મમતા - ભાગ 39 - 40 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 39 - 40

🕉️
" મમતા "
ભાગ ૩૯
💓💓💓💓💓💓💓💓

( મંથન અને મોક્ષાનાં જીવનમાં આવેલી ખુશીથી બધા ખુશ હતા. પરીનાં પગ તો જમીન પર ટકતા જ ન હતાં. હવે આગળ......)

"કૃષ્ણ વિલા" બંગલામાં આજે ખુશીનું વાતાવરણ હતું. શારદાબાની રોજની કાનાની ભકિતથી પ્રસન્ન થઇને આજે આ ખુશી માણવા મળી હતી. નાની પરી તો આવનાર ભાઈ કે બહેન માટે સપનાઓ જોવા લાગી હતી.

આજે રવિવારની રજા હતી તો શારદાબાએ ઘરે સત્યનારાયણની કથા રાખી હતી. મૌલિક અને મેઘા આવ્યા હતાં. બધાએ સાથે મળીને આરતી કરી અને મોક્ષાનાં આવનાર બાળક સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી.

મહિનાઓ વિતતા ગયા...... મોક્ષાનાં ચહેરા પર એક અલગ જ ચમક લાગતી હતી. મોક્ષા હવે ઘરેથી જ ઓફિસનું કામ કરતી હતી. મંથન અને શારદાબા મોક્ષાનું ખુબ જ ધ્યાન રાખતા હતા. પરી પણ આવનાર ભાઈ કે બહેન માટે શું શું કરશે તે બધી જ વાતો શારદાબાને કરતી હતી.

સમયને જતાં કયાં વાર લાગે છે? જોત જોતામાં મોક્ષાને પુરા મહિના જતાં હતાં. રાત્રે બધાએ સાથે ડિનર લીધુ અને સૌ પોતપોતાના રૂમમાં સુવા માટે ગયા. પણ મોક્ષાને આજ ઉંઘ આવતી ન હતી. કંઈક બેચેની થતી હતી. તેં રૂમની બહાર આવીને આંટા મારતી હતી. ત્યાં જ શારદાબા મોક્ષાને જોતા ઉપર આવે છે. અને મોક્ષાને તબિયત માટે પુછે છે. તો મોક્ષા જણાવે છે કે કંઈક બેચેની જેવુ થાય છે અને પેટમાં પણ દુઃખે છે. શારદાબા ઝડપથી મંથનને ઉઠાડે છે. અને પરીને શાંતાબેનને સોંપી મંથન અને શારદાબા મોક્ષાને હોસ્પીટલ લઈ જાય છે.

હોસ્પિટલ જાય પછી ડૉક્ટર મોક્ષાનું ચેક અપ કરે છે. અને મોક્ષાને ઓપરેશન રૂમમાં લઈ ગયા. મંથન લોબીમાં ચિંતિંત થઈ આંટા મારે છે તો શારદાબા કાનાનું સ્મરણ કરી બધું હેમખેમ રહે તેવી પ્રાર્થના કરે છે. થોડો સમય થયો ને બાળકની મીઠી કિલકારી સંભળાણી " ઉવા ઉવા.... " મંથનનાં ચહેરા પર હાસ્ય રેલાઈ ગયુ. અને શારદાબા ભગવાન પાસે બે હાથ જોડીને આભાર માને છે. થોડીવાર પછી નર્સ બહાર આવે છે અને સમાચાર આપે છે કે " અભિનંદન, બાબો આવ્યો " મંથન હવે બાળકનું મોં જોવા અધીરો બન્યો. તેને પરીનો જન્મ યાદ આવ્યો કે ખુશી સાથે મૈત્રીને ગુમાવવાનું દર્દ પણ હતુ. પણ આજે તો ખુશી જ છે. થોડીવાર થઈને નર્સ બાળકને લઈને બહાર આવી તે બાળકને મંથનનાં હાથમાં આપે છે. ગોળ મટોળ ચહેરો, મોટી આંખો અને નાજુક હાથ પગને જોઈ મંથનની આંખોમાં આંસુ આવી ગયા. પરી પણ જન્મ સમયે આવી જ હતી. ત્યાંજ શારદાબા આવ્યા અને બાળકને હાથમાં લઈને બાળકનાં ઓવરણા લીધા. (ક્રમશ :)

( મંથન અને મોક્ષાનાં જીવનમાં નવુ ફૂલ ખીલ્યું. ઘરમાં આવેલા નાના બાળકથી સૌ કોઈ ખુશ હતા. હવે આગળ.....)

🕉️
" મમતા "
ભાગ :૪૦
💓💓💓💓💓💓💓

( મંથન અને મોક્ષાનાં જીવનમાં ખુશીએ દસ્તક દીધી. પરી પણ નાના ભાઈનાં આવવાથી ખુશ હતી. હવે આગળ....)

મોક્ષા એક બાળકને જન્મ આપે છે. બાળકને હાથમાં લઈને મોક્ષાની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. મોક્ષા પરીની મા તો બની ગઈ હતી. પણ પોતાનાં દેહનાં અંશને જન્મ આપી કંઈક અલગ જ લાગણી અનુભવતી હતી.

બે દિવસ પછી મોક્ષાને હોસ્પિટલમાંથી રજા આપી. બાળકને લઈ મોક્ષા ઘરે આવી. "કૃષ્ણ વિલા" માં મોક્ષા અને નાના બાળકનું સ્વાગત ખુબ સરસ રીતે કરવામાં આવ્યુ. ગુલાબનાં ફૂલથી પુરા ઘરને શણગારવામાં આવ્યુ હતુ. શારદાબાએ મોક્ષાની આરતી ઉતારી અને આશિર્વાદ આપ્યા.

મંથન અને મોક્ષાનાં રૂમને પણ ફુગ્ગા અને ફૂલોથી સજાવ્યો હતો. વચ્ચે રજવાડી પારણું હતું. તે પણ ફૂલોથી શણગારેલુ હતુ. આખો રૂમ ટેડી બીઅર અને રમકડાથી ભરેલો હતો. પરી પણ ભાઈનાં નાજુક હાથને પગ જોઈ તેને રમાડવા લાગી. ત્યાં જ શારદાબા બોલ્યા " મંથન પણ નાનો હતો ત્યારે આવો જ હતો " તો પરી હસવા લાગે છે.

મંથન આ ખુશ ખબરી મૌલિકને આપે છે તો મૌલિક પણ સામી ખુશ ખબર આપે છે કે તે પણ એક નાની બાળકીનો પિતા બન્યો છે. મેઘાએ બાળકીને જન્મ આપ્યો હતો. મેઘા તેના પિતાને ઘરે હતી. મૌલિકની વાતમાં પણ ખુશી દેખાઈ આવતી હતી.

"કૃષ્ણ વિલા" બંગલો બાળકની કિલકારીથી ગુંજી રહ્યો હતો. આજે બાળકની નામકરણની વિધી રાખી હતી તો પરી સવારથી જીદ કરતી હતી કે મારા ભાઈનું નામ હું જ રાખીશ.

મુંબઈથી સાધનાબેન પણ ખાસ મોક્ષાને મળવા આવ્યા હતાં. બધા જ ઘરે રાખેલી પૂજા વિધીમાં જોડાઈ ગયા. સાધનાબેન મોક્ષાનાં બાળક માટે સોનાની ચેઈન લાવ્યા હતાં. તો પરી માટે પણ રમકડા લાવ્યા હતાં. શારદાબા પણ સાધનાબેનને મળીને ખુશ થયા. અને અંતે બાળકનું નામ "મંત્ર" રાખ્યુ. જેના નામથી પુરૂ ઘર પાવન થઈ જાય.

મંથને ઓફિસમાં પુરા સ્ટાફને મીઠાઈનાં બોક્ષ આપ્યા. હવે બિઝનેસ વર્લ્ડમાં મંથન અને મોક્ષાનું નામ હતુ. અને બંને એક પછી એક સફળતાનાં શિખરો સર કરતાં ગયા.

મંથન મોક્ષા પાસે આવે છે અને મોક્ષાનો હાથ હાથમાં લઈને કહે છે. " મોક્ષા, મારા જીવનમાં આવવા બદલ આભાર💓 પરીને અને મા ને અપનાવીને તે મને ખુશી આપી" તો મોક્ષા બોલી " આપણાનો આભાર ન માનવાનો હોય, મારી બેરંગ જીવનમાં આવીને રંગ ભરી દીધા. અને પરી અને મંત્ર જેવા બે બાળકો આપ્યા. પ્રેમ કરવાવાળી મા આપી. બીજુ શું જોઈએ મારે! " ત્યાં જ પરી દોડતી આવીને મંથન અને મોક્ષા, પરી મંત્રને રમાડવા લાગ્યા.

મંથન, મોક્ષા, પરી, મંત્ર અને શારદાબા એક સુખી પરિવાર બની ગયો. પરી પણ જાણે ભાઈનાં આવતા મોટી થઈ ગઈ. અને મંત્રનું ખુબ ધ્યાન રાખતી હતી.

જે ઘરમાં શારદાબા જેવા સમજુ વડીલ હોય, મંથન જેવો સરળ પતિ હોય અને મમતામય મોક્ષા હોય તો આ ઘરમાં ખુશી હમેંશા રહે જ.

મિત્રો, આપે મારી કહાની "મમતા" વાંચીને જે પ્રેમ આપ્યો એ બદલ હું ખુબ આભારી છું 🙏🙏 કહાની "મમતા" અહીં પુરી નથી થઈ પણ વિરામ લે છે. જલ્દી જ હું "મમતા" ભાગ : ૨ લઈ ને આવીશ. તો વાંચતા રહો મસ્ત રહો.
💓💓💓💓💓💓💓💓

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર

આપના પ્રતિભાવો જરૂરથી આપશો. 🙏