માતા લેખિકા અને પિતા સ્ટેજ આર્ટિસ્ટ, કંઈક બનવા માટે આનાથી વધારે ગળથૂથી બીજી કઈ હોય ? શરુઆત કરી સ્ટેજ થી એક બાળકલાકાર તરીકે, ટીવી અને ફિલ્મો સુધી પહોંચીને નાની ઉંમરમાં જીવનના જરૂરી કહેવાતા તમામ ઉંમરનાં રોલ પણ ભજવી લીધા, પછી થયું હવે ઠરીઠામ થાઓ... લગ્ન કર્યા, સુંદર પ્રેમભર્યો સંસાર અને દિકરી નામે ધરા કહો કે મારાં જીવનનું રતન... એય હવે મોટું થઈ ચાલ્યુ, વળી ઓલો કલાકારનો કીડો સળવળ સળવળ...અને શરૂ થયું લખવાનું, હા લખવું મને ગમે છે, લેખનનો સૌથી મોટો ફાયદો આપણી પોતાની સમજણ વિસ્તરે છે તે છે, સાથે સાથે કંઈક આપણી અંદર એવુ તત્વ છે જેને બહાર લાવી શક્યાનો આપણને સંતોષ થાય, મારું લખાણ એ મારી પોતાની જાત સાથેનો જ સંવાદ છે, ત્રણ પુસ્તકો નું પ્રકાશન થઈ ચૂક્યુ અને ત્યાં માતૃભારતી નું આ પ્લેટફોર્મ આપ સૌ સુધી ઘણી ઓછી મહેનતે પહોંચાડી આપવા લાગ્યુ.. એક પછી એક બસ લખાતું જાય છે, આશા છે કે આપ સૌને પણ એ પસંદ આવશે જ, મિત્રો આપ મારું લખાણ વાંચો તો એને તમારી સમજણ પ્રમાણે રેટ પણ કરજો જ, તેનાથી મને પોતાને આનંદ થશે, આપ આપના સૂચનો મને મેઈલ કરી શકો છો અને હા સંપર્ક પણ મારાં દરેક પુસ્તકોમાં છે જ, આપના સૂચનો મારાં લખાણને જરૂરથી વધુ ને વધુ સફળ લેખિકા

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી