Shivali - 22 books and stories free download online pdf in Gujarati

શિવાલી ભાગ 22

શુ છે ગોની કહેતો શિવ જુવે છે. તેની આંખો ફાટી જાય છે. ઝુકીલા ઝુકીલા જો આ શુ છે તે બોલ્યો.

ઝુકીલા પણ એ બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. શિવ આ તો ગુફા છે.

હા ઝુકીલા આ એજ ગુફા છે જે આપણે શોધી રહ્યાં છીએ શાઉલ ની ગુફા.

ત્રણેય જણ ખુશ થઈ જાય છે અને ગુફા તરફ દોડવા લાગે છે. એટલા જલ્દી એ લોકો ત્યાં પહોંચી જાય છે માનો ઉડી ને પહોંચી ગયા. ત્યાં જઈને ત્રણેય હાંફી જાય છે ને ગુફાના દરવાજે બેસી જાય છે. ત્રણેય ની ખુશી નું કોઈ માપ નથી.

ચાલો હવે અંદર જઈએ. ત્રણેય ગુફા ની અંદર જાય છે.

શિવ આ ગુફા તો કઈક અલગ જ છે. બધું એકદમ બરાબર ને સાફ લાગે છે, ઝુકીલા બોલી.

ઝુકીલા આ ગુફા જ્યારે હું પહેલા અહીં આવ્યો ત્યારે પણ આવી જ હતી. શાઉલ આ ગુફામાં પોતાની સાધના કરતા હતા. લોકો ને મદદ કરવા એ અહીંયા જુદા જુદા પ્રયોગો કરતા હતા. ને આ જો ઝુકીલા આ શાઉલ ની ઉપાસના ની જગ્યા છે તે અહીં બેસી ને કામ કરતાં હતા.

શિવ હવે આપણે શાઉલ ની આત્મા ને કેવી રીતે મળી શકીશું.

હા ગોની, શિવ શાઉલ ની આરાધના ની જગ્યા સામે બેસી જાય છે. ને ફકીરબાબા એ કહેલ એ પ્રમાણે બોલે છે. જયારે શિવ શાઉલ ને શોધવા નીકળ્યો ત્યારે ફકીરબાબા એ આત્મા સાથે વાત કરવા માટે તેને સમજ આપી હતી. શિવ હાલમાં એ જ પ્રમાણે કરી રહ્યો હતો. ઘણો સમય થઈ જાય છે પણ કઈ જ પરિણામ આવતું નથી. શિવ વારે વારે બોલ્યા કરે છે પણ કોઈ જવાબ આવતો નથી. શિવ હવે ચિંતામાં આવી જાય છે તે અધીરો થઈ જાય છે. તે હવે શાઉલ ની આત્મા ને વિનંતી કરવા લાગે છે પણ કોઈ ફાયદો થતો નથી. તે હવે રડવા લાગે છે.

તેને આમ રડતો જોઈ ગોની અને ઝુકીલા તેની પાસે દોડી આવે છે. શુ થયું શિવ?

ઝુકીલા ફકીરબાબા એ જે કહ્યું એ પ્રમાણે હું કરું છું પણ કોઈ ફાયદો નથી થઈ રહ્યો. શાઉલ ની આત્મા આવતી નથી.

શિવ તું શાંત થા. શાઉલ ની આત્મા જરૂર આવશે, ગોની બોલ્યો.

ના ગોની મને લાગે છે કે મારા થી કોઈ ભૂલ થઈ ગઈ છે ને એટલે શાઉલ ની આત્મા નથી આવતી.

ના શિવ એવું નથી. તેજ તો કહ્યું હતું કે શાઉલ એક પવિત્ર આત્મા છે. ને રાજકુમારી ના પ્રેમના કારણે એમને હજુ પણ મોક્ષ મળ્યો નથી. જો તારો પ્રેમ સાચો હતો એટલે તું અહીં સુધી આવી શક્યો. શાઉલ પણ રાજકુમારી ચન્દ્રપ્રભા ને પ્રેમ કરતા હતા. એમણે પહેલા પણ તારી મદદ કરી છે ને આજે પણ એ તારી મદદ કરશે. તું હિંમત ના હાર શિવ.

ઝુકીલા મારા કારણે જ તેમણે પોતાના પ્રેમ ને બંધી બનાવો પડ્યો હતો. એટલે કદાચ....

ના શિવ એવું નથી પ્રેમ ક્યારેય બદલો લેતો નથી. કદાચ તારા બોલવામાં કઈ ભૂલ થતી હોય? તું ફરીવાર પ્રયત્ન કર. હું અને ઝુકીલા પણ તારા માટે ભગવાન ભોળાનાથ ને પ્રાર્થના કરીએ.

હા શિવ ગોની બરાબર કહે છે. આપણે હિંમત ના હારવી જોઈએ.

ઝુકીલા તું સાચુ કહે છે મારે હિંમત ના હારવી જોઈએ. શિવ પુરા હ્રદય થી શાઉલ ની આત્મા ને બોલવા પ્રયત્ન કરે છે,

હે ભોળાનાથ મારી મદદ કરો. શાઉલ મારી મદદ કરો. મારો પ્રેમ તકલીફ માં છે. તમે પહેલા પણ મારી મદદ કરી છે. મારી વિનંતી સાંભળો. શિવ રડતા રડતા વિનંતી કર્યા કરે છે. ઝુકીલા અને ગોની ભગવાન ને શિવ ની મદદ માટે વિનંતી કરે છે.

રાજકુમાર સમરસેન, એક અવાજ આવે છે.

ત્રણેય જણ પોતાની આંખો ખોલે છે તો સામે શાઉલની આરાધના ની જગ્યા એ એક આકૃતિ દેખાય છે. શિવ એ આકૃતિ ઓળખી જાય છે. તેની ખુશી ની કોઈ સીમા રહેતી નથી. તે રડવા લાગે છે. ઝુકીલા અને ગોની પણ ખુશ થઈ જાય છે.

શાઉલ શાઉલ હું સમરસેન છું. આ જન્મ માં શિવ બનીને જન્મ્યો છું.

હા શિવ મને ખબર છે. તારો અને કનકસુંદરી નો પુનઃજન્મ તો નક્કી જ હતો.

હા શાઉલ પણ આ જન્મ માં પણ મારા અને કનકસુંદરી ના મેળાપમાં વિઘ્ન ઉદ્દભવ્યું છે. પછી શિવ શાઉલ ને બધી હકીકત કહી સંભળાવે છે.

ભગવાને મારા મોક્ષ નો માર્ગ મોકળો કરી દીધો. ખૂબ ખૂબ આભાર ભોળાનાથ. ખૂબ ખૂબ આભાર પ્રભુ. શિવ મારી પાસે શુ અપેક્ષા છે?

શાઉલ અઘોરીબાબા કહે છે કે તમારા સિવાય કોઈ રાજકુમારી ચન્દ્રપ્રભા ની આત્મા ને કાબુ કરી શકે તેમ નથી. અમે પ્રયત્ન કર્યો હતો પણ રાજકુમારી ની સામે અમારી શક્તિઓ ખૂબ ઓછી છે. તે વધારે તાકતવર છે. એટલે અઘોરીબાબા એ મને તમારી પાસે મોકલ્યો છે.

શિવ રાજકુમારી ચંદ્રપ્રભા ખૂબ જિદ્દી અને મહત્વકાંક્ષી હતી. ને આટલા વર્ષો કેદ રહ્યા પછી તે વધુ ક્રોધિત થઈ ગઈ હશે?

હા એ ખૂબ ગુસ્સામાં છે એણે શિવાલી ને છોડવાની ના જ પાડી છે. શાઉલ તમે શિવાલી ને છોડવો ને. એ ત્યાં તકલીફમાં હશે? તમે મારી મદદ કરશો ને?

હા શિવ, હું પણ ઈચ્છું છું કે રાજકુમારી ચન્દ્રપ્રભા ને મોક્ષ મળે ને તે શાંત થઈ જાય.

તો તમે ચાલો મારી સાથે આપણે શિવાલી ને છોડાવી લઈશુ.

શિવ એ માટે આપણે થોડી રાહ જોવી પડશે. કારતક વદ આઠમ ના દિવસે આપણે આ કામ કરવું પડશે. આ દિવસે ભગવાન શિવ ભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ દિવસ ને ભૈરવાષ્ટમી પણ કહેવાય છે. શાસ્ત્રો પ્રમાણે આ દિવસે પૂજન અર્ચન કરવા થી બધાજ ડર, ભય દૂર થાય છે. ભગવાન ભૈરવ એ ભૂત પ્રેત ને કાળી શક્તિઓ ના સ્વામી પણ છે. આપણે આ દિવસે રાજકુમારી ની આત્મા ને કેદ કરી તેની મુક્તિ માટે પ્રાર્થના કરવી પડશે. ને રાજકુમારી ને ફરી ત્યાંજ કેદ કરી શકાશે જ્યાં એને પહેલા કેદ કરવામાં આવી હશે. હજુ ત્યાં એનું શરીર પડ્યું હશે. આપણે આ શરીરનો વિધિવત અંતિમસંસ્કાર કરવો પડશે. તોજ આપણે શિવાલી ને મુક્ત કરાવી શકીશું. ને આ માટે પાંચ શક્તિઓ જોઈશે, તંત્ર મંત્ર ની, શાસ્ત્રો ના જાણકાર ની, આધ્યાત્મિક શક્તિ, તારા અને નક્ષત્રો ની સમજ ની અને સાચી ભક્તિ અને પ્રેમ.

શિવ આ સાંભળી ઉદાસ થઈ જાય છે. પણ આ બધી શક્તિઓ એક સાથે ક્યાં મળશે? આ શક્તિઓ ક્યાં શોધવી? ને આ શક્તિઓ નું શુ કામ?


આ શક્તિઓ રાજકુમારીના આત્મા ની મુક્તિ માટે મદદ કરશે.

તંત્ર મંત્ર ની શક્તિ રાજકુમારી માટે જ્યાં યજ્ઞ કરીશું તેને સુરક્ષિત કરવા જોઈશે. રાજકુમારી ની આત્મા આપણા કામમાં વિઘ્ન જરૂર લાવશે. આ શક્તિ ભગવાન શિવ નો અવતાર ભૈરવ અવતાર છે તે આ શક્તિઓ ના દેવ છે.

શાસ્ત્રોની સાચી જાણકારી આપણા આસપાસ ના વાતાવરણ ને શુદ્ધ કરશે ને તેની શક્તિ રાજકુમારીની આત્મા ને કેદ કરી શકશે. શાસ્ત્રો નું સાચું અને સચોટ ઉચ્ચારણ વાતાવરણ ને ભક્તિમય બનાવે છે.

આધ્યાત્મિક શક્તિ એ મન અને શરીરને વશમાં કરે છે. તેના થી શરીરની ઇન્દ્રિયો કાબુમાં રહે છે. જેના થી આપણે રાજકુમારી ની આત્મા ને તેના શરીર થી દૂર રાખી શકીશું જેથી આપણે વિધિવત તેના અંતિમસંસ્કાર કરી શકીએ.

તારા અને નક્ષત્રો ની સમજ આપણ ને એ યોગ્ય સમય આપશે જે સૌથી વધુ બળવાન સમય હોય. જે સમયે રાજકુમારીના આત્મા ની શક્તિ નબળી પડતી હોય જેથી આપણે તે સમય નો યોગ્ય ઉપયોગ કરી શકીએ.

ને સાચી ભક્તિ અને પ્રેમ એ ઈશ્વર ના પ્રતીક છે જે કોઈ પણ માણસ કે આત્મા ને પીગળાવી શકે છે. તેની શક્તિ આ બધા જ કરતા વધારે હોય છે. ને તે કોઈ સાધુ સંતમાં જ નહિ પણ સામાન્ય સંસારી માણસમાં પણ હોય છે.

રાજકુમારીની આત્મા ને બળ, કળ અને પ્રેમ થી વશમાં કરવી પડશે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.

પણ આ બધું ક્યાં મળશે? હવે હું ક્યાં શોધું આ બધું? શિવ નિરાશ થઈ જાય છે. તેને લાગે છે કે તેની બધી મહેનત પર પાણી ફરી વળ્યું. તે ઉદાસ થઈ જાય છે.

શિવ તું હવે પાછો જા ને આ બધી વાત અઘોરી ને કરજે એ આનો રસ્તો તને સૂઝવશે અને શુ ખબર ભગવાને આ બધું તને મળી જાય એવી વ્યવસ્થા કરી હોય?

પણ શુ ખબર કે અઘોરીબાબા આ કામ કરી શકે? તમે મારી સાથે ચલો અઘોરીબાબા એ તો મને તમને જ સાથે લાવવાનું કહ્યું છે.

શિવ હું સમય થશે એટલે જાતે જ ત્યાં આવી જઈશ. તું ત્યાં જા ને બધી તૈયારી કર.

શિવ શાઉલ ને પ્રણામ કરી ઝુકીલા અને ગોની સાથે ગુફા ની બહાર આવી જાય છે. હજુ તે ઉદાસ છે.

શિવ તું ચિંતા ના કર બધું સારું થઈ જશે, ઝુકીલા બોલી.

હા શિવ ઝુકીલા બરાબર કહે છે જો આપણે એક આત્મા ને શોધી શકતાં હોય તો પાંચ શક્તિઓ ને પણ શોધી લઈશું. હું તારી સાથે આવીશ આ શક્તિઓ શોધવા.

ને હું પણ તારી સાથે આવીશ, ઝુકીલા બોલી.

ના ભેરુઓ એની કોઈ જરૂર નથી. તમે લોકો એ મારી ખૂબ મદદ કરી. તમારો પોતાનો જીવ ઝોખમમાં મુક્યો મારે માટે. આટલું ઋણ પણ હું ક્યારે ઉતારી શકીશ?

અરે એમા ઋણ શાનું શિવ? ભેરુ છીએ આપણે એકબીજા ને કામ તો લાગીશું ને? ને તારી મદદ કરવામાં અમને પણ કઈક મળ્યું છે, ગોની એ કહ્યું.

હા શિવ તને શાઉલ ની આત્મા મળી ગઈ ને મને અમારા કબીલા માટે જંગલનો એ ભાગ મળી ગયો જે અમે ક્યારેય જોયો નહોતો. ત્યાં અમારા કામની ઘણી વસ્તુઓ છે. ને જંગલ ની બહાર ના લોકો નો પરિચય પણ થયો. આ બધું ઘણું કામ લાગશે મને અને મારા કબીલા ને. આ બધું મને તારા લીધે મળ્યું છે.

શિવ મને પણ જંગલ ને અંદર થી અને નજીક થી જોવાનો મોકો મળ્યો. ઝુકીલા પાસે થી નવી નવી જળીબુટ્ટીઓ ની રસપ્રદ માહિતી મળી જે બાપુ ને લોકો ને સાજા કરવામાં મદદરૂપ થશે. તારી સાથે આવવા થી મનવકલ્યાણ નો એક નવો માર્ગ મળ્યો. અમે લોકો એ તારી ભેરૂબંધી થી કઈ જ ખોયું નથી પણ ઘણું બધું મેળવ્યું છે.

ને અમને એક અધૂરી પ્રેમકથા ને પુરી કરવામાં મદદ કરવાં નો લ્હાવો પણ મળ્યો છે સાચું ને ગોની?

હા ઝુકીલા. શિવ તું બિલકુલ ચિંતા ના કર હું તારી સાથે છું. જો કોઈ પણ મુશ્કેલી આવે તો સાથે મળી સામનો કરીશું.

હું નહિ અમે. અમે તારી સાથે છીએ. આપણે શિવાલી ને છોડાવી ને જ જંપીશું.

શિવ બન્ને ને ભેટી પડ્યો. તેની આંખમાં આંસુ હતા. તમારા જેવા ભેરુઓ હોય પછી મારે શી ચિંતા. હું તમારી વાતો સાંભળી કૃતજ્ઞ થઈ ગયો. આટલી બધી મુશ્કેલીઓ સહન કરી છતાં હસતાં મોઢે વખાણ કરો છો. મેં તમને કઈ નથી આપ્યું પણ તમે મને તમારો પ્રેમ, ભરોસો અને ભેરૂબંધી આપી છે. મારા પર વિશ્વાસ કરી એક અજાણ્યાંની મદદ કરી છે. તમે અને તમારા કુટુંબે મારા પર ભરોસો કરી માનવતા મહેકાવી છે. હું આજીવન તમારા બધાનો ઋણી રહીશ. ભગવાન ભોળાનાથ તમને ખૂબ સુખ આપે.

બસ હવે બહુ આશીર્વાદ ના આપીશ. નહીંતો હું અને ઝુકીલા માન માં આવી જઈશું. ને પછી ત્રણેય એક સાથે હસી પડે છે.

શિવ ખુશ થતો બોલ્યો, ચાલો હવે ઝુકીલા ને તેના કબીલા પર મૂકી દઈએ.

ત્રણેય ખુશ થતાં કબીલા પર પહોંચવા પ્રયાણ કરે છે.


ક્રમશ..............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED