"ગોર મહારાજ નું ખૂન થઈ ગયું છે....વિરજીભાઈ...તેમની લાશ તમારા મગફળી વાવેલા ખેતરમાં પડેલી હતી..."આવેલો માણસ થોડોક હાંફતો હતો....અને ડરતા ડરતા બધું બોલી રહ્યો હતો...એના મોઢા પર સાફ દેખાતું હતું કે આ તો ફક્ત શરૂઆત છે હજુ તો આગળ શુ થશે...
વિરજીભાઈ ની ભવિષ્યવાણી સાચી પડી...જંગ ચાલુ થઈ ગઇ હતી...
વિરજીભાઈ તરત જ વિચારમાં પડી ગયા....કોને કર્યું હશે આવું....એમને સનમ ને આ વાત ના કરવાનું મન માં જ નક્કી કર્યું..
પણ ગામના મુખ્ય ગોર મહારાજ મરી ગયા છે એ વાત ગામ માં જેમ આગ પ્રસરે એમ ફેલાવાની જ હતી...અને એ જ ઝડપે સનમ ને પણ વાત ની ખબર પડી ગઈ....
સનમ : હવે શું કરીશું???
વિરજીભાઈ : હવે કમ સે કમ એક અઠવાડિયું તો તેમના માટે શોક રાખવો જ પડે....તે ગામ ના વડીલ હતા...
સનમ : કાર્તિક આવશે તો ...
વિરજીભાઈ : તે આવશે તો તે હવે રોકાશે એના પરિવાર સાથે....
.
.
.
વિરજીભાઈને હવે સનમ ની વધારે પડતી જ ચિંતા થવા લાગી...ગામ માં ખૂન થયું છે તો તેની તપાસ એમને જાતે જ કરાવવાની હતી....એટલે એમને પોતાના વિશ્વાસુઓ ને વહેતા કર્યા કે જે શોધી શકે કે કોન હતું...
ત્યાં નિસર્ગ અને એની માં બન્ને એકબીજા સામે શક ની નજરે જોતા હતા...
લક્ષ્મીફોઈ : બેટા તું જ હતો ને આ કાળું કામ કરવામાં???
નિસર્ગ : મમ્મી હું નહતો...મને એમ છે કે તમે કર્યું હશે...
લક્ષ્મીફોઈ : ના..જે પણ હોય તે...સગાઈ તો દૂર ગઈ...એ જ આપણા માટે ખુશી ની વાત છે..
આ બન્ને નો હરખ સમાતો નહોતો આજે પણ નિસર્ગ હજુ છોકરો કહેવાય એટલે તે રાજી થઈ જાય પણ લક્ષ્મીફોઈ મંજાયેલા ખેલાડી હતા.તેમને પણ આ કોને કર્યું તે જાણવાની ઉત્સાહ ભાવના હતી..
ગામ માં એક ખૂનથી જ સન્નાટો છવાઈ ગયો હતો..
.
.
.
me : પપ્પા હું તમારી વાત માનીને તે છોકરી સાથે લગ્ન કરવા હવે તૈયાર છું...
પપ્પા : તારા પાસે થી આ જ આશા હતી...ભૂલ કરી પણ તે ભૂલ સુધારવા માટે તૈયાર થયો તે મોટી વાત છે..
દાદી : એ તો દીકરા લગ્ન કરવા તૈયાર થવું જ પડે ને...પેલીને ગર્ભવતી કરી નાખી છે...તે એમ ન સમજતો કે એમે તને માફ કરી દીધો..
મેં દાદીની વાતને નજરઅંદાજ કરી...અને મમ્મી ને બોલ્યો
me : સમાન વધારે પેક કરજો...અને બને એટલા વધારે કપડાં લેજો પહેરવાના...
પપ્પા : દીકરા આપણે પીકનીક માં નથી જતા ફરવા..ખાલી મળવા જઈએ છીએ...
me : વાતને સમજો પપ્પા...અને પપ્પા ત્યાં જઈએ તો કોઈ તે છોકરી પ્રેગનન્ટ છે તેનો ઉલ્લેખ ના કરતા...તેટલી મારા પર મહેરબાની કરજો...
દાદી : સાચું તો ભાઈ તે જ છે..અને હું તો બોલીશ...
me : જો પપ્પા તમે ઇચ્છતા હોવ કે હું આવું અને લગ્ન કરું તો plzz મારી વાત ને સમજો..તેના ઘરમાં કોઈને નહિ ગમે જો આવી વાતો કરશો તો.કમ સે કમ તે છોકરી પર તો દયા ખાવ...
પપ્પા : મારી જવાબદારી છે કોઈ ઊંધાસીધું નહિ બોલે..બસ તું તારી જવાબદારીથી ના ભાગતો...
અને એવામાં જ સવારે હું અને મારું ફેમિલી નીકળી ગયું...મારા ના પાડવા છતાંપણ મારા લગ્ન ગોઠવવા..એક ટાઈમ પર મને ખુદ પર જ પ્રાઉડ ફિલ થવા લાગ્યું કે વાહ...શુ મામૂ બનાવ્યા છે...મારી મરજી વિરુદ્ધ મારા જ મન નું કરાવે છે..
.
.
.
ધીમે ધીમે કરીને પપ્પા ગાડીને મારા બતાવેલા રસ્તા પર ચલાવતા રહ્યા અને આવી ગયું સોનગઢ.
પપ્પા : આટલા દૂર તું શું કરતો હતો..
દાદી : તારો છોકરો રખડેલ તો છે જ...જો અહીંયા આવીને બેઠો હશે...પેલી જતી હશે અને આ લાગી પડ્યો એની પાછળ...
બધા મને અલગ જ નજર થી જોતા હતા...
છેલ્લે મેં ગાડી વિરજીભાઈ ની હવેલી એ ઉભી રાખી..અને દાદી ગાડી ની અંદર જ બેઠા બેઠા બોલ્યા..
દાદી : આ કોની હવેલી એ લઇ આવ્યો તું મને...
પપ્પા : પાક્કું આ જ છે?? મને તો જરાય નથી લાગતું...
me : અરે વિશ્વાસ કરો મારો...આ જ છે...
દાદી : આટલા મોટા ઘરની દીકરી ઉઠીને આવા કામ કરે છે...એને શરમ નથી આવતી...
મમ્મી : જે પણ હોય તે હવે મારા દીકરાની વહુ છે...એટલે હવે બોલતા પહેલા વિચાર કરજો...
છેલ્લે મમ્મી એ ચુપકીદી તોડી....પણ મારા તરફ જોતા નહોતા..
me : અંદર જતા પહેલા બધાને કહી દઉ કે છોકરીને કોઈ પણ કાઈ ખરાબ નહિ બોલે...જે પણ થયું તેનો જવાબદાર હું જ હતો....ભલે હું તેના જોડે લગ્ન કરવા નથી માંગતો પણ....હવે હું સમજી ગયો છું...
એમ કહેતો હતો ત્યાંજ...જાનકી બહારની તરફ જ જતી હતી... ગાડીની બહાર મને જોઈને તે તરત ત્યાં આવી..
અમારું ધ્યાન નહોતું કારણકે અમે બધા ગાડીની બહાર નીકળતા હતા. જાનકી એ તરત આવીને બધાને પગે લાગી..હું તો ડઘાઈ જ ગયો...
સનમ ને આવીને આ લોકોને ઈમ્પ્રેસ કરવા જોઈએ એની જગ્યા એ આ જાનકી શુ કરે છે અહીંયા..
જાનકી : આવો બધા...અંદર....તમારું જ ઘર સમજજો એમ કહીને બધાને અંદર લય જવા લાગી....
દાદી બોલ્યા," સારી છોકરી છે...કમ સે કમ સંસ્કાર તો છે કે વડીલોને પગે લાગવું જોઈએ..કાર્તિક કરતા તો બહુ વધુ સંસ્કારી છે.."
me : અરે આ એ છોકરી નથી....આ એના ફોઈની છોકરી છે જાનકી..
પપ્પા : તો ઘરમાં હાલ કોઈ છે કે નહીં...આના સિવાય...
me : જાનકી..તારા મામા ક્યાં ગયા??
જાનકી : તે બહાર કામથી ગયા છે..તમે લોકો બેસો ને એ તો આવશે હવે સાંજે..
ત્યાં સેજલ આવી અને અને બધાને ચા પાણી આપી અને અમારો સમાન રૂમ માં મોકલાવી દીધો...
હું સેજલ ગઈ રસોડામાં તો એના પાછળ પાછળ ગયો...દાદી મારા તરફ જ જોતા હતા..
me : સેજલ સનમ ક્યાં છે??
સેજલ : તે આખી રાત સુતા નથી ચિંતા માં ને ચિંતામાં એટલે સવારે તેમને ઊંઘ આવી એટલે હજુ સુતા જ છે...
me : એનો રૂમ તારા થી ખુલી શકે...કારણકે તે અંદરથી બંધ દઈને સૂતી હોય છે...
સેજલ : આજે એમનો રૂમ ખુલ્લો જ છે કારણકે સવારે જ તે સુતા ..અને સવારે બધા રૂમ સાફ કરવાના હોય એટલે બધા દરવાજા ખુલ્લા જ હોય...અને ત્યારે જ એ સુતા હતા...તો અત્યારે બારણું ખુલ્લું જ હશે..
પછી હું જવા લાગ્યો ...
સેજલ : તમે ક્યાં જાવ છો અત્યારે??
me : સનમ ના રૂમ માં જાવ છુ...જો મારા દાદી બોલાવે તો કહી દેજે કે હું ફ્રેશ થવા ગયો છું...અને તું ત્યાં જ ઉભી રેજે ...બધું સાંભળજે..
સેજલ : ઉભા રહો તમે...
મને સમજાઈ ગયુ કે સેજલ મને સનમ ના રૂમ માં મોકલતા ખચકાય છે..
me : સેજલ ચિંતા ના કર....તને કોઈ કાઈ નહિ બોલે...
એમ કહીને હું સનમ ના રૂમ તરફ ખુશ થતો થતો ગયો..
જોયું તો દરવાજો બંધ હતો એને હળવો ધક્કો માર્યો તો ખુલી ગયો...હું અંદર ગયો અને બારણું બંધ કરી દીધું કે કોઈ આવીને અમને હેરાન ના કરે..
સેજલ ચાદર ઓઢીને સૂતી હતી...મને જ્યારે હું બેભાન માંથી હોશમાં આવ્યો તે સીન યાદ આવી ગયો...આમ જ તે સૂતી હતી...તેને જોઈને થયું કે જેટલા પણ લાફા ખાધા,માર ખાધી દાદી ના કટુવચન સાંભળ્યા.....બધા સાર્થક હતા..
હું એના બેડ પર ગયો અને એના એ જ વાળની લટ કે જે મને જ્યારે હું ગંભીર હાલતમાં થઈ ઉભો થયો ત્યારે મને પહેલી વાર એને જોવામાં નડતી હતી....આજે તે જ લટ મને પાછી નડી રહી હતી...
જાણે તે તેના ખુબસુરત ચેહરાની રક્ષા કરતી હોય તેવી રીતે દરવખતે વચ્ચે આવતી...જ્યારે તે ટ્રેકટર પર ચડીને નાચતી હતી...ત્યારે ગુલાબી કલર થઈ રંગાયેલા ચેહરા અને ગોગલ્સ હોવા છતાં પણ ત્યારે પણ તે લટ નડતી હતી...
આજે તો તે મારા પાસે હતી અને ન તો હું આજે બેભાન અવસ્થા માં છું કે ન તો હું તેને એક એક unkown girl તરીકે જોઈ રહ્યો હતો....હવે તે મારી હતી...
એટલે જ મેં મારા જ હાથેથી એના face પર પડતી લટ ને એના કાન ની પાછળ ધકેલી દીધી...અને હળવેકથી રહીને એના કપાળ પર કિસ કરી..અને બોલ્યો,"મોર્નિંગ ડાર્લિંગ...ઉઠી જા ચલ....જેમ તને ખબર પડે કે હું જાગુ છું એમ મને પણ ખબર પડે છે..."
એમ કહીને મેં એની બાજુમાં જગ્યા કરીને હું પણ સુઈ ગયો...
સનમ : શરમ કર...મને જાગવા નું બોલીને આળસુ તું કેમ સુઈ જાય છે....
સનમ ધીમે ધીમે ઊંઘમાં જ બોલી...
me : સફર નો થાક લાગ્યો છે...તો થોડું સુઈ નાખું..
એમ બોલ્યો ત્યાં જ સનમેં મને કસી લીધો...
સનમ : મને મળ્યા વગર તું જઇ જ કેવી રીતે શકે..
એમ બોલીને તે રડવા જેવી થઈ ગઈ..
me : તને મળવા બેસત તો તને ખબર જ છે..કે હું ના જઇ શકત...તું આવી રીતે જ મને tight પકડી રાખત તો હું જવાનો જ નહોતો...
સનમ : હવે તો હું પણ સાથે જ આવીશ..ભલે સગાઈ થાય કે ના થાય....લગ્ન થાય કે ના થાય..કોઈ આવે કે નહીં હું તારા સાથે જ આવીશ..
મને લાગ્યું કે તે ડરી ગઈ છે...મને ખબર નહોતી કે ગોરમહારાજ નું મર્ડર થઈ ગયુ છે એટલે સનમ ડરી ગઈ છે...
મને લાગ્યું કે બહાર બધા બેઠા છે તો હવે સનમને બહાર લઈ જવી જોઈએ બધા સામે એટલે જ મેં સનમને એકદમ સરખી રીતે નજીક લાવી અને એના કાન માં કહ્યું.
me : મારા ઘરેથી બધા માની ગયા છે...અને અત્યારે હું એમને લઈને આવ્યો છું...
સનમ બહુ ખુશ થઈ ગઈ...તે તરત જ ઉભી થઇ ગઇ..અને બોલી તું જા હું હમણે જ આવું છું તૈયાર થઈને..
me : હું અહીંયા જ રોકાઈ જાવ....તને મદદ કરીશ...કાઈ જોતી હશે તો....મને સારું મેચિંગ કરતા આવડે છે ....હું તને મદદ કરી શકું કેવા કપડાં પહેરવા છે...
એમ બોલતો હતો પણ એ ના માની અને કીધું કે સેજલ ને મોકલજે મારા પાસે અત્યારે જ...મારે કામ છે એનું..
પછી મને પણ થયું કે હજુ આવ્યો જ છુ અને સનમ ના રૂમ માં જ ઘુસી ગયો..દાદીને તો બોલવાની મજા આવી જશે..
પછી હું બહારની તરફ આવ્યો જ્યાં બધા બેઠા હતા...
જોયું તો લક્ષ્મીફોઈ,જાનકી,મારા દાદી મમ્મી બધા બેઠક જમાવીને બેઠા હતા....
સેજલ ને મેં પાસે બોલાઈ અને કીધું કે સનમ તને બોલાવે છે એને કૈક કામ હશે તારું...
ત્યાં જ સેજલ જતા જતા બોલી કે," તમારા દાદી અને લક્ષ્મીફોઈની જોડી જામી ગઈ છે..ફોઈ એ બહુ વાતો કરી .....તમે જોઈ લેજો તમારી રીતે..."
તમને શુ લાગે...લક્ષ્મીફોઈ એ મારી ગેરહાજરીમાં કેવી વાતો કરી હશે??સનમ બહાર આવશે ત્યારે દાદી ના રિએકશન કેવા હશે??જ્યારે મારા પરિવારને ખબર પડશે કે હું ખોટું બોલ્યો છું તો શું થશે ??મર્ડર કોને કર્યું?? જાનકી ઓવરકટિંગ કરી રહી છે કે તે હકીકતમાં આવી જ છે??ઘણા બધા સવાલ છે હજુ તો....પણ થોડાકના જવાબ લઈએ next partમાં..
?JUST KEEP CALM AND SAY RAM?
#keepsupport #staytuned #spreadlove
?????????????
DM me on insta : @ cauz.iamkartik
COMMENT. SHARE. FOLLOW.