ખજાનો - 47 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 47

( આપણે જોયું કે રાજાએ નુમ્બાસાને માત આપવા કોઈ પ્લાન બનાવ્યો છે. તે મુજબ ચારેય મિત્રોએ વેશભૂષા ધારણ કરી લીધી છે. બસ રાજાની વેશભૂષા બાકી રહી હતી. હવે આગળ...)

" રાજાજી....! અમે બધા અમારા કોસ્ચ્યુમમાં રેડી થઈ ગયા છીએ. આપને કેટલી વાર છે...?" જોનીએ કહ્યું.

" હું પણ બસ રેડી જ છું. આ આવ્યો..!" કહેતા રાજા બહાર આવ્યા.

"ઓ માય ગોડ..! તમે તો ઓળખાતા જ નથી. મારા કરતાં પણ વધારે બ્યુટીફૂલ લાગો છો, મુખ્ય સેવિકાના વેશમાં..! અમેઝિંગ" લિઝાએ કહ્યું.

"અરે મને તો એવું જ લાગ્યું કે રાજાની જગ્યાએ આ સ્ત્રી કોણ આવી? ખરેખર હું તમને ઓળખી જ ના શક્યો. સુશ્રુતે હસીને કહ્યું.

" અમે બિલકુલ નહોતું વિચાર્યું કે એક રાજા થઈ તમે મુખ્ય સેવિકાનો રોલ ભજવશો." હર્ષિત બોલ્યો.

" મારા રાજ્યને પાછું મેળવવા માટે હું કંઈ પણ કરી શકું છું અને તમને યાદ છે ને આપણા પ્લાન મુજબ નુમ્બાસાને માત્ર ગાદી પરથી હટાવવાનો નથી. દક્ષિણ આફ્રિકામાં છવાયેલા નુમ્બાસાના ત્રાસને કાયમ માટે ખતમ કરી દેવાનો છે." રાજા બોલ્યા.

પાંચેય જણા ઓરડીમાંથી જરૂરી સાધનો, છુપા હથિયારો લીધા અને ઔષધાલયમાંથી મૂર્છિત ( બેભાન ) કરવાની બોટલ લઇ સુરંગમાં આગળ તરફ જવા નીકળ્યા સુરંગમાં આગળ જતા બે ફાટા પડતા હતા. એક ફાટો મહેલની અંદર રાણીના કક્ષ તરફ જતો હતો, જ્યારે બીજો ફાટો મહેલના મુખ્ય દ્વારની બહારની બાજુએ ખુલતો હતો.

" જુઓ મિત્રો હું, લિઝા અને સુશ્રુત રાણીના મુખ્ય કક્ષ તરફ જઈ રહ્યા છે. ત્યાંથી સુશ્રુતને રસોઈ ઘરમાં મોકલી દઈશું. જોની તું અને હર્ષિત બંને મુખ્ય દ્વારથી જશો તો થોડી તકલીફ થશે, કેમકે મહેલના મુખ્ય દ્વાર આગળ નુમ્બાસાએ ઘણા સૈનિકો તૈનાત કર્યા હશે. આથી મને એવું લાગે છે કે તમે સુરંગના જે માર્ગેથી આપણે પ્રવેશ્યા હતા. તે માર્ગેથી જ બહાર નીકળો. જે મહેલનો પાછળનો ભાગ હતો. મહેલના પાછળના ભાગેથી મહેલના કિલ્લાને ફરતે ફરતે તમે જેમ આગળ વધશો, ત્યાંથી થોડા દૂર એક શિવ મંદિર આવશે. શિવ મંદિરની દક્ષિણ બાજુએ તમારે દરિયા કિનારે જવાનો માર્ગ પકડવાનો રહેશે. ત્યાં જઈને તમારે તમારા જહાજને ઓળખવાનું છે.અગર એવું લાગે કે તમારા જહાજ પર સૈનિકોએ કબજો કરી લીધો છે તો તમારે કંઈ પણ ભોગે તેઓને છેતરીને જહાજને છોડાવવાનું છે. તમે સૈનિકોના વેશમાં છો આથી તેઓને છેતરવા થોડા સરળ રહેશે. તમારી પાસે છુપા હથિયારો પણ છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો રહેશે. મારી વાત તમને સમજ પડી કે નહીં..?"

" હા સમજી ગયા. ઠીક છે હું અને હર્ષિત સુરંગના બીજા માર્ગેથી બહાર નીકળીએ છીએ. ઑલ ધી બેસ્ટ એન્ડ ટેક કેર."

" રાજાજી..! લિઝા તમારી સાથે છે. ટેક કેર હર પ્લીઝ..! સુશ્રુત તું પણ સાચવીને ભાઈ..!"હર્ષિતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. તેને રાજા પર ભરોસો નહોતો. પણ પ્લાન મુજબ લિઝાને રાજા સાથે મોકલવી જરૂરી હતી.

" મને વિશ્વાસ છે આપણે આપણા પ્લાનમાં સફળ થઈશું જ. પણ ઇન કેસ જો ક્યાંય પણ પ્રોબ્લેમ આવે, તમને એવું લાગે કે અહીં તમે સલામત નથી તો બને તેટલું જલ્દી છૂપી રીતે તમારે આ સુરંગમાં આ જગ્યા પર આવી જવું. જેથી કરીને તમારી સલામતી બની રહે. હું આ રાજ્યને પાછુ મેળવવા ઈચ્છું છું, પરંતુ મારા આ અનમોલ મિત્રોને ભોગે નહીં. તો યાદ રાખશો કે આપણે સલામત રહીશું અને જરૂરથી પ્લાનને સફળ બનાવીશું. પરંતુ જો કંઈ પ્રોબ્લેમ કે સમસ્યા આવે તો પોતાના જીવને દાવ પર ન મુકતા અને સલામત રીતે અહીં આવી જજો. હું જાણું છું તમે ખૂબ જ હોશિયાર અને બહાદુર છો. સાથે સમજદાર પણ. આથી વધુ ન કહેતા, ઓલ ધ બેસ્ટ.આપણે જરૂરથી સફળ થઈશું."

To be continue...

મૌસમ😊