એક ભૂલ - ભાગ 2 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ભૂલ - ભાગ 2

એક ભૂલ
 
 
ભાગ  2
 
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
 
( આપણે જોયું કે આરવીનાં પિતાની તબિયત બરાબર ન હતી તો તેને હોસ્પિટલમાં લઈ ગયા. હવે આગળ......)
 
આરવીને શું કરવું એ સમજ પડતી ન હતી.એક પિતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતાં. તબિયત ખૂબ જ નાજુક હતી. તો બીજી બાજુ તેનો પ્રેમ કે અક્કી હતો જેનાં વગર તે રહી શકતી ન હતી. ઉદાસ, વિચારોમાં ખોવાયેલી આરવી આંસું સારતી હતી ત્યાં જ નર્સે આવીને કહ્યું,
 
" સર ભાનમાં આવી ગયા છે. તે તમને બોલાવે છે."
 
આરવી તરત જ આંસું લુછીને અંદર ગઈ. તેનાં પિતા શેઠ ધનરાજ કંઈક કહેવા માંગતા હતા. તે ત્રુટક ત્રુટક અવાજમાં કહેતા હતાં કે લંડનમાં રહેતાં તેનાં મિત્રોનાં પુત્ર આરવ સાથે આરવી લગ્ન કરે. આ સાંભળી આરવી રાત્રે જ અરહાન સાથે માણેલી અંતરંગ પળો એકાએક આરવી સામે આવવાં લાગી. અચાનક ધનરાજ શેઠને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પિતાની આ હાલત માટે આરવી પોતાને જવાબદાર માનતી હતી. તે બધું જ ભૂલીને પિતાને વચન આપી ચુકી. અત્યારે આવી સ્થિતિમાં તેનું મન કંઈપણ સમજવા તૈયાર ન હતું. આમને આમ બે દિવસ થયાં ધનરાજ શેઠની તબિયત હવે સુધારા પર હતી. તેને હોસ્પિટલમાંથી રજા આપી.
 
આરવી શું કરવું સમજ ન પડતાં તે બે દિવસથી અરહાનને કોલ કરતી હતી. પણ નોટ રિચેબલ આવતો હતો. એક દિવસ તે અરહાનને ઘરે પણ ગઈ તો જાણ થઈ કે અરહાન અને તેનું ફેમીલી વાડી, ઘર વેંચીને અહીંથી જતાં રહ્યાં. હવે શું કરવું ? આરવીનાં મનમાં સતત વિચારો ચાલતાં હતાં.
 
ધનરાજ શેઠની તબિયત બરાબર થતાં જ તેણે લંડનની ટિકિટ બુક કરાવી. આરવી પાસે હવે બોલવાં જેવુ કશું ન હતું. એક રાતનાં રંગીન સપનાંઓને પોતાનાં દિલમાં સમાવી ધનરાજ શેઠ અને આરવી લંડન જવાં નીકળ્યાં.
 
લંડનમાં આલિશાન બંગલો જોઈને ધનરાજ શેઠને પણ ટાઢક વળી કે મારી દીકરી રાજકુમારીની જેમ રાજ કરશે. તેનાં મિત્ર રાજન કુમાર તેમનાં પત્ની રંજનાબેન અને એકનાં એક દીકરા આરવ માટે તો આ બંગલો ઘણો મોટો હતો. રાજનકુમાર અને રંજનાબેન બંનેએ ધનરાજ શેઠ અને આરવીનું સ્વાગત કર્યું. આરસપહાણમાંથી કોતરાયેલી મૂરત જેવી નમણી, હંસલી જેવી રૂપાળી આરવીને જોઈ રંજનાબેન ખુશ થયાં. આરવીનાં ઓવરણાં લઈને ખુશ થવાનાં આશિર્વાદ આપ્યા. (ક્રમશ:)
 
 
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
 
( આરવી અરહાનને ચાહે છે. પણ તેનાં પિતાની ઈચ્છાને માન આપી આરવી પિતા સાથે લંડન આવે છે. હવે આગળ......)
 
લંડનમાં મહેલ જેવાં આલિશાન બંગલામાં આવ્યાં તેને બે દિવસ થયાં. રાજનકુમાર અને રંજનાબેનનો સ્વભાવ ખૂબ સરસ હતો. ધનરાજ શેઠ તો રોજ પોતાનાં મિત્ર સાથે ઓફિસમાં જાય. પણ આરવી પુરો દિવસ તેનાં રૂમમાં જ પુરાયેલી રહેતી.બસ તે એ જ વિચારતી કે પિતાને વચન તો આપી દીધું પણ તેનું દિલ તો અરહાનને આપી ચુકી હતી. તે રોજ અરહાનને કોલ કરતી પણ ફોન નોટ રિચેબલ આવતો. હવે પિતાની વાત માનવા સિવાય તેની પાસે કોઈ રસ્તો ન હતો.
 
રૂમમાં થોડી ગભરામણ અનુભવાતાં આરવી ખુલ્લી હવામાં જવા નીચે આવી. બહાર પાર્કિંગમાં એક ઓડી કાર આવી. તેમાંથી છ ફૂટ ઊંચો, બ્લુ સૂટ, હાથમાં રાડોની ઘડિયાળ અને ગોગલ્સમાં સજ્જ આરવ બહાર આવે છે. આરવી બગીચામાં ટહલતી હોય છે. આરવ પોતાનાં રૂમમાં જાય છે. અને ગેલેરીમા આવતાં તેની નજર આરવી પર પડી.
 
આરવ : " ઓહ ! બ્યુટીફુલ. ખૂબ સરસ ફૂલ છે. આ ફૂલને તો મારે સુંઘવુ જ પડશે."
 
અને આરવ મનમાં જ મલકાય છે.
 
રંજનાબેન આજ ખુશ હતાં. આરવ આવ્યો હતો. તેણે આરવનાં રૂમમાં ચા, નાસ્તો મોકલ્યાં અને પછી નિરાંતે આરવી વિશે વાત કરવાનું વિચાર્યું.
 
બપોરનાં ભોજન સમયે ડાયનીંગ ટેબલ પર રંજનાબેન અને આરવ હતાં. રાજન કુમાર અને ધનરાજ શેઠનું ટિફિન ઓફિસ મોકલાવી દીધું. આરવી પણ જમવા માટે આવી. ખુલ્લાં રેશમી વાળ, બાંધણીનાં ડ્રેસમાં આરવીનુ સૌંદર્ય વધારે ખિલતું હતું. આરવ તો આરવીને જોઈ પોતાનાં હોઠ કરડવા લાગ્યો. રંજનાબેને આરવીની ઓળખાણ કરાવી.
 
" આરવ, આ તારા પપ્પાનાં મિત્ર ધનરાજ શેઠની દીકરી આરવી છે"
 
આરવની આંખોમાં સમાયેલું આરવીનું રૂપ તો ખસતું જ ન હતું. આરવી નમસ્તે કરે છે. પણ આરવ કોઈ જવાબ આપતો નથી. આરવી જમીને તેનાં રૂમમાં જાય છે. થોડીવાર પછી દરવાજાનો અવાજ આવે છે.આરવીએ જોયું તો આરવ હતો.( ક્રમશ:)
 
( જયારથી આરવે આરવીને જોઈ છે ત્યારથી બસ આરવીને પામવાની તાલાવેલી જાગી છે. તો આરવ આરવીનાં રૂમમાં જાય છે. શું આરવી આરવ સાથે દોસ્તી કરશે ? વાંચતા રહો્ ભાગ :3)
 
વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર