મમતા - ભાગ 91 - 92 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 91 - 92

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૯૧

💐💐💐💐💐💐💐💐

(પરીની ચિંતામાં મોક્ષાનું એક્સિડન્ટ થયું. મંથન તેની સાથે હતો. હવે આગળ.....)


મંથન મોક્ષા સાથે હોસ્પિટલમાં હતો. પરી ઉદાસ હતી. તે શારદાબાનાં ખોળામાં માથું રાખી સૂતી હતી. મંત્ર તેનાં બેડરૂમમાં હતો ત્યાં જ તેનાં ફોનમાં કોલ આવે છે. સ્ક્રિન પર " ફટાકડી " નામ હતું. આમ તો મંત્ર હંમેશાં મિષ્ટિનાં કોલની રાહ જોતો પણ આજે તે કોઈની સાથે વાત કરવા માંગતો ન હતો. કોલ ન લેતાં મિષ્ટિ પણ વિચારવા લાગી શું થયું હશે ?

મોક્ષાની તબિયત પણ હવે સારી હતી. ડોકટરે તેને આરામ કરવાનું કહ્યું હતું. પરી મોક્ષા માટે સૂપ લઈને આવી હતી. પરીને ઉદાસ જોઈ મોક્ષા પરીનો હાથ પકડી પોતાની પાસે બેસાડે છે. અને કહે,

" હવે હસ જોઈએ! હું બરાબર છું. અને તું તારી જાતને કોસવાનુ બંધ કર."

પરી :" મોમ, જો પ્રેમ આપને પસંદ ન હોય તો હું હંમેશ માટે તેને ભૂલી જઈશ અને પરી રડવા લાગી ."

પરીની વાત સાંભળી મોક્ષા એકદમ ગળગળી થઈ ગઈ. અને વિચારવા લાગી..( જેની સાથે મારે કોઈ લોહીનો સંબંધ નથી છતાં તે મારાં માટે તેનો પ્રેમ પણ છોડવા તૈયાર છે.)

મોક્ષા કહે હું ઘરે જાઉં પછી એકવાર પ્રેમને મળીને વાત કરીશ.

પરી :" શું વિચારો છો ? મોમ હવે કોઈ ટેન્શન લેવાનું નથી. બસ આરામ. સાંજે તમને ઘરે જવાની રજા આપશે. અને હા આપ જ્યાં સુધી બરાબર નહી થાવ ત્યાં સુધી હું પણ મુંબઈ જવાની નથી. આપની પાસે જ રહીશ."

મોક્ષા :" પણ પરી... તારી કોલેજ, તારાં લેકચર.. અહીં છે બધાં."

પરી :" એ હું મેનેજ કરી લઈશ. મોમ, એશા પાસેથી નોટ્સ લઈ લઈશ."

મોક્ષાનાં એક્સિડન્ટની વાત સાંભળી પ્રેમ ઘરે આવે છે.સાધનાબાને જણાવે છે. સાધનાબા સમજી જાય છે કે મોક્ષા પરી અને પ્રેમનાં સંબંધને માટે ચિંતાતુર છે.સાધનાબા પ્રેમને કહે,

" પ્રેમ તું મને મોક્ષા પાસે અમદાવાદ લઈ જઈશ."

પ્રેમ :" હા, બા પણ શું મારૂં જવું યોગ્ય રહેશે ?"

સાધનાબા :" હા, બેટા મને મોક્ષાની ચિંતા થાય છે. મારે તેને મળવું છે."

બીજાં દિવસે વહેલી સવારની ફલાઈટમાં સાધનાબા અને પ્રેમ અમદાવાદ આવે છે. મોક્ષાને પણ હવે રજા આપી દીધી હતી. પરી મોક્ષાનું ધ્યાન રાખતી હતી. " કૃષ્ણ વિલા " બંગલાનાં ગેટ પર ટેક્ષી આવી અચાનક સાધનાબા અને પ્રેમને જોતાં જ બધાં ચોંકી ગયા. પરી પણ બોલી,

" પ્રેમ ? તું અહીં ?"

પ્રેમ :" હા પરી બા ને મેં મેમનાં એક્સિડન્ટ વિશે કહ્યું તો તેણે જીદ કરી કે મારે મોક્ષાને મળવું છે."

શારદાબા બંનેને આવકારે છે. અને તે પ્રેમને જોઈ સમજી ગયાં કે આજ પ્રેમ છે. પરી બધાને ચા, નાસ્તો આપી ઉપર ચાલી જાય છે. પરીનું વર્તન જોઈ પ્રેમ સમજી જાય છે કે મેમને હું પસંદ નથી. ( ક્રમશ: )

( તો શું પરી હંમેશને માટે પ્રેમને ભૂલી જશે ? કે પછી મોક્ષા માની જશે. એ જાણવા વાંચો મમતા ભાગ :૯૨ )

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૯૨

💐💐💐💐💐💐💐💐

(વિચોરોમાં ખોવાયેલી મોક્ષાનું એક્સિડન્ટ થાય છે.તો તેની હાલત જોઈ પરી હંમેશને માટે પ્રેમને ભૂલવા તૈયાર થાય છે. બીજી બાજુ સાધનાબેન મોક્ષાનાં અકસ્માતની ખબર મળતાં જ તેને મળવાની જીદ કરે છે. હવે આગળ....)

આમ અચાનક સાધનાબા અને પ્રેમને જોતાં જ સૌ ચોંકી ગયા. ઘરનાં સૌ તેને આવકારે છે. પણ પરી પ્રેમ સાથે વાત પણ કરતી ન હતી. પ્રેમ પણ સમજી ગયો કે મોક્ષા મેમને અમારા સંબંધ પસંદ નથી તો પરી મારી સાથે વાત કરતી નથી.

શારદાબા અને સાધનાબેન ઘણાં સમયે મળ્યાં તો બંનેએ ઘણી વાતો કરી. તેઓ પણ પરી અને પ્રેમનાં સંબંધને લઇને ચિંતા કરતાં હતાં. પણ બંનેને તેના ઠાકોરજી પર વિશ્વાસ હતો તે જરૂરથી કોઈ માર્ગ દેખાડશે. જો કદાચ મોક્ષા આ સંબંધને સ્વીકારી લે, તો શું વિનીત આ બંનેનાં સંબંધને સ્વીકારશે ? આ બધી ગુંચવાયેલી પહેલીઓ વચ્ચે બધા ઉદાસ હતાં.

મોક્ષા સાધનાબાને જોઈ ખુશ થઈ. પણ પ્રેમ સામે જોતાં જ તેણે નજર ફેરવી લીધી. એ પરીથી અજાણ ન રહ્યું. બીજા દિવસે શારદાબા અને સાધનાબેન બંને સાથે મળીને કાનાની આરતી કરી. અને સાધનાબેન હવે જવાં માટે રજા માંગે છે.પણ શારદાબા થોડા દિવસ રોકાઈ જવા કહે છે. સાધનાબેન પ્રેમની કોલેજનું બહાનું કરી જવાનું કહે છે.


બીજી બાજુ પ્રેમ પણ નક્કી નહતો કરી શકતો પણ જતાં પહેલાં એકવાર તે પરીને મળીને વાત કરવા માંગતો હતો. સાંજની તેઓની મુંબઈ માટેની ફ્લાઈટ હતી. શારદાબા અને સાધનાબેન મંદિર ગયાં હતાં. મોક્ષા તેનાં રૂમમાં આરામ કરતી હતી. મંત્ર કોલેજ ગયો હતો. અને મંથન ઓફિસ ગયો હતો. આજ સમય છે પરી સાથે વાત કરવાનો.અને પ્રેમ ઉપર જાય છે. પણ પરી તેનાં રૂમમાં ન હતી. અને તે પરીને શોધવા ટેરેસ પર જાય છે. ત્યાં પરી રડતી હોય છે. પ્રેમ પરી પાસે જાય છે અને પોતાનાં હાથેથી પરીનાં આંસું લુછે છે. અંદરથી તૂટી ગયેલી પરી પ્રેમને ભેટીને રડવા લાગી. એકબાજુ મોક્ષા હતી કે જેણે મા કરતાં પણ વિશેષ પ્રેમ આપ્યો હતો.અને બીજી બાજુ પ્રેમની લાગણી હતી. શું કરવું એ પરીને સમજ પડતી ન હતી. પ્રેમ હળવેકથી પરીને છાની રાખતાં સમજાવે છે કે આપણે તારા મોમની વિરુદ્ધ જઈને કશું કરવું નથી. જ્યાં સુધી ઘરનાં બધાની સંમતિ ન હોય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. પરી કશું બોલતી ન હતી પણ પ્રેમ તેની વેદના સમજતો હતો. બંને એકબીજા વગર કેવી રીતે રહી શકશે એ વિચાર માત્રથી બંને ડરતાં હતાં પણ હવે સમય ઉપર બધું છોડી દેવું યોગ્ય હતું.

સાંજ થતાં જ સાધનાબેન અને પ્રેમ મુંબઈ જવા નીકળે છે. મંથન તેઓને એરપોર્ટ છોડવા જાય છે.(ક્રમશ:)

(શું મોક્ષા પરીની હાલત જોઈ હા કહેશે ? કે પરી હંમેશ માટે પ્રેમને ભૂલી જશે ? એ જાણવા વાંચો મમતા ભાગ :૯૩ )

વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર

કેવી લાગે છે આપને મમતા આપનાં પ્રતિભાવ જરૂરથી આપશો.🙏