ કોલેજ કરે છે. તો હવે આગળ....)


"કૃષ્ણ વિલા" બંગલામાં બગીચામાં પંખીઓ કલરવ કરતાં હતાં. ઘરમાંથી આરતીનો મીઠો સૂર સંભળાતો હતો. આરતી પુરી કરી મોક્ષા બધાને પ્રસાદ આપે છે. અને અવાજ મારે છે,"પરી..... પરી......" અને મંથન પરીને જગાડવા જાય છે. તો પરી મંથનને ગળે મળીને રડવા લાગે છે. પણ મંથન પરીનાં આંસુ લુંછીને કહે.....

" અરે! મારી શેરની, આમ રડ નહી, હું રોજ વિડીયોકોલ કરી તને જગાડીશ અને બંને બાપ દીકરી રડવા લાગે છે.


ડાયનિંગ ટેબલ પર સૌ સાથે મળીને બટાકા પૌંઆનો નાસ્તો કરે છે. મંથન અને મોક્ષા, શારદાબાને "જય શ્રીકૃષ્ણ" કરી ઓફિસ જવા નીકળે છે. પરી પણ આજ મુંબઈ જવાનું હોવાથી તેનું પેકિંગ કરે છે. જરૂરી બધી જ વસ્તુઓ યાદ કરીને બેગમાં રાખવા લાગી. પરીની કાલ સવારની વહેલી ફલાઈટ હતી.


સાંજે મંથન અને મોક્ષા વહેલા ઘરે આવે છે. પરી જવાની હતી તો તેની સાથે થોડો સમય વિતાવી શકે માટે બધાએ સાથે મળીને ખૂબ વાતો કરી.... સાથે ડિનર લીધું. પરી આજ ગુમસુમ લાગતી હતી. તે જોઈને મોક્ષા બોલી......

" પરી, હું આજ તારી સાથે સુઈશ, તું જા હું આવું છું"


બેડરૂમનાં ઝાંખા પ્રકાશમાં મોક્ષાની સોડમાં લપાઈને પરી સુતી હતી. મોક્ષાને સમજાવતી હતી કે " બેટા, તું તારૂ ધ્યાન રાખજે! રોજ કોલ કરજે, અને કંઈપણ તકલીફ હોય તો તરત જ કહેજે " વાતો કરતાં કરતાં મા દીકરી સુઈ ગયા......


વહેલી સવારનાં પરીની ફલાઈટ હતી. તો પરી શારદાબાને, મંથનને મળીને નીકળી. મોક્ષા પરીને એરપોર્ટ મુકવા ગઈ. આજ પરી તેનાથી દૂર જતી હતી તો મોક્ષાનું દિલ પણ રડતું હતું. પણ તે કઠણ થઈ અને પરીને બાય કહ્યુ.


સપનાઓને સાથે લઇને મહાનગર મુંબઈ નગરીમાં પરી આવી. પહેલા તે એશાનાં ઘરે ગઈ. ત્યાં થઈને પછી હોસ્ટેલ સીફટ થઈ.


ઘરમાં પરી વગર આજ સૂનું સૂનું લાગતું હતું. મંત્ર તેના મિત્રો અને કોલેજમાં બીઝી હોય, પણ પરી પુરો દિવસ એક ચિડિયાની જેમ ચહક ચહક કરતી હોય. શારદાબા સાથે પણ વાતો કરતી હોય. મંથન અને મોક્ષા ઓફિસે હોય તો પરી વગર શારદાબા એકલા થઈ ગયા. બીજી બાજુ પરીને પણ ઘરની યાદ આવતી હતી.

( પરીનાં જવાથી મંથન ઉદાસ છે. તો શારદાબાને પણ ગમતું નથી, તો કેવો રહેશે પરીનો કોલેજનો પહેલો દિવસ તે જાણવા વાંચતા રહો ભાગ :૫૨.)


💓💓💓💓💓💓💓💓


મમતા :૨

💐💐💐💐💐💐💐💐

ભાગ :૫૨

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( પરી અભ્યાસ માટે મુંબઈ જાય છે. શું પરીને ઘર વગર, મોમ-ડેડ વિના, મંત્ર અને શારદાબા વિના ત્યાં ફાવશે? કેવો રહેશે પરીનો કોલેજનો પહેલો દિવસ? પરીનાં જીવનમાં કોઈ આવશે ? તે જાણવા વાંચો મમતા ૨)

પરી હોસ્ટેલ આવીને તેનો બધો સામાન ગોઠવી દે છે. એશાએ પણ તેને સામાન ગોઠવવામાં મદદ કરી. પુરા દિવસનાં થાકને કારણે પરી થાકીને સુઈ ગઈ. વહેલી સવારમાં તેનાં ફોનમાં રીંગ વાગે છે. આંખો ચોળતાં ચોળતાં પરી ફોન હાથમાં લે છે તો મંથનનો વિડિયો કોલ હોય છે.

"Good morning my dear"

પરી: "Good morning dad"

મંથન: અરે! ઉઠ મારી શેરની,આજે કોલેજનો પહેલો દિવસ છે. " All the best "

પરી: " Thank you dad"
આપ મને રોજ આવી રીતે જ જગાડજો, તો મને લાગશે હું ઘરે જ છું.


ફોન મુકી પરી ફ્રેશ થઈ ,ત્યાં જ એશા તેની એકટીવા લઈ પરીને લેવા માટે આવી. બંને સાથે જ કોલેજ જવા નીકળ્યા.


મીઠીબાઈ કોલેજનું પુરા મુંબઈમાં નામ હતું. વિશાળ બિલ્ડીંગ, આગળ મોટું ગ્રાઉન્ડ, બાજુમાં પાર્ક અને તેની સામે કેન્ટિન હતી. ચારેબાજુ જુવાનીયાઓનાં મોં પર પહેલા દિવસનો ઉત્સાહ દેખાતો હતો. પરી અને એશા તેનાં કલાસમાં ગયા. આજ પહેલો દિવસ હતો તો બધાએ પોત પોતાનો પરિચય આપ્યો. અને બધા છુટા પડયાં.


પરી અને એશા કેન્ટિનમાં આવ્યા. સમોસા અને ચાનો ઓર્ડર આપ્યો. સામેનાં ટેબલ પરથી એક છોકરો પરીની સામે જ જોયા કરતો હતો. એશાનું ધ્યાન જતાં તે બોલી......

" પરી પેલો છોકરો તો એજ લાગે છે જેને તેં ધમકાવ્યો હતો. તેં કયારનો તારી સામે ઘુરી ઘુરીને જુવે છે. "

પરીએ કંઈ ધ્યાન આપ્યુ નહીં અને પરી અને એશા હોસ્ટેલ જવાં નીકળી ગયા.


નવું શહેર, નવી કોલેજ, નવાં લોકો પણ પરી એડજસ્ટ થઈ ગઈ હતી. રોજ સવારે મંથન વિડિયો કોલથી પરીને જગાડતો. અને રાત્રે પરી વિડિયોકોલ કરી શારદાબા, મંત્ર અને મોક્ષા સાથે વાતો કરતી.


આમને આમ સમય પસાર થતો ગયો....... કેન્ટિનમાં રોજ પેલો છોકરો પરીને જોતો અને પરી પણ કયારેક ત્રાંસી નજર કરી તેને જોઈ લેતી. આમને આમ બે મહિના થયાં. પણ કોઈ કોઈની સાથે વાત કરતાં નહી. એક દિવસ પરીનો પિત્તો ગયો તે ઉભી થઈ પેલા છોકરા પાસે ગઇ અને બોલી........

" ઓય, મિસ્ટર, હું કંઈ પ્રાણી સંગ્રહાલયનું પ્રાણી છું તો તું રોજ ઘુરે છે મને"

એતો ડઘાય જ ગયો...... કંઈ બોલ્યો નહી. સોરી કહ્યુ. અને પરી પણ બોલી નહી. કોણ છે એ છોકરો? શું પરીની મિત્રતા થશે તેની સાથે? આ જાણવાં વાંચતા રહો મમતા ૨ ભાગ :૫૩ )
(ક્રમશ: )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર



આપનાં પ્રતિભાવ જરૂરથી આપશો.