Jayshree Bhatt Desai

Jayshree Bhatt Desai

@jayshreebhattdesaigm

(93)

Ahmedabad

4

3.3k

11k

તમારા વિષે

નવલકથાકાર-વાર્તાકાર અને કવયિત્રી જયશ્રી ભટ્ટ દેસાઈનો જન્મ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ખાતે તા. 8મી મે, 1969ના રોજ થયો. અહીં જ તેઓએ શાળા-કોલેજનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ સુરતમાં રહીને તેઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેથ્સ્-ફિઝિક્સ સાથે સને 1991માં એમ.એસસી. સુધીનો અભ્યાસ કર્યો. સને 1994માં લગ્ન થયા બાદ તેઓ અમદાવાદ આવ્યાં. અહીં તેઓએ સને 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એડ્.ની પદવી પ્રાપ્ત કરી. વાચન-લેખન-અભ્યાસનો શોખ તેઓને શિક્ષણક્ષેત્રે લઈ આવ્યો, એમ આ શોખ થકી જ તેઓ નવલકથા, ટૂંકી વાર્તાઓ અને કવિતાના સર્જનકર્મ તરફ વળ્યા. તેઓની પ્રથમ લઘુનવલકથા અગનપિપાસા સને 2009માં દિવ્યભાસ્કરની ડી.બી.ગોલ્ડ – સુરત આવૃત્તિમાં ધારાવાહીકરુપે પ્રગટ થઈ ત્યારે વાચકોએ એ કૃતિને ઉત્સાહભેર વધાવી લીધી હતી. આ લઘુનવલકથા સને 2015માં જ જાણીતી ગુજરાતી પ્રકાશનસંસ્થા રન્નાદે પ્રકાશન તરફથી પુસ્તકસ્વરુપે પ્રગટ થઈ છે. શ્વાસની પાનખર તેમની બીજી નવલકથા છે, જે ટૂંક સમયમાં પુસ્તકસ્વરુપે પ્રગટ થઈ રહી છે. તેમની કેટલીક ટૂંકી વાર્તાઓ જુદા જુદા સામયિકોમાં પ્રગટ થતી રહી છે. તેમની કથાઓ મુખ્યત્વે સામ્પ્રત સમાજના કથાનકને તાકે છે. તેમની કથાઓ મહિલાપ્રધ

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી