વિધવા હીરલી - 16 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિધવા હીરલી - 16

(ભાગ ૧૬)રઘુ રાધાની નજર મળવી
જ્યાં સુધી રાધા કાળા વસ્ત્રમાં હતી ત્યાં સુધી રઘુએ એકવાર પણ તેની સામે ન્હોતુ જોયુ, પણ જ્યારથી વસંતના ફૂલોની માફક ખીલેલી બાંધણીમાં જોઈ તો આંખોની સામે તે જ હયાત થવા લાગી. આજ છે સમાજ દ્વારા ઉભો કરવામાં આવેલો અંતરપટ. જે માનવીના દૃષ્ટિબિંદુ નક્કી કરે છે કે શું યોગ્ય છે? અને શું અયોગ્ય?

આખા રસ્તામાં રઘુ વહેમ હતો કે હકીકત, એ જ વિચારમાં હતો. રાધા બાંધણીમાં સ્વરૂપવાન લાગી રહી હતી. જોનારનું મન હરી લે એવી હતી.રાધાને જોયા પછી રઘુનુ મન રઘવાયુ થયુ હતુ. ફરી એને એ જ વસ્ત્રમાં જોવા માગતો હતો.રાત રાધાના જ વિચારોમાં રહી.
રાધાની નજર સામે, આયનામાં બાંધણી પહેરીને ઉભેલી રાધા જ દેખાઈ રહી હતી. મનના ભીતરમાં કાળી સાડીને સ્થાને બાંધણીએ સજવાની સંવેદના જાગી.એ જ કલ્પના સાથે રાત વિતી.ઉગતા પ્રભાતમાં, જીવનના કઈક નવા રંગો ભરે એવી જ અભિલાષા સાથે રાધા હીરલીના ઘર તરફ ભણે છે.ગામની સર્વ સ્ત્રીઓનો મેળો જોતા જ જામવા લાગ્યો. પણ આ બધું હંતોકડીને આંખમાં ખટકી રહ્યું હતું.તે મુશ્કેલી પેદા કરવાના ફિરાકમાં જ હતી. બધી સ્ત્રીઓ પોતપોતાના કામે લાગી જાય છે. રઘુ રાધાને શોધી રહ્યો હતો, એ રાધા કે જે બાંધણીમાં સજેલી હતી, રૂપાળી લાગી રહી હતી, પણ સામે હતી એ તો કાળા વિધવાના વસ્ત્રોમાં હતી.રઘુ અંતરથી તો કાલે સાંજે જે રાધા હતી તે જ દેખાય રહી હતી. થોડી થોડી વારે નજર રાધાના સામે કરતો જતો હતો અને પોતાનું કામ કરતો જતો હતો. રાધાને જાણ હતી કે રઘુ મને જોયા કરે છે, પરંતુ ભીતિ એ વાતની હતી કે કાલે બાંધણી પહેરી હતી તેથી કોઈને કહી ન દે એટલે તે નજર ચૂરાવીને ચહેરો છુપાવી રહી હતી. રઘુને એમ થયુ કે કદાચ હુ એની સામે જોવું છુ તે રાધાને ગમતુ નથી.

બપોર થાય એ પેહલા જ જે સામાન હતો તે પુરો થઈ ગયો.આવતીકાલે હીરલી, રાધા અને સવલી ત્રણે જણા શહેરમાં સાવિત્રીબેનની સંસ્થામાં જઈને આપી આવશે અને નવા સામાનની ખરીદી કરી લાવશે, એમ નક્કી થયું.બધો સામાન મૂકીને સ્ત્રીઓ ઘર તરફ વહી ગઈ. હીરલી અને કાનુડો પણ સૂકાં લાકડાં વીણવા માટે વગડામાં ગયા.ઘરમાં કોઈ ન હોવાથી હંતોકડી મોકાનો લાભ ઉઠાવે છે,બનાવેલી બાંધણી અને સુશોભનનો કેટલોક સામાન ચોરી લે છે.
" મુ પણ જોવું સુ ક શમ કરીન બધોનું પેટ ભર સ, અન બધો હીરલી ન જ દોષી માનહી. ગોમની નજરથી હીરલી ઉતરી જહ. કાલથી બધોનુ આવવાનું બંધ થઈ જહ." હંતોકડી પેટનું પાપ હીરલી માટે ઓકવા લાગી.

વગડામાંથી આવીને હીરલી ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ અજુક્તું થયાનો અણસાર આવી જાય છે. ઘરની વસ્તુ તહેસનહેસ પડેલી હોઈ છે.ઘરની સઘળી વસ્તુ ફંફોસી જુવે છે ત્યારે જ્ઞાત થાય છે કે કેટલીય બાંધણીઓ ઓછી હતી.મોટું નુકશાન વર્તાય રહ્યું હતું. તે ગાંડીઘેલી બની જાય છે.
" ગોમની સ્ત્રીઓન હું કહીશ તોઇ કોઈ મારી વાત નહિ મોન. મારા પર વિશ્વાસ નહિ કર."હીરલીની આંખો આગળ ઘેરો અંધકાર છવાઈ જાય છે.

થોડીવાર પછી પોતાની જાતને સ્વસ્થ કરે છે અને પેટીમાંથી એક દાગીનો કાઢે છે.
" દાગીનો વેસીને જ બધાનું ઋણ સુકવીસ."

સવાર પડતાંની સાથે જ રાધા હીરલીના ઘરે આવી ગઈ. શહેરમાં જવાની ખુશી એના ચેહરા પર સ્પષ્ટ વર્તાય રહી હતી.પણ હીરલીનો ચહેરો મુરઝાયેલા હતો, કેમ કે ગઇકાલે જે ચોરી થઇ તે કોઈનું કાવતરું હોઈ એમ લાગી રહ્યું હતું. જેથી ફરી પણ એવી આફત ઉભી થવાની શક્યતા હતા. હીરલી આજ વિચારોમાં ખોવાયેલી હતી.તે રાધાને આ વાત જણાવવા જ જતી હતી એટલામાં રઘુ આવી જાય છે.
" હીરલીભાભી, મારી માની તબિયત હારી નહિ તેમો , શેરમાં જવા માટ હું આવ્યો સુ."

"હારું કર્યું રઘુભઈ તમે આયાતો." એમ કહી હાથમાં સામાનનુ પોટલુ પકડાવે છે.
તે લોકો શહેર તરફ જવા નીકળ્યા.રઘુના હૈયામાં રાધા માટે સવેંદના હતી એટલે વારે વારે રાધા પર નજર નાખતો જતો હતો.રાધા પણ ત્રાસી નજર કરીને રઘુ તરફ જોઈ રહી હતી.એના મનમાં ભીતિ હતી એટલે રઘુને પૂછવા લાગી.

" મે બોધણી પેરી'તી એ વાત કોઇન કીધી તો નહીન?"
હસતા મુખે રઘુ બોલ્યો, " ના, કોઇન નહિ કીધુ. તમે બોધણીમાં રૂપાળા લાગતા હતા."
રાધા શરમાઈ જાય છે અને રઘુ સામે ધીમુધીમુ સ્મિત કરે છે.

" મન બઉ બીખ હતી ક તમે કોઇન કહી દેશો' તો."
" તેમાં તમે ચેહરો સુપાવી રહ્યા હતા ક હું?"
" હા, તેમો જ તો. અન તમે શમ મારા હામુ જોઈ રહ્યા હતા."
" મુ વિસાર કરતો ' તો ક ગઈકાલનો રૂપાળો ચેહરો આજ સમ ઉજ્જડ કાળા ચિથરમાં આવી જ્યો સ."

" મનમાં ઘણા હરખ હોઈ, પણ હું કરીએ. હવ તો આજ કાળો હાડલો જ નસીબમાં સ."

હીરલીનો જીવ સતત ગઇકાલની બનેલી ઘટનામાં જ પરોવાયેલો હતો.તે ચુપચાપ આગળ આગળ ચાલી રહી હતી અને પાછળ રાધા અને રઘુ વાતો કરતા કરતા આવી રહ્યા હતા.વાતોવાતોમાં રઘુ અને રાધાની નજર ક્યારે મળી જાય છે એ લોકોને ખબર જ નહિ.રાધાના ઉજ્જડ વગડા જેવા હૈયામાં વસંતનો વાયરો વાવા લાગ્યો, પ્રીતના પુષ્પોની કુંપણ ફૂટવા લાગી. રઘુનું હૈયું તો તે દીનું જ ઘવાયું હતુ.
" આ તો પાપ કેવાઈ " એમ રાધા મનમાં કેહવા લાગી અને લાગણીઓને અંતરમાં દબાવી લીધી.રાધા હીરલી પાસે જઈને,
" હીરલીભાભી, તમે શમ સુપસાપ સો.તબિયત હારી નહિ ક હું? "
હીરલી રઘુ ન સાંભળે એમ છાણીછૂપે રીતે ગઇકાલની બનેલી બધી વાત કરી.
" હવ હું કરશું આપડે? "

" તું સિંતા ન કર. બધું જ મે વિસારીને રાખ્યું સ.કોઈ ભૂખ્યું નહિ રહ."
એટલામાં શહેરમાં પ્રવેશ કરે છે. હીરલીની નજર ફરી તે કારખાના તરફ જાય છે.પણ ફરી નિરાશા સાથે આગળ વધે છે.થોડા આગળ જતાં જ નિરાશામાં નિસાસા નાખી રહેલી આંખોને આશાનું કિરણ ભાણભા દેખાય જાય છે. હીરલી અને ભાણભાની નજર એક થાય છે.રાધા અને રઘુને ત્યાં જ ઉભા રાખીને હીરલી ભાણભા પાસે જાય છે.
હીરલીની આંખોમાં જોતા જ ભાણભા પરિસ્થિતિનો તાગ મેળવી લે છે.
" શમ હીરલી તારું મોઢું વિલું થઈ જ્યું સ?"
હીરલીએ છુપાવેલા આંસુ ભાણભા આગળ વહી જાય છે.ગઇકાલની બનેલી ઘટના ભાણભા સમક્ષ પ્રગટ કરી. ભાણભા મદદનો હાથ લંબાવે છે.

" તમે મન કમજોર ન કરો. મું બધું જ હાસવી લઈશ. પરિસ્થિતિ હામે લડવાનો મારા હૈયામાં હામ સ." એમ કહીને હીરલી આગળ ચાલતી થઈ. ભાણભાના આશ્વાસન ભર્યા બે શબ્દોએ હીરલીમાં તાકાત જોકી દીધી હતી.કરમાયેલા ચહેરા પર ફરી કોમળતા પસરાય ગઈ. આજ તો છે પ્રેમની કોમળતા. પોતાના પ્રિયતમાને જોતા જ તનમાં પ્રસન્નતા આવી જાય છે.

હીરલી, રાધા અને રઘુ હવે સાવિત્રીબેનની સંસ્થામાં પહોંચી જાય છે. હીરલી તે લોકોને ત્યાં ઉભા રાખીને દાગીનો વેચીને આવે છે. બાંધણી અને સુશોભન માટેનો જરૂરી સામાન લઈને ઘર તરફ પ્રયાણ કરે છે. રઘુ અને રાધાની સતત નજર અથડાય રહી હતી.જેથી મંદમંદ સ્મિત બંનેના ચહેરા પર ફેલાઈ રહ્યું હતું.એમની નજર અથડાવાની રણકાર હીરલીને પણ સંભળાવવા લાગ્યો.તે ભીતરથી ખુશ થવા લાગી.પોતે જે પરિસ્થિતિ માથી પસાર થઈને ત્યાગ કરવો પડ્યો હતો, એવું રાધા અને રઘુ સાથે નહિ જ થવા દવ, મનમાં આજ કામના કરી રહી હતી.


ક્રમશ :........