ત્રિભેટે - 15 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભેટે - 15

પ્રકરણ 15


નયન ની તબિયત થોડી ખરાબ લાગતી હતી અને ખૂબ જ થાક લાગતો હતો . સુમિતે કહ્યું "ઘણા દિવસ થઈ ગયા છે એવું હોય તો ચાલો આપણે પાછા જતા રહીએ ".એણે નનૈયો ભણતા કહ્યું કે "આવો મોકો ફરી ક્યારે મળશે ખબર નહીં જિંદગીમાં પાછા ક્યારે આ રીતે આપણે ત્રણેય મળશું છેલ્લે સાત વર્ષ પહેલા ગયો ત્યારે તમને નારાજ કરીને ગયો હતો. તમને ફોન કરતો તોય એક ભાર રહેતો. તમને બંનેને અમેરિકામાં ખૂબ મીસ કર્યા."

"મને તો આવું ઘણીવાર થાય છે એકાદ દિવસ આરામ કરીશ એટલે સારું થઈ જશે." ..

કવને કહ્યું "સારું બોલતા નહિ આવડતું અમેરિકા રહીને તે શરીર અને મન બંને બગાડી નાખ્યાં. કેમ મોકો ન મળે?"

"તારું આખું બોડીચેકઅપ કરાવવું જોઈએ" એ વાત પર ત્રણેય સહમત થયાં.સૂરત જઈ પહેલું કામ એ કરીશ એવાં
વચને એણે બંધાવું પડ્યું.

એક જશદિવસના આરામ પછી પાછી નયનની ગાડી પાટે ચડી ગઈ.

પાંચ છ દિવસ જતા રહ્યા તો પણ સુમિતના કંઈ પાછા આવવાના સમાચાર ન હોવાથી સ્નેહા અકડાઈ "હજી સુધી ક્યારે પાછા આવવાનું નક્કી નથી આ આ વખતે મહિનો રહેવાનો વિચાર છે કે શું ત્યાં જાય એટલે તું મને તો સાવ ભૂલી જ જાય."

સુમિતે કહ્યું "તું પણ આવતી હોય તો? " એ જાણતો હતો કે અહીં કવનનાં બાળકોને જોઈ સ્નેહા નો અભાવ વધારે ઘાટો થઈ જતો એટલે એ અહીં આવવાનું ટાળતી.

રજા લંબાઈ એવું લાગતું હોવાથી સુમિત્તે તો ત્યાંથી વર્ક ફ્રોમ હોમ માટેની એક મહિનાની પરમિશન લઈ લીધી.

આ બધા વચ્ચે કોઈ કામ વિના કે પૈસાની લેવડ દેવડ સિવાય

ક્યારેય નયનની પત્નીનો ફોન ન આવતો. એ બાકીના ત્રણ જણને ધ્યાનમાં આવ્યું.

એક વખત જ્યારે નયન આરામમાં હતો ત્યારે કવને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું મ"ને લાગે છે કે નયન મન અને શરીર બંનેથી ભાંગી ગયો છે. કંઈ છે જે જરૂર એ બતાવે છે કંઈ અલગ અને એના મનમાં કઈ અલગ ચાલે છે.

એ લોકોએ બે દિવસ સાપુતારા ની ટ્રીપ ગોઠવવાનૂં નક્કી કર્યું
રાજુને આ સાંભળી કબુલાત કરવાનું મન થયું પરંતુ હિંમત થઈ નહીં એટલે એણે ખતરો ટળી ગયો છે તેવું મન મનાવી લીધું.

એ લોકોએ સાપુતારા સાથે ડાંગ આખો ખુદવાનું નક્કી કર્યું.

આ સમય દરમિયાન રાજુએ રજા લઈ ઘરે જવાની માંગ કરી...તો ફાર્મની દેખરેખ કોણ રાખે તે પ્રશ્ન હતો.

સમજાવટના અંતે રાજુ તૈયાર થયોપરંતુ એનો પ્લાન એવો હતો કે આજે નીકળે એટલે ખેતી પણ પોતાના ગામ નીકળી જાય.

અંતે એણે બહાનું કર્યું કે બાપા બિમાર છે તો જવું પડશે...પણ ગામ ક્યાં દુર છે હું આંટો મારતો રહીશ. બાકી ચોકીદાર તો છે જ...એનાં મનમાંથી ભય સાવ ગયો નહોતો..

બીજા દિવસે સવારે એ છ એ જણાં નીકળી પડ્યાં...રાજુએ પુછ્યું " કવનભાઈ ટ્રેકર તો ઓન છે ને"એનું મન અમંગળ એંધાણ આપતું હતું કે ડર?એ એનેય ન સમજાયું..

કવને સહેજ નવાઈથી પુછ્યું " કેમ?અમારી પાછળ આવવાનો ઇરાદો છે.?

*************************************
પહેલાં સાપુતારાં પહોંચી ને આજુબાજુ ખુબ ફર્યા...કવનને વનસ્પતિઓ અને મધમાખીઓ વિશે જાણવાની ઈચ્છા વધું હતી તો નયનને ગીરાધોધ જવું કે કશું કર્યાં વિના પડ્યાં રહેવું હતું..પ્રકૃતિ કવન અને પ્રહર અલગ અને નયન સુમિત ને પ્રાગ અલગ એમ બે ગ્રુપ પડી ગયાં...રાત્રે હોટલમાં ભેગા થવું એમ નક્કી કર્યું.

પ્રાગ રસ્તામાં એની ચેનલનાં ટોપ ફેન જોતો હતો. ..એક પ્રફાઈલમાં એણે બ્લુ કાર જોઈ, થોડાં ખાખાખોળાં પછી...
એ કારમાં એ જ સિમ્બોલ , પરંતું ક્યાંય સાચા નામનો ઉલ્લેખ નહીં...રસ્તામાં એકખુબ સતર્ક હતો પણ એ સિમ્બોલ કે કાર કોઈ દેખાયું નહીં..

પહેલો દિવસ આયોજન મુજબ અને હેમખેમ ગયો..પ્રાગે કોઈ સાથે" ટોપ ફેન "વાળી વાત ન કરી..


બીજા દિવસે એ લોકોએ કરંજવા અને ડોન હીલ જવાનું નક્કી કર્યું. પ્રાગનું મન જવાનૂં નહોતું એને હવે સતત કોઈ એ લોકોને સ્ટૉક કરતું હોય એવું અનુભવાતું હતું . ડોનમાં કે કરંજવામાં કંઈ પણ ખાવા માટેની વ્યવસ્થા હશે નહીં એવું કહી અને પ્રકૃતિએ બધા માટે જમવાનું અને પાણીની વ્યવસ્થા અગાઉથી જ હોટલમાં જ કરી લીધી એ લોકો પહેલા કરંજવાનો ટ્રેક પૂરો કરી એનો ધોધ જોઈ અને ડોન જવા નીકળ્યા રસ્તામાં એ લોકોએ એક જગ્યાએ જમવા માટે ગાડી રોકી.

જમવા સાથે જ બધા લોકોને આખો ભારે થવા લાગી. નયન બોલ્યો મારું સુગર ખૂબ વધી ગયું છે કે તમને બધાને અંધારા આવતા હોય એવું લાગે છે..

સુમિતની આંખ ખુલ્લી ત્યારે એ લોકો કોઈ મોટા અંધારાં ગોડાઉન જેવી જગ્યામાં હતાં જુનવાણી ઢબનાં એ ગોડાઉનની છત ખુબ ઉંચી હતી.છેક છત પાસે એક અજવાળિયું હતું.ત્યાંથી સાવ આછો પ્રકાશ આવતો હતો.. જાણે આજુબાજુ ક્યાંક થોડે દૂર હેલોજન ફ્લેશ લાઈટ લગાવેલી હોય.

એની આંખોને આછા અંધારાથી ટેવાતાં વાર લાગી.
થોડીવાર પછી એને આજુબાજુ નજર કરી તો એના સહિત બધાનાં હાથ પગ બાંધેલા હતાં અને બધા હજી ઊંઘતા હતા કે કદાચ બેહોશ હતાં.

એણે બોલવાનો પ્રયાસ કર્યો પરંતુ એના મોઢા પર ટેપ લગાવેલી હતી......મમ....મુ....સિવાય કોઈ અવાજ. ન નીકળ્યો...

ક્રમશ:

@ ડો.ચાંદની અગ્રાવત