ખજાનો - 52 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 52

"ડેન્જરસ સિ પાઇરેટ્સ નુમ્બાસાનો ભય કાયમ રહે...! સિ પાઈરેટ્સ નુમ્બાસાનો હુકુમ છે કે કોઈપણ જહાજ આપણી નજરથી છૂટવું ન જોઈએ. દરેક જહાજને લૂંટીને બધો જ ખજાનો લઈ લેવાનો રહેશે. તથા તેનો હિસાબ કિતાબ પણ નુમ્બાસાને આપવાનો રહેશે. બીજો સંદેશ એ છે કે અહીં જે સાત નંબરનું જહાજ પડ્યું છે. તે જહાજને કોઈ સ્પર્શ નહીં કરે. તેમણે કહ્યું છે કે આ જહાજ તેઓ માટે ખાસ છે. આથી તેઓ ના આદેશ મુજબ અહીં કોઈ જ ફેરફાર કે શોધખોળ થશે નહીં. જેટલા પણ સિપાહીઓ જહાજમાં છે તેઓ બધા જ બહાર નીકળી જાય અને જહાજ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં તેને રાખવામાં આવે. આ જહાજમાં નુમ્બાસા ખુદ આવીને શોધખોળ આદરશે. ડેન્જરસ સિ પાઇરેટ્સ નુમ્બાસાનો ભય કાયમ રહે...!" જૉનીએ રૂઆબથી સૈનિકોને સંબોધતા નુમ્બાસાનો સંદેશો આપ્યો.

"ડેન્જરસ સિ પાઇરેટ્સ નુમ્બાસાનો ભય કાયમ રહે...!આપનો આ સંદેશ પહેલા જ મળી ચૂક્યો છે અને બીજા નંબરના સંદેશનું પાલન હમણાં જ થઈ જશે. નુમ્બાસાનો ડર કાયમ રહે..!" કહેતા સિપાહીએ બાકીના અન્ય સિપાહીઓને સાત નંબરના જહાજને સ્પર્શ ન કરવાનો આદેશ કર્યો. સાત નંબરના જહાજની અંદર ગયેલા બધા જ સૈનિકો બહાર આવી ગયા. નુમ્બાસાના આદેશનું આટલો સરસ રીતે પાલન થતું જોઈએ હર્ષિત અને જોની આશ્ચર્યચકિત થઈ ગયા.

" એક લૂંટારા નો આટલો બધો ભય..! તેના એક આદેશનું શબ્દસહ પાલન થઇ રહ્યું છે. નવાઈની વાત છે..!"કહેતા હર્ષિત મનમાં જ બબડ્યો. બંને જણા પાછા મહેલમાં જતા હોય તેવો અભિનય કરતા તેઓ ચાલતા થયા. આગળ જતા સૌની નજર થી છુપાઈને તેઓ ટેકરીઓની પાછળ સંતાઈ ગયા.

"સિ પાઇરેટ્સ નુમ્બાસાના સૈનિકોની એકતા ને તોડવા માટે આપણે કંઈક પ્લાન કરવું પડશે. તેઓની લાગણીઓનો બરાબર લાભ ઉઠાવી આપણે તેઓની એકતાને તોડવી પડશે મને લાગે છે કે જે લોકો પોતાની મરજીથી કામ નથી કરતા તેઓએ આપણે જલ્દીથી હાથ પર લઈ શકશું. જહાજોને લુંટીને વધારે અમીર બનવાની લાલસા ધરાવે છે, તેઓને નુમ્બાસાની વિરુદ્ધ કંઈ પણ કહેવું વ્યર્થ રહેશે. આથી આપણે એવા વ્યક્તિઓ પર નજર રાખવી પડશે જે પોતાની મરજીથી નહીં પરંતુ નુમ્બાસાના ડરને કારણે જહાજ લૂંટવાના કાર્યને સ્વીકાર્યું છે." જૉનીએ સૈનિકોના વ્યવહારને જોઈને કહ્યું. પછી બંને નુમ્બાસાના સૈનિકોને તોડવાની યોજના બનાવવા લાગી ગયાં.

મહેલમાં એક બાદ એક નુમ્બાસાના માણસોને રાજા અને લિઝાએ બેભાન કર્યા અને સુશ્રુત તેઓને સુરંગમાં પૂરતો ગયો. લગભગ નુમ્બાસા સહિત મહેલમાં રહેલ તેનાં બધા જ સાથીદારોને બેભાન કરી સુરંગ ભેગા કરી દીધા અને સુરંગ બંધ કરી દીધી. ત્રણેયને રાહતનો ઉંડો શ્વાસ લીધો.

"મહેલનું કામ તો પતાવી દીધું પણ જૉની અને હર્ષિતે પોતાનું કામ કર્યું હશે કે નહીં ?" સુશ્રુત બોલ્યો.

"રાજાજી...! એક પ્રોબ્લેમ થઈ શકે છે." અચાનક કંઈ મગજમાં લાઈટ થઈ હોય તેમ લિઝા બોલી.

"કેમ શું પ્રોબ્લેમ થઈ શકે છે?" રાજાએ પૂછ્યું.

"આપણે છેલ્લે છૂટા પડતાં જૉની અને હર્ષિતને શુ કહેલું ?"

"એ જ કે બહાર કોઈ પ્રોબ્લેમ થાય તો સુરંગમાં આવી જવું." આટલું બોલતાં જ સુશ્રુતને જાણે અચાનક ભાન આવ્યું હોય તેમ ફરી બોલી ઉઠ્યો, " ઓહ તેરી..! સુરંગમાં તો આપણે નુમ્બાસાને અને તેમના સાથીઓને પૂર્યા....!"

"જોકે હમણાં તેઓ બેભાન છે ત્યાં સુધી બહુ વાંધો નહીં આવે પણ, આપણે જૉની અને હર્ષિતની શું સ્થિતિ છે તે જાણવું રહ્યું." રાજાએ બંનેની ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

"તો તેઓની ખબર કેવી રીતે મેળવીશું ?" સુશ્રુત બોલ્યો.

To be continue....

( શું નુમ્બાસા અને તેનાં માણસોને સુરંગમાં પૂરીને રાજાએ યોગ્ય કર્યું છે ? શું જૉની અને હર્ષિત સૈનિકોને માત આપવામાં સફળ રહેશે ? તે જાણવા મારા વ્હાલા મિત્રો આપ સૌએ ખજાનો ભાગ 54 વાંચવો પડશે.)

😊મસ્ત રહો...ખુશ રહો...ખુશહાલ રહો..!😊

☺️મૌસમ☺️