રાવણોહ્મ - ભાગ ૪ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

રાવણોહ્મ - ભાગ ૪

ભાગ 

  બપોરે સોમ જમી રહ્યો હતો તે વખતે તેના મોબાઈલની રિંગ વાગી અને તેમાં અન્નોન નંબર એમ લખેલું આવ્યું એટલે સોમ સમજી ગયો કે બ્લેક્મેલરનો કૉલ હશે.

 

સોમે ફોનમાં જેવું હેલો કહ્યું સામેથી પૂછ્યું, “પૈસા તૈયાર છે?”

 

સોમે કહ્યું, “મને એક દિવસનો સમય આપો, હું કાલે પૈસા આપીશ.”

 

સામેથી કહ્યું, “કાલે નહિ આજે જ, આજે રાત્રે અને પૈસા ક્યાં મુકવાના છે તે હું ફોન કરીને કહીશ. આજે રાતે પૈસા નહિ મળ્યા તો તારા ફોટા ઇન્સ્પેક્ટર કુલકર્ણી પાસે પહોંચી જશે.”

 

સોમે કહ્યું, “ઠીક છે! પૈસા તો હું આપી દઈશ પણ પહેલા એ તો કહો કે નીલિમા ક્યાં છે?”

 

સામેથી હસવાનો અવાજ આવ્યો તેણે કહ્યું, “લાગે છે ચસ્કો લાગી ગયો છે તેનો ! તેનું કામ પૂરું થયું અને તે ગાયબ થઇ ગઈ. તેની સાથે વિતાવેલા એક એક ક્ષણનો હિસાબ લઈશ તારી પાસેથી.”

 

સોમે કહ્યું, “ઠીક છે! હું પૈસાની વ્યવસ્થા કરું છું.” અને ફોન મુકતી વખતે સોમના ચેહરા પર સ્મિત આવી ગયું.

 

તેણે ફટાફટ જમવાનું પતાવ્યું. તેને ઘણી બધી તૈયારીઓ કરવાની હતી. કોઈ સામાન્ય ગુનેગાર રાવણ સાથે ભીડવાની હિંમત બતાવે તો તેને પરચો તો બતાવવો પડે. તે પોતાની રૂમમાં પુરાઈ ગયો વચ્ચે એક વાર સેક્રેટરીને ફોન કરીને પૈસા મંગાવી લીધા. પૈસા તેણે એક બેગમાં ભર્યા અને બેગ ડિકીમાં મૂકી દીધી.

    

સાંજે પાયલ આવી એટલે પાયલે પૂછ્યું, “ટીવી જોયું?”

 

સોમે કહ્યું, “ના કંઈ ખાસ?”

 

પાયલે કહ્યું, “દરેક ન્યુઝ ચેનલ પર તું છવાયેલો છે.”

 

સોમે થોડી કરડાકીથી જોયું એટલે પાયલ હસવા લાગી અને કહ્યું, “ચીલ યાર! તું સેલિબ્રેટી છે આ બધું તો ચાલતું રહેવાનું. આ બધું સહન કરતા શીખવું પડશે અને એક શેર યાદ રાખજે બદનામ હુએ તો ક્યા હુઆ નામ ન હોગા!”

 

સોમે તેની વાત પર ધ્યાન આપ્યા વગર કહ્યું, “રાત્રે મારે રેકોર્ડિંગ છે, આવતા મોડું થશે.”

 

પાયલે પોતાનો અંગુઠો થમ્સ અપની મુદ્રામાં ઊંચો કર્યો અને કહ્યું, “ઓલ ઘી બેસ્ટ.”

 

  નવ વાગ્યા સુધી બ્લેક્મેલરનો ફોન આવી ગયો હતો. તેણે રાત્રે અગિયાર વાગે ફિલ્મસિટીની નજીકના સ્થળે પૈસા મુકવા કહ્યું હતું. દસ વાગ્યા એટલે સોમ ડ્રાઈવરને લઈને નીકળ્યો અને ફિલ્મસિટીના ગેટ પાસે પહોંચ્યો. ત્યાંથી તેણે ગાડી લેફ્ટમાં લીધી અને પચાસ મીટર આગળ એક ડસ્ટ બિન હતી, તેની નજીક બેગ મૂકી અને ખિસ્સામાંથી થોડી પાવડર ઉછાળી અને ડ્રાઇવિંગ સીટ પર બેસીને નીકળી ગયો.

 

તે નીકળ્યો તેના અડધા કલાક પછી એક પડછાયો પાસેના એક ઝાડ પરથી ઉતર્યો અને બેગ પાસે ગયો. તે બેગને ઉંચકીને ઝાડ પાછળ સંતાડેલી સ્કૂટરની આગળ તરફ ગોઠવી અને ત્યાંથી નીકળ્યો. લગભગ અડધો કિલોમીટર આગળ જઈને તેણે સ્કૂટર ઉભું રાખ્યું અને સ્ટ્રીટ લાઈટના અજવાળામાં બેગની ચેન ખોલી અને જોયું અંદર નોટોના બંડલ હતા અને એક પૂતળું રાખ્યું હતું. તેણે પૂતળું કાઢ્યું અને પાછળની તરફ ફેંક્યું અને જોતજોતામાં પૂતળું મોટું થતું ગયું અને સોમ બની ગયું.

 

સોમે કહ્યું, “તને શું લાગ્યું તું મને બ્લેકમેલ કરશે અને હું તને પૈસા આપી દઈશ. હવે તું આગળ આવ એટલે હું તારો ચેહરો જોઈ શકું.”

 

તે વ્યક્તિ ડરતાં ડરતાં થોડી આગળ આવ્યો. સોમ તેને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો. તેને આશા હતી કે કોઈ ક્રિમિનલ હશે, પણ તેને બદલે કોઈ પંદર સોળ વર્ષનો કિશોર હતો. તેનો ચેહરો પણ ક્યાંક જોયો હોય તેવું લાગતું હતું પણ સોમને યાદ ન આવ્યું કે અને ક્યાં જોયો છે.

 

સોમે પૂછ્યું, “તું તો સ્કૂલ કે કોલેજમાં ભણતો યુવક છે, તારે એવું ગુનાહિત કામ કરવાની શું જરૂર પડી” 

 

તે છોકરો સોમની કલાકારી જોઈને સુધબુધ ખોઈ બેઠો હતો, તેથી કંઈ બોલી ન શક્યો.

 

સોમે ત્રાડ પાડીને પૂછ્યું, “ફોનમાં તો બહુ ધમકી આપતો હતો, હવે બોલ નીલિમા ક્યાં છે? અને તું કોણ છે?” 

 

 

સોમની ત્રાડથી જાણે તે હોશમાં હોય તેમ એક પણ શબ્દ બોલ્યા વગર સોમની તરફ કૂદકો લગાવ્યો અને સોમને ધક્કો માર્યો. સોમ સાવધાન ન હોવાથી તે જમીન પર પડી ગયો. તે કિશોરે દોડીને પોતાનું સ્કૂટર સ્ટાર્ટ કર્યું પણ ત્યાં સુધીમાં સોમ ઉભો થઈને તેના સુધી પહોંચી ગયો હતો.

 

સોમે તેની ગરદન પકડી લીધી અને તેને ઉછાળીને દૂર ફેંક્યો. દૂર સુધી ઘસડાતો ગયેલો કિશોર ઉછળીને ઉભો થયો અને સોમની તરફ દોટ લગાવી, પણ હવે સોમ તૈયાર હતો થોડા સાઈડમાં ખસીને તેના પેટમાં મુક્કો જમાવ્યો. મુક્કો લગાવતી વખતે સોમે ધ્યાન રાખ્યું કે તેને કોઈ પ્રાણઘાતક વાર ન થાય. આમ પણ તેની ઉંમર જોયા પછી સોમની તેની સાથે લડવાની ઈચ્છા ન હતી.

 

તે ફક્ત પોતાની સુરક્ષા કરી રહ્યો હતો. પણ તે છોકરાના મગજ પર ધૂન સવાર હતી લડવાની. તે વારાફરતી સોમ પર હુમલા કરી રહ્યો હતો, જે સોમ નિષ્ફળ બનાવી રહ્યો હતો. ઘણી વાર સુધી આ બધું ચાલી રહ્યું હતું તેથી સોમને લાગ્યું કે હવે આના પર કાબુ મેળવવો પડશે એટલે સોમે તેનો ડાબો હાથ પકડીને મરોડ્યો એટલે કડાક એમ અવાજ આવ્યો. તે છોકરાનો ડાબો હાથ નકામો બની ગયો હતો, છતાં તેણે લડવાનું ચાલુ રાખ્યું .તે સોમ પર પગથી પ્રહાર કરવા ગયો એટલે સોમે તેનો પગ પકડીને નીચે પછાડ્યો અને તેની છાતી પર બેસી ગયો.

 

તેની છાતી પર બેસ્યા પછી કહ્યું, “હવે બસ થયું! તું મને કહે કે તું કોણ છે? અને નીલિમા ક્યાં છે?”

 

તે છોકરો વધુ જોર લગાવતો હતો એટલે સોમે તેની પાંસળીઓ પર ઢીંચણ મૂક્યું તો ત્યાંથી પણ કડાક એમ અવાજ આવ્યો. તે છોકરાની પાંસળીઓ તૂટી ગઈ હતી.

 

સોમે કહ્યું, “મારી સામે જોર ન લગાવ, હું તને કોઈ નુકસાન પહોંચાડવા નથી માગતો.”

 

તે છોકરો પહેલી વાર બોલ્યો, “હું તારી સામે કદી હાર નહિ માનું. આજે તું ભલે જીતતો હોય પણ એક દિવસ હું તને હરાવીશ.”

 

તેનું વાક્ય પૂરું થયું તે જ સમયે સોમના માથામાં પ્રહાર થયો અને સોમ નીચે પડી ગયો.પાંચ મિનિટ પછી સોમ જયારે હોશમાં આવ્યો ત્યારે ત્યાં તે છોકરો કે સ્કૂટર ન હતાં, ફક્ત તેની બેગ ત્યાં હતી. સોમે બેગની ચેન બંદ કરી. આછા પ્રકાશને લીધે સોમ જોઈ ન શક્યો કે તેમાં એક લોકેટ મૂકેલું હતું.સોમે ડ્રાઈવરને ફોન કરીને બોલાવી લીધો અને ઘર તરફ નીકળી ગયો.

 

ક્રમશ: