કસક - 42

  • 2.8k
  • 1.7k

કસક -૪૨અમેરિકા માં આરોહી અને આરતી બહેન બંને સુવાના સમયે બેસી ને વાતો કરી રહ્યા હતા.“તારા મોટા પપ્પા તારી માટે કોઈ સારો છોકરો ગોતી રહ્યા છે.કોઈ ભારતીય અહિયાજ રહેતો હોય તેવો.”“મને લગ્ન કરવાની ઈચ્છા નથી.”“તું એવું શું કરવા કહે છે આરોહી?”“હું તમને એક વાત પૂછું મમ્મી?”“હા,પૂછ.”“લોકો વિદેશમાં આવી ને સ્વદેશની વસ્તુઓ કેમ શોધે છે?”“કારણકે કે તે અહિયાં રહીને પણ પોતાના દેશને ભૂલી નથી શકતા.”“તો પછી તે પાછા ભારત કેમ નથી જતાં રહેતાં.”“કારણકે તે વિદેશના મોહ ને છોડી નથી શકતા,તે ઉપરાંત ઘણા કારણો હોય છે.કોઈ પણ દેશ માંથી નવા દેશમાં જવું અને ત્યાં સ્થાયી થવું સહેલી વાત થોડી છે.તારા મોટા પપ્પાએ