આત્મજા - ભાગ 1 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

આત્મજા - ભાગ 1

આત્મજા ભાગ 1

" નહીં..નહીં..! મારે હોસ્પિટલ નથી જવું. ના..મને હોસ્પિટલ ન લઈ જા...પ્લીઝ પ્રદીપ..! તમે તો મને સમજવાની કોશિશ કરો..!" બેડરૂમના એક ખૂણે ટૂંટિયુંવાળીને બેઠેલી નંદિની રડે જતી હતીને માથું ધુણાવી ગભરાયેલા સ્વરે બોલે જતી હતી. તેના શબ્દે શબ્દે ડરની ભાવના વર્તાતી હતી. તેની આંખોનું કાજળ અશ્રુઓમાં ભળી તેનાં ગોરા ગોરા ગાલો પરથી સરકતું હતું. તેનો લાંબો, કાળો, ગૂંથાયેલો ચોટલો વીંખાઈ ગયો હતો. તેની કેટલીક લટો તેના અશ્રુભીનાં ગાલોને ચોંટી ગઈ હતી.

" તારે હોસ્પિટલ તો આવવું જ પડશે નંદિની..! આપણા ભુવાજીએ કહ્યું છે તે સાચું છે કે ખોટું તે જાણવા માટે આપણે હોસ્પિટલ જવું પડશે." નંદિનીને સમજાવતાં પ્રદીપે કહ્યું.

રાજવી પરિવારનો એકનો એક દીકરો પ્રદીપ. બાપદાદા દ્વારા વારસામાં પ્રદીપને અઢળક સંપત્તિ અને જાહોજલાલી મળેલી.
તેનો ધંધા રોજગાર પણ ખૂબ સરસ ચાલતાં. રાજવી પરિવાર બધી જ રીતે સુખી હતો, બસ એક જ સમસ્યા હતી નિરક્ષરતા. તેઓના ઘરમાં નંદિની સિવાય કોઈ ભણેલું નહોતું. આથી નિરક્ષરતાના માર્ગે અંધશ્રદ્ધા ઘરમાં પ્રવેશી ગઈ હતી.

" ના..હું નહિ આવું હોસ્પિટલ..! હું નથી માનતી તમારા ભુવાજીમાં કે તેમણે કહેલા વેણમાં..પ્લીઝ મને એકલી છોડી દો..!" સાડીના પાલવથી પોતાના આંસુઓને પોછતાં મક્કમતાથી નંદિનીએ કહ્યું.

" તારા માનવાથી કે ના માનવાથી મને કોઈ ફરક નથી પડવાનો...! ભુવાજીએ અત્યાર સુધી આપણા પરિવાર વિશે કહેલા દરેક વેણ સાચા પડયા છે. મને તેઓ પર વિશ્વાસ છે. અને જો આ વખતે કહેલ વેણ સાચું પડી ગયું તો પરિવારનો વિનાશ ચોક્કસ છે.આથી તારે મારી વાત માનવી જ પડશે." નંદિનીનો કસીને હાથ પકડી આંખોના ડોળા કાઢી પ્રદીપે કહ્યું.

"કેવા માણસ છો તમે ? એ ઢોંગી ભુવાજીની વાતોમાં આવી તમે તમારા જ અંશનો નાશ કરવા તુલ્યા છો ? મારે હોસ્પિટલ નથી જવું. નથી કરાવવો મારે કોઈ ટેસ્ટ. હું નહિ આવું તમારી સાથે હોસ્પિટલ..!" પેટે હાથ ફેરવતાં ફેરવતાં નંદિનીએ કહ્યું.

" તું સીધી રીતે આવે છે કે તારો ચોટલો ખેંચીને લઈ જાઉં ?"

" તમે કેમ આવું કરો છો ? યાદ કરો ત્રણ મહિના પહેલાં. જ્યારે મેં તમને કહેલું કે આપણા ઘરે નવું મહેમાન આવવાનું છે. ત્યારે તે વાત સાંભળીને તમે કેટલા ખુશ થઈ ગયાં હતાં ? ખુશીના માર્યા ઉછળી રહ્યા હતાં. ક્યાં ગઈ તે ખુશી ? ઢોંગી ભુવાજીની વાતોમાં આવી તમે તમારા જ અંશનો કાળ બની ગયા..? થોડો તો વિચાર કરો કે કોઈએ કહેલ વાતો સહજ એક તુક્કો છે. તે સાચું જ પડશે તેવું ના કહી શકાય."

" તારી દલીલો સાંભળવામાં મને કોઈ રસ નથી. ચુપચાપ મારી સાથે હોસ્પિટલ ચલ. મારો ગુસ્સો આસમાને પહોંચે તે પહેલાં મારું કીધું માની જા."

" હું નહિ આવું..મારા ગર્ભમાં દીકરો હોય કે દીકરી મને તેનો કોઈ ફરક પડતો નથી. મારા ગર્ભમાં દીકરો છે કે દીકરી તે પછીની વાત છે. સૌથી પહેલા તે મારું સંતાન છે અને તેને હું કંઈ જ નહીં થવા દઉં...તમારી સાથે હું હોસ્પિટલમાં નહિ આવું." નંદિનીએ પોતાના પેટ પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું.
તેના એકએક શબ્દમાં માતાની મમતા છલકાતી હતી. માત્ર ત્રણ મહિનામાં તે પોતાના ગર્ભમાં રહેલ સંતાન સાથે અતૂટ લાગણીથી બંધાઈ ગઈ હતી.

" તું નહિ..તારો બાપ પણ આવશે..! આ ઘરમાં રહેવું હોય તો તારે મારું કહ્યું માનવું જ પડશે."

"બાપ પર ન જાઓ...!મને જે કહેવું હોય તે કહો પણ મારા પિતા વિશે કંઈ ન કહો. કાશ મારા પિતાએ મારા લગ્ન માટે રૂપિયા નહિ જમાઈની માણસાઈ જોઈ હોત તો આજ મારે આ દિવસ દેખવો ના પડત."

" તારું માનવું છે કે મારામાં માણસાઈ નથી..? હું ખરાબ છું ?" આટલું કહેતા તો પ્રદીપે સટાક દઈને નંદિનીના ગાલ પર લાફો મારી દીધો

હું ગાડી કાઢું છું જલ્દીથી બહાર આવી જજે નહિતર મારાથી ભૂંડું બીજું કોઈ નહિ હોય...!" નંદિનીનું મોઢું કસીને પકડીને ગુસ્સાથી તેની સામે જોઈ પ્રદીપે કહ્યું.બેડરૂમનું બારણું પછાળી પ્રદીપ ઉતાવળે બહાર ગયો.


To be continue.....

🤗 મૌસમ 🤗