યે રાસ્તે હૈ પ્યાર કે - ૧ Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

યે રાસ્તે હૈ પ્યાર કે - ૧

સૂચના

અહીં દર્શાવવામાં આવેલ પાત્રો કાલ્પનિક છે. વાર્તામાં દર્શાવેલી તમામ ઘટનાઓ કાલ્પનિક છે. કોઈપણ વ્યક્તિ કે વસ્તુ સાથે મારો કોઈ નીજી સંબંધ નથી. મનોરંજનના હેતુથી આ લવ સ્ટોરી આપ સમક્ષ રજૂ કરવામાં આવી છે. તમને લાગતા સુધારા-વધારા કે કોઈ અભિપ્રાય જરૂરથી મોકલાવશો એવી જ આશા..

યે રાસ્તે હૈ પ્યાર કે - ૧

ઈરફાન અને એની દીકરી આયત સાંજના સમયે જોગર્સ પાર્કમાં વોક કરી રહ્યા હતા. સંધ્યા ખીલી હતી. ધીમું ધીમું અંધારું થઇ રહ્યું હતું. આયત ચાર જ વર્ષની હતી એટલે ઈરફાન એની આંગળી પકડીને હળવે હળવે ચાલતો હતો. જોગર્સ પાર્કના ટ્રેક પર દૂરથી એક સફેદ ટીશર્ટ અને બ્લેક ટ્રેક-પેન્ટમાં એક છોકરી આવતી દેખાઈ. જાણે ક્યારેક આ છોકરીને જોયી હોય એવું ઈરફાનને અનુભવાયું. ઈરફાનની નજર એ છોકરી પરથી હટવાનું નામ નહોતી લેતી. છોકરીએ કાનમાં હેડફોન લગાવ્યા હતા અને થોડું ઝડપથી ચાલી રહી હતી. ઈરફાનએ યાદ કરવાની કોશિસ કરી પણ કઈ યાદ ન આવ્યું. છોકરી ઈરફાન પાસેથી ઝડપથી પસાર થઇ ગઈ.

આયત હવે થોડું થાકી ગઈ હતી એટલે ઈરફાન આયતને લઈને ઘરે પહોંચ્યો. ઈરફાન અને આયતને આવતા જોઈ ઈરફાનની પત્ની મિસ્બાહએ દરવાજો ખોલ્યો.

"અસ્સલામું અલયકુમ.."

"વલયકુમ સલામ.."

"આવી ગયા તમે બંને? કેવી મજા આવી?"

"હા મિસુ.. બહુ મજા આવી. ઘણા સમય પછી આટલું ચાલ્યો. આયત થોડી થાકી ગઈ એટલે થયું કે હવે જવું જોઈએ.."

"હા સારું કર્યું. નહિતર આયાત રાત્રે પગ દુઃખવાની રાડો પાડેત.."

"શું છે આજે જમવામાં?"

"આજે તમારી પસંદગીનું જમવાનું છે ઈરફાન. મેં અને મમ્મીએ તમારા માટે આજ ખાસ બનાવ્યું છે.."

"ઓહો.. શું વાત છે? કઈ ખુશીમાં?"

"લો.. તમારે તો બસ આવું જ હોય. પ્રેમથી બનાવો તો પણ આવા જ સવાલો હોય.."

"અરે.. બસ એમ જ મિસુ... મને લાગ્યું આજે કોઈ સ્પેશિયલ ડે તો નથીને..?"

"ના ના.. ચાલો તમે આયાતને હાથ પગ ધોવડાવી દો અને તમે પણ ફ્રેશ થઇ જાઓ પછી હું જમવાનું લાઉ.."

"હા સારું મિસુ..."

ઈરફાન આયતને હાથ-પગ ધોવડાવીને પોતે પણ ફ્રેશ થયો. આયત અને ઈરફાન રેડી થઇને ડાઇનિંગ ટેબલ પાસે આવ્યા. ઈરફાનના મમ્મી,પપ્પા અને મિસ્બાહ પણ ત્યાં હાજર હતા. આયત ઈરફાન અને એના ફેવરિટ દાદાજી અનવરભાઈ ની વચ્ચે બેઠી. સામેની બાજુએ મિસ્બાહ અને સાબેરાબેન ગોઠવાયા. જમવામાં આજે કાઠીયાવાડી ફૂડ બનાવ્યું હતું. ઈરફાનને તો જોઈને જ મજા પડી ગઈ.

"જોયું.. મેં કહ્યું હતું ને તમારું પસંદગીનું જમવાનું બનાવ્યું છે..." મિસ્બાહ ઈરફાનના ચહેરાના ભાવ જોતા બોલી

"હા.. મજા આવશે, ચાલો જલ્દી પીરસો.."

મિસ્બાહએ લીલા દેશી ચણાની સબ્જી, ઓળો, તીખારી, મકાઈ અને બાજરીના રોટલા, માખણ, ગૉળ, વઢવાણી મરચાનું અથાણું, છૂંદો અને લીલા ચણાનું જાજરીયું પીરસ્યું. આયતને પણ એના પિતાની જેમ કાઠીયાવાડી ફૂડ પસંદ આવતું. મિસ્બાહને પણ ઈરફાન સાથે રહીને કાઠીયાવાડી ભાવવા લાગ્યું હતું. ઈરફાન અને મિસ્બાહના લગ્નને સાત વર્ષ થઇ ગયા હતા. અનવરભાઈ અને સાબેરાબેન પણ ત્રણેયને ખુશ જોઈ મનોમન ખુશ થઇ રહ્યા હતા.

પરિવાર સાથે આજે ભરપેટ જમી ને પછી બધા ડ્રોઈંગ રૂમમાં ટીવી જોવા બેઠા. આયત કાર્ટૂન જેવાની જીદ કરવા લાગી તો મિસ્બાહ અને સાબેરાબેન ટીવી સિરીઅલ. ઈરફાનએ આ જોઈને આયતને પોતાના ફોનમાં ટાટા-સ્કાયની એપ પર કાર્ટૂન લગાવીને આપ્યું જેથી મિસ્બાહ અને સાબેરાબેન સિરીઅલ જોઈ શકે. અનવરભાઈ થોડા થાકી ગયા હતા એટલે એ રૂમમાં જઈને આરામ કરવા લાગ્યા. ઈરફાન પાસે હવે કઈ કામ ન હતું. મોબાઈલ આયાત પાસે હતો અને ટીવી પત્ની અને મમ્મી પાસે. બેડરૂમમાં જઈને એકલા ટીવી જોવું એને યોગ્ય ન લાગ્યું.

ઈરફાન જયારે પણ નવરો પડતો ત્યારે મનમાં વિચારોનું વાદળ દોડવા લાગતું. અચાનક એને આજે જોગર્સ પાર્કમાં બનેલી ઘટના યાદ આવી. એ છોકરી કોણ હશે એના વિચારો ફરીથી મનમાં દોડવા લાગ્યા. ખુબ જ ઊંડા વિચારો કરવા છતાં કોઈ હિન્ટ ન મળી. ઈરફાનએ પોતાનું બાજુમાં પડેલું લેપટોપ ચાલુ કર્યું. લેપટોપમાં રહેલા કોલેજ સમયના ફોટાઓ જોવા લાગ્યો. બધા ક્લાસમેટના ફોટો જોયા પણ એ છોકરી ક્યાંય ન દેખાઈ. કોલેજના બીજા ફંક્શનના ફોટો જોયા. ટેક્નિકલ ઇવેન્ટસ, ફેશન શો, કલ્ચર નાઈટ, ગરબા, ડેયઝ સેલિબ્રેશન પણ ક્યાંય એ છોકરી નજરે ન પડી. માણસ કંઇક શોધતો હોય અને જયારે એનો જવાબ ન મળે ત્યાં સુધી મનમાં બેચેની રહે. ઈરફાન સાથે પણ કંઇક આવું જ થઇ રહ્યું હતું.

"ઈરફાન અમારી સિરીઅલ પુરી થઈ ગઈ. હવે હું આયતને લઈને સુવા જાઉં છું તમે પણ જલ્દી આવી જજો.."

"હા મિસુ.. તું જા હું આવું છું.."

આયત કાર્ટૂન જોતા જોતા સુઈ ગઈ હતી. ઈરફાનએ આયતના હાથમાંથી ફોન લીધો અને મિસ્બાહ આયતને લઈને બેડરૂમમાં ગઈ. ઈરફાનએ ફોનમાં ફેસબુક ઓપન કર્યું. પોતાનું ફ્રેન્ડલિસ્ટ જોયું. ત્યાં પણ એ છોકરીની કોઈ માહિતી ન મળી. કાલે ફરીથી જોગર્સ પાર્કમાં સાંજે જઈશ. કદાચ એ છોકરી જોવા મળશે તો એને જ પૂછી લઈશ એવો વિચાર કરીને મનને એ વાત માંથી દૂર કરવાનો ઈરફાનએ પ્રયત્ન કર્યો. ઈરફાન પણ થોડીવાર પછી બેડરૂમમાં જઇને સૂતો.

બીજા દિવસે વહેલા સવારે ઈરફાન જાગી ગયો. રેડી થઇને ઓફીસ ગયો. ઓફીસમાં ક્લાઈન્ટ મિટિંગ્સ પતાવીને આજે થોડો જલ્દી ઘરે આવી ગયો. આયત પણ પોતાની સ્કુલએથી પાછી આવી ગઈ હતી. આયત સિનિયર કેજીમાં અભ્યાસ કરી રહી હતી. આયતએ યુનિફોર્મ ચેન્જ કર્યું અને ઈરફાન પાસે આવી ગઈ. બંને થોડીવાર ટીવીમાં વીડિયો ગેમ રમ્યા. આયાતને એના પપ્પા સાથે ગેમ રમવાની ખુબ જ મજા આવતી. ગેમ રમતા રમતા સાંજના પાંચ વાગ્યા. ઈરફાનએ ટીવી બંધ કર્યું. આયત અને ઈરફાન આજે ફરીથી જોગર્સ પાર્ક જવા રવાના થયા.

જોગર્સ પાર્કમાં જઈને ઈરફાન અને આયત થોડીવાર ખુલ્લા પગે ધરો(લીલું ઘાસ) પર ચાલ્યા. પાર્કમાં એક ધીમું ધીમું રોમેન્ટિક મ્યુઝિક વાગી રહ્યું હતું. ઈરફાનને એ સાંભળીને ખુબ જ મજા આવી રહી હતી. આયત પણ એની મસ્તીમાં મસ્ત હતી. ઈરફાનની નજર વારે વારે ગેટ તરફ જતી હતી. જાણે ઈરફાન આજે કોઈની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. થોડો સમય થયોને ત્યાં અચાનક એક પર્પલ ટીશર્ટ અને ની લેંન્થ કેપરીમાં એક છોકરી જોગર્સ પાર્કમાં પ્રવેશી. ઈરફાનની આંખોમાં ચમક આવી ગઈ. કાલે જે છોકરી દેખાઈ હતી એ જ છોકરી આજે આ કપડાંમાં આવી હતી. આયતને લઈને ઈરફાનએ હળવે હળવે ટ્રેક પર ચાલવાનું શરૂ કર્યું. લગભગ અડધું સર્કલ પૂરું થયું હશે ત્યાં તે છોકરી સામેથી ચાલીને આવતા દેખાઈ. આજે એને કાનમાં હેડફોન નહોતા લગાવ્યા. એનું કારણ કદાચ આજે પાર્કમાં ચાલી રહેલું ધીમું અને મધુર મ્યુઝિક હોઈ શકે.

ઈરફાનથી લગભગ પાંચ ફુટ દુર એ છોકરી આવીને ઉભી રહી. ઈરફાન એને જોઈ રહ્યો હતો. છોકરીની નજર પણ ઈરફાન સાથે મળી. એના ચહેરાના હાવભાવથી એવું લાગ્યું કે એ ઈરફાનને જાણે છે. બંને એકદમ નજીક આવ્યા. છોકરીએ ચહેરા પર સ્મિત દર્શાવ્યું અને બોલી.

"આર યુ ઈરફાન?"

"ઓહ.. યસ.. "

"ડુ યુ રિમેમ્બર મી?"

ઈરફાન થોડો સંકોચ અનુભવવા લાગ્યો. નામ તો ખબર ન હતી પણ આ છોકરીને ક્યાં જોઈ હતી એ પણ એને યાદ ન હતું. તેને હિંમત કરીને કહ્યું

"સોરી.. આઈ ડુ નોટ રિમેમ્બર.. કેન યુ પ્લીઝ ગીવ મી અ હિન્ટ?"

છોકરી ઈરફાનની સામે એકધારું જોઈ રહી. થોડા સમય પછી બોલી.

"ચાલ સામેના બાંકડે બેસીએ.. બાય ધ વે આ નાની ક્યુટ છોકરી કોણ છે?"

"ઓકે સ્યોર.. આ મારી દીકરી છે. આયાત."

"ઓહ.. બહુ જ સ્વીટ છે. દેખાવમાં પણ ખુબ જ સુંદર છે.."

"થેન્ક્સ.."

આયત,ઈરફાન અને એ છોકરી જોગર્સ પાર્કના એક ખૂણામાં આવેલા બાંકડે જઈને બેઠા. છોકરીને આયત ખુબ જ વ્હાલી લાગી રહી હતી. એ એની સાથે બેસીને વ્હાલ કરવા લાગી. ઈરફાન હજી પણ એ છોકરીનું નામ જાણવા અને એ છોકરી એને કઈ રીતે ઓળખે છે એ જાણવા આતુર હતો.

[ક્રમશ:]