Siddhi Vinayak - 3 books and stories free download online pdf in Gujarati

સિદ્ધિ વિનાયક - 3

સિદ્ધિ વિનાયક

આપણે આગળ જોયું કે સિદ્ધિ નો આત્મા હજુ પણ આ દુનિયામાં જ છે અને વિનાયક ને હાનિ પહોંચાડનાર વ્યક્તિ ની સિદ્ધિ એ કેવી હાલત કરી અને હવે આગળ જોઈએ

વહેલી સવારનો સમય છે વિનાયક તેના રુમમાં સૂતો હોય છે અને ત્યાં તેની મમ્મી નો અવાજ સંભળાય છે ........
"વીનું સવારના સાડા સાત વાગ્યા છે તારે કોલેજ નથી જવાનું ઉભો થા નહિ તો કોલેજ જવામાં લેટ થઈ જશે "...........
વિનાયક તેની મમ્મી ની વાત પર ખાસ ધ્યાન આપતો નથી કારણ કે વિનાયક ને સવાર માં વહેલા ઉઠવું જરાય ના ગમતું પણ સિદ્ધિ દરરોજ તેની ઊંઘ બગાડતી અને હાલ પણ વિનાયક રજાઈ ઓઢીને સૂતો હતો......

થોડી વારમાં વિનાયક પરથી રજાઈ ધીમે ધીમે સરકવા લાગી અને તેનું કપાળ અને પછી તેની આંખો અને હળવે હળવે આખી રજાઈ ખેંચાઈ ને નીચે પડી ગઈ અને ઠંડી ના કારણે વિનાયક ની આંખ ખુલી ગઈ આંખ ખુલતાની સાથે જ તે ગુસ્સામાં બોલ્યો
" મમ્મી તને કેટલી વાર કહ્યું છે કે હું સૂતો હોઉં ત્યારે આ રીતે રજાઈ ખેંચી ને મને નહિ જગાડવાનો "

વિનાયક ની રાડો સાંભળીને તેની મમ્મી ઝડપથી ઉપર આવે છે અને કહે છે " શું કહેતો હતો તું કાંઈ સમજાયું નહીં પણ તું મારી એક વખત કહેવા પર જાગી ગયો તે સારું કર્યું હું તારા માટે આલુપરોઠા જ બનાવતી હતી તું જલ્દી તૈયાર થઈ ને આવી જા હો "

"એક મિનિટ! હમણાં મારા રૂમમાં મારા પરથી રજાઈ તે નથી હટાવી મમ્મી?" વિનાયકે તેની મમ્મી ને પૂછ્યું.....

"ના હું તો કયરનીય રસોડામાં છું " વિનાયક ની મમ્મી એ જવાબ આપ્યો...

વિનાયક વિચારતો હતો કે તેના પરથી રજાઈ કોને લઈ લીધી પણ ત્યાં જ તેની મમ્મી એ તેને યાદ કરાવ્યું કે કોલેજ જવાનું મોડું થશે એટલે તે તૈયાર થવા જાય છે........

🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏣🏡🏡

સિદ્ધિ નું ઘર
સવાર ના દસ વાગ્યા આસપાસનો સમય છે અને સિદ્ધિ ના પપ્પાને ઓફિસે જવાનું મોડું થતું હોય છે એટલે તેઓ તેમની પત્ની પાસે ઈમ્પોર્ટન્ટ ફાઇલ માંગવાની જગ્યાએ જાતેજ કબાટ માંથી ફાઇલ લેવા જાય છે ત્યારે તેમને કબાટ ના એક ખુણા માં છુપાવેલો હોય તેમ એક અસ્થિ કળશ દેખાય છે . ફાઇલ ને પડતી મૂકી ને તેઓ અસ્થિ કળશ ને હાથ માં પકડે છે બીજી તરફ સિદ્ધિ ની મમ્મી અસ્થિ કળશ ને જોઈ જાય છે તે ઝડપથી આવે છે અને તેમના હાથ માંથી કળશ ને ઝૂંટવી લે છે.....

સિદ્ધિ ના પપ્પા તરત કહી દે છે કે તે અસ્થિઓ તો સિદ્ધિ ના છે......

"તે આ કળશ ને આ રીતે છુપાવી ને કેમ રાખ્યો છે લાવ મને આપ હું કાલે જઈને આ અસ્થિ ઓ નું વિધિવત વિસર્જન કરી આવીશ" સિદ્ધિ ના પપ્પાએ કહ્યું...

" ના આ અસ્થિ ઓ નું વિસર્જન હાલ નહિ થાય મારી દિકરી ની અસ્થિઓ નું વિસર્જન વિનાયક ના હાથે જ થશે " સિદ્ધિ ની મમ્મી એ કહ્યું

" તું સમજતી કેમ નથી સિદ્ધિ ના અસ્થિ વિસર્જન વિનાયક ના હાથે ના થાય અને આ વિસે હું તને પહેલા પણ કહી ચુક્યો છું " સિદ્ધિ ના પપ્પાએ ગુસ્સામાં કહ્યું

"તમે ગમે તેમ કહો પણ હું મારી દિકરી ની અંતિમ ઈચ્છા જરૂર પુરી કરીશ" સિદ્ધિ ની મમ્મી આટલું કહી ને અસ્થિ કળશ લઈ ને ત્યાંથી ચાલી જાય છે.

સિદ્ધિ ની મમ્મી ના ગયા પછી સિદ્ધિ ના પપ્પા ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તેમની દિકરી ની આત્મા ને શાંતિ આપે.......અને પછી તેઓ પણ ઓફિસમાં જાય છે............

એક તરફ સિદ્ધિ ના પપ્પા ઓફીસ જાય જયારે વિનાયક અને પરેશ તૈયાર થઈ ને કોલેજ પહોચે છે

પરેશ બાઈક પાર્ક કરતો હોય છે અને વિનાયક તેનાથી થોડો દૂર ઉભો હોય છે બંને જણ કલાસમાં જવાનું જ વિચારતા હોય છે ત્યાં વિનાયક ને આબીદ બોલાવે છે...

"એય પરેશ અને વિનાયક ઉભા રહો કેવી મસ્ત મસ્ત ફટકડીઓ આવી છે નવી નવી ચાલો એમની રેગીગ નથી કરવી" આબીદે કહ્યું

"ના હવે જયારે આપણે પેલા વર્ષ માં હતા ત્યારે આપણે ઘણું ટોર્ચર સહન કર્યું એટલે આપણે હવે કોઈ ને પણ હેરાન નહિ કરીએ તું એ બધા જૂનિયર ને જવા દે નહિતર હું પ્રિન્સીપાલ ને કહી દશીશ" વિનાયકે નમ્રતાથી કહ્યું

"ઠીક છે હું બધા ને જવા દઉં છું" આબીદે ઉદાસ ચહેરે કહ્યું

પરેશ અને વિનાયક ક્લાસમાં જાય છે પણ તેઓ મોડા પહોંચ્યા હોવાથી તેમને ક્લાસમાં એન્ટ્રી મળતી નથી તેથી તેઓ કોલેજ ની કેન્ટીન માં જાય છે...

કેન્ટીન માં પરેશ બે જ્યુસ નો ઓર્ડર આપે છે અને બંને જણ સામે રહેલા ટેબલ પાસે ઉભા રહી જાય છે.....થોડી વારમાં ત્યાં જ્યુસ આવી જાય છે પરેશ અને વિનાયક જ્યુસ પિ રહ્યા હોય છે ત્યાં જ વિનાયકની નજર તેની સામે આવી રહેલ આકૃતિ પર પડે છે........

તે આકૃતિ ના ખભા સુધી પહોંચતા તેના રેશમી વાળ મોટી મોટી આખો અને એ આખો ને કોઈ ની નજર ના લાગે એટલે આઈલાઈનર અને કાજલ નો આખો માં સમાવેશ, એકદમ લાલ હોઠ અને તેના પર બ્લેક કલરની લિપસ્ટિક, આછા વાદળી કલર નું જીન્સ અને બ્લેક ટીશર્ટ,.... તેને જોઈ ને વિનાયકનું દિલ પણ ધડકન ચુકી ગયું

પરેશ વિનાયક ને ખભે હાથ મૂકે છે અને કહે છે કે ભાઈ તું ક્યાં ખોવાઈ ગયો? ત્યારે વિનાયક સામે આવી રહેલી આકૃતિ બતાવે છે ......

પરેશ તેને જોવે છે અને કહે છે " સરસ છોકરી છે પણ તેના કરતાં તેનો બોયફ્રેન્ડ વધારે સારો છે"

વિનાયક આખો પહોળી કરીને જોવે છે તો તેને દૂરથી કપલ આવતું હોય તેવુ લાગે છે પણ એ આકૃતિ જેવી વિનાયક ની નજીક આવે છે તે તેને ઓળખી જાય છે અને પરેશ ને કહે છે......

"પરેશ .......અલ્યા આતો પેલી કાલ સાંજ વાળી છોકરી છે જેને મારો જીવ બચાવ્યો હતો શું નામ હતું એનું.........? હમ્મ i think રિદ્ધિ નામ હતું હા હા આ તો રિદ્ધિ જ છે જેને જોઈ ને મને.........."

વિનાયક બોલતા અટકી જાય છે એટલે પરેશ તેને પૂછે છે "બોલ આગળ શું મને "??

"કંઈ નહીં હવે જવાદે " વિનાયક હળવેકથી કહે છે પણ જ્યારે રિદ્ધિ તેની પાસેથી પસાર થાય છે ત્યારે તેના મો માંથી અચાનક જ નીકળી પડે છે
"નાઈસ કપલ"
રિદ્ધિ આ સાંભળે છે પણ તેની વાતને ઈગનોર કરે છે....અને કોફી નો ઓર્ડર આપીને વિનાયક જે ટેબલ પાસે ઉભો હોય છે તેની પાછળ જ બેસી જાય છે તેની સાથે આવેલો છોકરો તેને હમણાં આવવાનું કહી ને તેને ત્યાં જ બેસવાનું કહે છે .

રિદ્ધિ ત્યાં બેઠી બેઠી કોફી પી રહી હોય છે ત્યારે વિનાયક રિદ્ધિ સાંભળે તે રીતે પરેશ ને કહે છે.....

"પરેશ આજકાલ ની છોકરીઓ કોલેજ માં ભણવા આવે છે કે તેમની પાસે સારો પાર્ટનર છે તે બતાવવા આવે છે એ જ નથી સમજાતું"

". ઓ! હેલો! મિસ્ટર! Who are you?!" વિનાયક ની વાત સાંભળી ને રિદ્ધિ ચપટી વગાડી ને વિનાયકને બોલાવે છે એટલે વિનાયક પાછળ ફરીને જુએ છે...

"ગટર" રિદ્ધિ કહે છે.....

"What you mean " વિનાયકે આશ્ચર્ય થી પૂછ્યું.....

"કેમ સંભળાયું નહિ બરાબર મેં તમને સોરી તમારા વિચારો ને ગટર કહ્યું " રિદ્ધિ એ કહ્યું

"સારી રીતે સંભળાય છે રિદ્ધિ મેડમ પણ આ ગટર કહી ને તમે કહેવા શુ માંગો છો એ ના સમજાયું જરા વિસ્તારથી સમજાવશો?....વિનાયકે પૂછ્યું??

"હમ્મ તમને તો સારી રીતે સમજવું હો પેલા તમે બેસો તો ખરા"રિદ્ધિ એ નમ્રતાપુર્વક કહ્યું

રિદ્ધિ ના કહેવાથી વિનાયક તેની સામે રહેલી ખુરશી પર બેસે છે અને પછી રિદ્ધિ બોલવાનું સ્ટાર્ટ કરે છે........

" તો એમાં એવું છે ને કે ગનરલી ગટર માં ગન્દુ પાણી, અને દુર્ગંધવાળો કચરો જ જોવા મળે છે અને જો ભૂલ થી પણ આપણે ગટર નું પાણી જોઈએ તો નાક બંધ કરી લઈએ એમાંથી હંમેશા દુર્ગંધ જ આવે અને આપણે ગમે તે કરીએ પણ ગટર ક્યારેય ચોખ્ખી તો ના જ થાય રાઈટ ને ગટર માં આવું જ જોય ને " રિદ્ધિ એ કહ્યું

"હમ્મ રિદ્ધિ મેડમ આ બધી વાત ની મને ખબર છે " વિનાયકે કહ્યું

"હમ્મ ગુડ તો તમે મને પૂછ્યું જ શુ કામ કે ગટર એટલે શું?" રિદ્ધિ એ કહ્યું

"જોવો રિદ્ધિ મેડમ તમે મને કનફયુસ ના કરો હો હું તમને એમ પૂછું છું કે તમે મને જોઈને ગટર કેમ કહ્યું?" વિનાયકે પૂછ્યું

મેં તમને હમણાં જ સમજાવ્યું ને કે ગટર માં ગંદકી સિવાય બીજું કંઈ ના હોઉં તેવી જ રીતે તમારા જેવા લોકો જે છોકરી ને છોકરા સાથે જોવે અને પછી કાંઈ પણ વિચાર્યા વગર તે છોકરા ને તે છોકરીનો બોયફ્રેન્ડ સમજી લે આવા વિચારો ને હું ગટર કહું છું .ગંદા ગટર ના વિચારો........."રિદ્ધિ એ કહ્યું

ઓ મેડમ તમે મને ઓળખતા પણ નથી ને એમનેમ કહી રીતે મારા વિચારો ને ગટર કહી શકો ", વિનાયકે કહ્યું

"તમારા જેવા ગટર વિચાર ને ઓળખીને મારે શું કામ " રિદ્ધિ એ કહ્યું

વિનાયક તેની સફાઈ માં કાંઈ પણ બોલે તે પહેલાં રિદ્ધિ સાથે આવેલો છોકરો ત્યાં આવી જાય છે રિદ્ધિ તેનો હાથ કોણીએથી પકડે છે અને વિનાયક સાથે પરિચય કરાવતા કહે છે

" મિસ્ટર ગટર વિચારો આ મારો ભાઈ છે અને તેનું નામ જાવેદ છે તેમને ભણવું ઓછું પસંદ છે એટલે તેઓ કોલેજ ના પાછળ ના હાઇવે પર પોતાની જિમ ચલાવે છે અને એ મારા ભાઈ છે ", ,રિદ્ધિ એ છેલ્લી વાત પર વધારે ભાર આપતા કહ્યું

અને આટલો પરિચય આપી ને રિદ્ધિ ત્યાંથી ચાલી જાય છે વિનાયક ને મનમાં ખોટું વિચારવા માટે ગિલ્ટી ફિલ થાય છે તે જ્યારે નેક્સ્ટ ટાઈમ રિદ્ધિ મળે ત્યારે તેને સોરી કહીને તેની સાથે મિત્રતા કરવાનું નક્કી કરે છે

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


સિદ્ધિ ના ઘરે ..


સવારનો સવા અગિયાર વાગ્યાં નો સમય છે સિદ્ધિ ની મમ્મી એ ગાજર નો હળવો બનાવી ને તેના ફોટા ની સામે મુક્યો છે અને તે તેમની દીકરી ને યાદ કરીને રડી રહ્યા છે અચાનક જ તેમની આખો ની સામે જ ગાજર નો હલવો ગાયબ થઈ જાય છે અને સિદ્ધિ ની મમ્મી ને કોઈક ખેંચતુ હોય તેવો આભાસ થાય છે અને જ્યારે તેઓ ખેંચાઈ ને અરીસા સામે જોવે છે ત્યાં અરીસા માં લાલ અક્ષરે લખેલું હોય છે

"હલવો ખૂબ સરસ હતો વિનાયક ને મોકલ"

સિદ્ધિ ની મમ્મી આટલું વાંચી ને બેભાન થઈ જાય છે....તો શું સિદ્ધિ નો આત્મા તેની મમ્મી ની સામે આવશે?

વિનાયક અને રિદ્ધિ ની દોસ્તી થઈ શકશે?


જાણવા માટે જોડાયેલા રહો

દોસ્તી પ્રેમ અને પાગલપન ની અનોખી દાસ્તાન

એટલે...............સિદ્ધિ વિનાયક


to be continued.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED