ખજાનો - 63 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 63

એવામાં અબ્દુલ્લાહી જહાજ પરથી નીચે ઉતર્યા અને આજુબાજુ નજર ફેરવી બોલ્યા," હજુ જોખમ ટળ્યું નથી...! એક નવી જ મુસીબતનો સામનો કરવા તૈયાર થઈ જાઓ...!"

અબ્દુલ્લાહીની વાત સાંભળી પાંચેય મિત્રો બેઠા થઈ ગયા અને એક સાથે બોલ્યા, " શું...?"

"એકવાર ઊભા થઈ પાછળની બાજુએ જુઓ. આપણે ભૂમિ ખંડના કિનારે નહીં પરંતુ દરિયાના જ કિનારાથી દૂર એક નિર્જન અને અજાણ્યા ટાપુ પર આવી ગયા છીએ." અબ્દુલ્લાહિજીએ કહ્યું.

પાંચેય યુવાનો ઊભા થઈ પાછળની બાજુ જોવા લાગ્યા. દરિયાના પવનની ગતિ દરિયાથી ટાપુ તરફની હતી. આથી યુવાનોના કપડા અને વાળ ટાપુની દિશા તરફ લહેરાઈ રહ્યા હતા. લિઝા પાછળથી ઉડી રહેલા પોતાના વાળને વારંવાર સરખા કરી તેને પાછળ ગોઠવી રહી હતી. ઈબતીહાજ મનમાં વિચારી રહ્યો હતો કે "એવું તો કયુ સંકટ છે જેનાથી બચવા માટે મારે હથિયારનો ઉપયોગ કરવો પડશે...!"

જોનીના મનમાં પહેલો વિચાર એ આવ્યો કે" મુસીબત આવશે તો તેનો મક્કમતાથી સામનો કરીશું."

સુશ્રુત વિચારી રહ્યો હતો કે" આ ટાપુ પરથી પણ કંઈક વિશિષ્ટ અને સ્વાદિષ્ટ ફળ ખાવા મળશે."

ક્યારેય ન વિચાર્યું હોય તેવા ઘાઢ વૃક્ષોથી ખીચો ખીચ ટાપુ ભરાયેલો હતો. જુદા જ પ્રકારના પક્ષીઓ ઉડી રહ્યા હતા અને વિચિત્ર પ્રકારનો અવાજ કરી રહ્યા હતા. વાતાવરણ સુંદર પણ અશાંત લાગી રહ્યું હતું. હર્ષિત અને લીઝા બંને ટાપુની સુંદરતાને માણવા લાગ્યા. ગાઢ...સુંદર... વૃક્ષો અલગ જ પ્રકારના દેખાતા પક્ષીઓ અને તેના વિચિત્ર અવાજને મન ભરીને માણવા લાગ્યા.

" મામુ તમે કહેતા હતા કે એક નવી જ મુસીબતનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે..! આ ટાપુના દ્રશ્યને જોતા મને તો કોઈ મુસીબત તો શું..? તેનો અણસાર પણ દેખાતો નથી....!" ટાપુની બધી બાજુએ નજર ફેરવતા ઈબતીહાજે કહ્યું.

" આ ટાપુમાં કોઈ સમસ્યા નથી...! બસ સુંદરતા છે..! તેને મન ભરીને માણો..! કેમ કે આવા દ્રશ્યો... આવી સુંદરતા... આવો... મનોહર... મોકો.. જીવનમાં દરેક વખતે મળતો નથી." હર્ષિત બોલ્યો.

" ચાલોને આગળ જઈએ..! ક્યાંક સોકોટ્રા જેવા સ્વાદિષ્ટ ફળો મળી જાય..!" ભૂખ્યા સુશ્રુતે તેના પેટની ઈચ્છા વ્યક્ત કરી.

"આપણે પહેલા જહાજને રીપેર કરી દઈએ..?" જોનીએ હર્ષિત,સુશ્રુત અને ઈબતીહાજની સામે જોતાં કહ્યું.

બધા યુવાનો પોત પોતાના સ્વભાવ અનુસાર નિર્જન... અજાણ્યા ટાપુ અંગે પોતપોતાની વિચારસરણી બાંધી રહ્યા હતા. ત્યારે અબ્દુલ્લાહી કોઈ ઉંડા વિચારોમાં ખોવાયેલા હતા. જોનીના કહેવાથી સુશ્રુત, હર્ષિત અને ઈબતીહાજ જહાજને રીપેર કરવા માટે લાગી ગયા. જ્યારે લિઝા અબ્દુલ્લાહીજી પાસે આવી.

" તમે કહેતા હતા કે એક નવી જ મુસીબતનો સામનો કરવો પડશે તમને આ નિર્જન ટાપુ પર કઈ મુસીબતના દર્શન થાય છે...?" લિઝાએ અબ્દુલ્લાહીજી સામે જોઈ કહ્યું.

" વૃક્ષો પર ઉડી રહેલા પક્ષીઓને જો તું.. એ પક્ષીઓના વિચિત્ર અવાજને સાંભળ તું...! તુ જ્યાં ઉભી છે તેની ડાબી બાજુએ 10 ફૂટ દૂર એક નજર કર" અબ્દુલ્લાહીના કહેવા મુજબ લિઝાએ તેની ડાબી બાજુએ નજર ફેરવી. સ્વચ્છ અને એકદમ સફેદ રેતી હતી. લિઝા જ્યાં ઉભી હતી તેનાથી દશેક ફૂટ દૂર રેતીમાંથી અડધું ઢંકાયેલું હાડપિંજર જોવા મળ્યું. લિઝા ધીમે ધીમે તેની પાસે ગઈ. નજીક જઈને જ્યારે લિઝાએ જોયું તો તે હાડપિંજર કોઈ પ્રાણીનું ન હતું. કોઈ માનવીનું હતું. આ જોઈ તે થોડી ડરી ગઈ અને બે ડગલા પાછી પડી. તેણે તરત અબ્દુલ્લાહીજી સામે નજર ફેરવી જોયું. તેનો ગભરાયેલો ચહેરો જોઈ અબ્દુલ્લાહીજી તેની પાસે આવ્યા.

" જહાજ પરથી જ્યારે હું ઉતરતો હતો ત્યારે સૌથી પહેલા મારી નજર આ હાડ પિંજર પર પડી હતી. બસ આ જ કારણે મને થયું કે અહીં કોઈ મોટી મુસીબતનો સામનો કરવો પડી શકે છે." લિઝા સામે જોઈ અબ્દુલ્લાહીજીએ કહ્યું.

"તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્યો..!" ગંભીરતાથી વિચાર કરતી લિઝાએ કહ્યું.

To be continue..

મૌસમ😊