(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ પોરસ સાથે એકાકાર થઇ જાય છે અને સિકંદર બિલાકીન્સ જેમને સિવાન પ્રોડિસ ના નામથી ઓળખતો હોય છે તેમની સાથે નાની ઝડપ બાદ દોસ્તી કરી લે છે હવે આગળ ) સિકંદર નો વર્મ હોલ નો પ્રવાસ શરુ થયો . તેણે બિલ્વીસ પાસેથી પ્રોડિસ પર શું થયું હતું તેની જાણકારી લીધી ઉપરાંત બિલાકીન્સ ના આધુનિક ઉપકરણોથી તેમનો ઇતિહાસ , તેમનો વર્તમાન , તેમનું વિજ્ઞાન, તેમના હથિયારો , તેમની યુદ્ધકળા અને તેમની ભાષા ની જાણકારી લીધી. હવે તેને બિલ્વીસ કે રીવાની જરૂર ન હતી તેથી બંનેને બિલાકીન્સ ના લીડર સિંકલ સામે મોટ ને ઘાટ ઉતારી દીધા