શિવાલી - ભાગ 21 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવાલી - ભાગ 21

શિવ શિવ આંખ ખોલ, ગોની શિવ ને હલાવી ને બોલે છે. સુતેલી ઝુકીલા જાગી જાય છે.

શુ થયું? શિવ શિવ.

શિવ ધીરે ધીરે આંખ ખોલે છે. એ ઝુકીલા અને ગોની ની સામે જોવે છે. ગોની હાથ નો ટેકો આપી એને બેસાડે છે. શિવ ને હજુ નબળાઈ લાગે છે.

શિવ હવે કેવું લાગે છે? ઝુકીલા એ પૂછ્યું.

સારું લાગે છે પણ શરીરમાં કળતર થાય છે. માથું ગોળ ગોળ ફરે છે.

તું ચિંતા ના કર સારું થઈ જશે. ઝુકીલા તું શિવ ને સંભાળ હું થોડા ફળ લઈ આવું. ગોની ફળ લેવા જાય છે.

ઝુકીલા બધું બરાબર છે ને? તમને લોકો ને વાગ્યું તો નથી ને?

ના શિવ તું ચિંતા ના કરીશ. અમે બન્ને બરાબર છીએ.

માફ કરજે હું તમારી કોઈ મદદ ના કરી શક્યો.

શિવ તું એવું ના બોલીશ. બધું જ બરાબર છે. તું જલ્દી સારો થઈ જા હજુ આપણે આગળ વધવાનું છે.

લે ઝુકીલા શિવ ને આ ફળ આપ. શિવ હવે કેવું લાગે છે?

સારું છે ગોની. માફ કરજે હું તમારી કોઈ મદદ ના કરી શક્યો.

શિવ અમને મદદ ની જરૂર નથી. અમે બરાબર છીએ. તને વધારે વાગ્યું છે.

ખબર નહિ પણ માથું ખૂબ ભારે લાગે છે. બધું ગોળ ફરે છે ગોની.

શિવ તને આરામ ની જરૂર છે. થોડો આરામ કરીશ તો સારું થઈ જશે.

ના ગોની આરામ કરવાનો સમય નથી. ત્યાં શિવાલી તકલીફમાં છે. મારે એને છોડાવાની છે. ખબર નહિ એની શુ હાલત હશે? ચાલ ગોની.....

અરે અરે શિવ તારી હાલત એવી નથી કે તું મુસાફરી કરી શકે. હજુ તારા શરીરમાં નબળાઈ છે.

ના ગોની હું આરામ કરીશ તો મને પાછા જવામાં મોડું થશે.

ત્યાં ઝુકીલા તેની પાસે આવી ને જળીબુટ્ટીઓ માંથી બનાવેલ ઉકાળો તેને પીવા આપ્યો. શિવ તું આ પી લે તને સારું લાગશે.

હા ઝુકીલા મારે આગળ ચાલવાનું છે તું મને એવી જળીબુટ્ટી આપ કે હું સારો થઈ જાવ. મારે શિવાલી પાસે જવાનું છે.

હા શિવ પહેલા તું આ પી લે તને જરૂર સારું લાગશે. આ પીધા પછી તને શક્તિ આવશે અને તારો દુખાવો ઓછો થઈ જશે.

શિવ ઉકાળો પી લે છે ને થોડીવારમાં પાછો સુઈ જાય છે.

તે શુ આપ્યું એને? એ કેમ આમ પાછો સુઈ ગયો ઝુકીલા?

શાંતિ રાખ ગોની શાંતિ. એને કઈ નથી થયું. થોડીવારમાં એને સારું થઈ જશે. જો હું એને કઈ કહેતી તો એ માનવાનો નહોતો. ને એટલે મેં પહેલા થી જ આ ઉકાળો બનાવી દીધો હતો. એના ઘા માં ભરાવ આવવા લાગશે. તેની શરીર ની કળતર દૂર થઈ જશે.

એવું કેવી રીતે બને શિવ ના ઘા ઊંડા છે. તેને ભરાતા સમય લાગશે.

આ અમારી ચમત્કારી જળીબુટ્ટી છે. જે મને દાદા એ આપી હતી. આના થી ઘા જલ્દી ભરાય છે અને દુખાવો દૂર થાય છે.

ઝુકીલા આ જંગલમાં આવી ગણી જળીબુટ્ટી હશે ને?

હા ગોની, પણ તું કેમ પૂછે છે?

ઝુકીલા મારા પિતા એક વૈદ્ય છે. હું પણ એમને કામમાં મદદ કરું છું. તું મને આ જળીબુટ્ટીઓ વિશે માહિતી આપી ને તેનો ઉપયોગ કરતા શીખવીશ?

તને કોઈ જળીબુટ્ટી ની ખબર છે ખરી? ઝુકીલા એ મજાકના સૂરમાં પૂછ્યું.

કેમ તને શુ લાગે છે? મને નથી ખબર એમ?

હા કેમકે તારું કામ હાથીઓ ને કાબુ કરવાનું છે. તારી એમાં મહારથ છે.

એ મારુ કામ છે પણ જળીબુટ્ટીઓ ની માહિતી એ મારો શોખ છે. તું મને જો શીખવીશ તો હું જંગલ ની બહાર ના લોકો ની મદદ કરી શકીશ.

હું તને જરૂર શીખવીશ. દાદા કહે છે કે જે કામ થી બીજાનું ભલું થતું હોય તે કામ કરવામાં ક્યારેય પાછી પાની ના કરવી.

ઝુકીલા જે જળીબુટ્ટી લાવી હતી તેની બધી માહિતી ગોની ને આપી.

હવે શિવ ને હોંશ આવવા લાગ્યો હતો. ઝુકીલા અને ગોની તેની પાસે આવી ગયા. હવે કેવું છે શિવ? ગોની એ પૂછ્યું.

શિવ ઝુકીલા ની સામે જોવે છે. શુ આપ્યું હતું મને?

ઝુકીલા હસવા લાગી, દવા હતી શિવ. બોલ કેવું છે હવે?

સારું લાગે છે. દુઃખાવો એકદમ ઓછો થઈ ગયો છે. ને પહેલા કરતા સારું છે.

તો ચાલ હવે મુસાફરી ચાલુ કરીએ, ગોની બોલ્યો.

ચાલો. ત્રણેય જણ ત્યાં થી ચાલવા લાગ્યા. પણ થોડીવાર રહી શિવ ઉભો રહી ગયો.

ઝુકીલા એ તેને ઉભેલો જોઈ પૂછ્યું, શુ થયું શિવ? કેમ ઉભો થઈ ગયો?

ઝુકીલા મને લાગે છે કે આ પહેલા હું અહીં આવેલો છું. આ રસ્તો જાણે જાણીતો લાગે છે.

ગોની તરત જ તેની પાસે આવી ગયો, તું ક્યારે અહીં આવ્યો? આપણે અહીં પહેલીવાર જ આવ્યા છીએ.

હા ગોની મને ખબર છે પણ ખબર નહિ મને કેમ એવું લાગે છે.

ઝુકીલા આ તારી દવા ની તો અસર નથી ને? જો આને ભ્રમણા થવા લાગી છે.

ઝુકીલા ગુસ્સામાં ગોની સામે જોવે છે ને ફરી ચાલવા લાગે છે. શિવ ચાલ આપણે ચાલવાનું મોડું ચાલુ કર્યું છે હમણાં રાત થઈ જશે.

ને શિવ બોલ્યા વગર ચાલવા લાગે છે.

આ બાજુ હવેલી પર બધા કાગડોળે શિવ ની રાહ જોઈ રહ્યા છે.

પંડિતજી શિવ બરાબર તો હશે ને? એને શાઉલ ની આત્મા મળી હશે? રાઘવભાઈ એ પૂછ્યું.

ખબર નહિ રાઘવભાઈ પણ શિવ ખાલી હાથે પાછો નહિ આવે એની મને ખાતરી છે.

હા પંડિતજી મને પણ શિવ પર પૂરો ભરોસો છે, ચારુબેન બોલ્યા.

પંડિતજી આપણે જાણી ના શકીએ કે શિવ ક્યાં છે? શુ કરે છે? રમાબેને પૂછ્યું.

ના રમાબેન તમે ચિંતા ના કરો એ બરાબર હશે.

ભગવાન ભોળાનાથ તેની રક્ષા કરે, રમાબેન બોલ્યા.

ગોની હવે મારા થી નહિ ચલાય.

કઈ નહિ શિવ આપણે રોકાઈ જઈએ. હું સારી જગ્યા શોધી લઉં.

આ પથ્થરાળ જમીન છે એટલે ચાલવામાં તકલીફ પડે છે, ઝુકીલા બોલી.

હા ઝુકીલા ચઢાણ કપરું લાગે છે. ને શરીરમાં નબળાઈ પણ લાગે છે.

કઈ નહિ શિવ હું તને જળીબુટ્ટીની દવા આપીશ એટલે સારું થઈ જશે.

ચાલો ત્યાં એક સારી જગ્યા છે આજની રાત ત્યાં જ આરામ કરીએ. બધા ગોની સાથે ગયા.

ગોની તું શિવ ના ઘા સાફ કરી દે. પછી હું તને જળીબુટ્ટી નો લેપ આપું તે લગાવી લે.

સારું ઝુકીલા. ગોની શિવના ઘા સાફ કરે છે. ઝુકીલા આ તો રુઝાવા લાગ્યા છે.

મેં તો કહ્યું હતું તને. આ લે લેપ લગાવી દે. ને ફળ છે તે પણ ખાઈ લો. હું શિવ માટે ઉકાળો બનાવી દઉં.

શુ વિચારે છે શિવ?

ગોની બહુ સમય થઈ ગયો મને અહીં આવે. પણ હજુ સુધી શાઉલ ની ગુફા મળી નથી. ત્યાં શિવાલી કેમ હશે? શુ કરતી હશે?

શિવ તું ચિંતા ના કર આપણે જલ્દી જ શાઉલ ની ગુફા શોધી લઈશું. ને શિવાલી પણ સારી જ હશે. તું ભગવાન પર ભરોસો રાખ.

બસ એનો તો ભરોસો છે ગોની. કેટલા બધા દિવસ થી આપણે આ જંગલમાં રખડીએ છીએ પણ હજુ સુધી આપણે ક્યાંય પહોંચ્યા નથી.

શિવ તું ખોટી ચિંતા કરે છે. આપણે અડધા ઉપર જંગલ ખૂંદી વળ્યાં છીએ. બસ હવે થોડું જ બાકી છે. મને આશા છે કે જલ્દી આપણને શાઉલ ની ગુફા મળી જશે, ઝુકીલા બોલી.

શિવ કઈ બોલતો નથી પણ તે ઉદાસ થઈ ગયો છે. ઝુકીલા તેને ઉકાળો પીવડાવે છે. ને પછી બધા આરામ કરવા લાગે છે. ઝુકીલા અને ગોની પણ શિવ ની હાલત થી ચિંતિત છે.

રાત્રીના ત્રીજા પહોરમાં શિવ જોરથી બૂમ પાડે છે, કનકસુંદરી ને જાગી જાય છે.

ઝુકીલા અને ગોની પણ જાગી જાય છે. શિવ કેમ બુમો પાડે છે? શુ થયું?

ગોની રાજકુમારી ચન્દ્રપ્રભા એ કનકસુંદરી ને મારી નાંખી. મારી કનકસુંદરી ને મારી નાંખી ને હું કઈ ના કરી શક્યો. ગોની હું કઈ ના કરી શક્યો. શિવ રડવા લાગે છે.

શિવ શિવ આમ જો કોઈ એ કોઈ ને નથી મારી નાંખ્યું. આપણે જંગલમાં છીએ. ને જો આ ઝુકીલા પણ છે.

શિવ એકદમ સજાગ થઈ જાય છે. તેના મગજમાં અલગ અલગ દ્રશ્યો ઉભરાવા લાગે છે. શિવ એ દ્રશ્યો ને જાણે છે સમજે છે. તે અચાનક આંખો બંધ કરી દે છે.

ગોની મને બધું યાદ આવી ગયું શિવ એકદમ ઉત્સાહમાં આવી જાય છે. ગોની મને યાદ આવી ગયું. હુંજ સમરસેન છું. ને શિવાલી કનકસુંદરી છે. અમારો અધુરો પ્રેમ આ જન્મમાં પૂરો થશે. ગોની ગોની ..... શિવ ખુશી નો માર્યો કૂદવા લાગે છે.

તે ઝુકીલા ને પકડી ને ગોળ ફેરવી દે છે. ઝુકીલા હવે તારે ચિંતા કરવાની જરૂર નથી મને યાદ આવી ગયું છે કે શાઉલ ની ગુફા ક્યાં છે.

શુ વાત કરે છે શિવ? તને ખબર છે, ઝુકીલા બોલી.

હા ઝુકીલા મને ખબર છે. ચાલો જલ્દી ચાલો આપણે ત્યાં પહોંચી જઈએ. હવે શિવાલી ને હું છોડાવી લઇશ.

શાંત શાંત શિવ, ગોની બોલ્યો. જરા ધીરો પડ. હજુ રાત્રી છે. આપણે સવારે ત્યાં જઈશું.

ના ગોની સવારે નહિ અત્યારે જ. હવે હું વધારે રોકાય શકું તેમ નથી. હવે મને રસ્તો ખબર છે આપણે જલ્દી ત્યાં પહોંચી જઈશું. ને હું શાઉલ ની આત્મા ને મનાવી મારી સાથે લઈ જઈશ.

ઝુકીલા બોલી શિવ આપણે સવારે મુસાફરી ચાલુ કરીશું. હજુ અંધકાર છે. આપણ ને રસ્તો બરાબર નહિ દેખાય.

ના ઝુકીલા તું મશાલ બનાવી લે. મશાલના ઉજાસ માં આપણે ત્યાં પહોંચી જઈશું. પણ હવે રોકવું નથી.

શિવ કોઈ ની વાત માને તેમ નથી. ગોની અને ઝુકીલા મશાલો બનાવે છે. ને શિવ ભગવાન નો આભાર માનવા લાગે છે. તેની ખુશી ની કોઈ સીમા નથી અત્યારે. તેઓ અંધકારમાં મશાલના ઉજાસમાં ફરી ચાલવાનું શરુ કરે છે. હવે શિવ આગળ ચાલી ને માર્ગદર્શન કરે છે.

અંધકારમાં કઈ વધારે દેખાતું નથી. પણ ઝુકીલા ને કઈક અજુગતું લાગે છે.

શિવ કઈ અજુગતું નથી લાગતું?

શુ ઝુકીલા? મને કઈ નથી લાગતું.

લાગે છે જાણે કોઈ આપણી સાથે ચાલે છે.

ના કોઈ નથી. તને ભ્રમણા થતી હશે, ગોની બોલ્યો.

ના ગોની કઈક તો છે. મને ભ્રમણા નથી થતી.

ઝુકીલા તે પણ પેલી દવા પીધી લાગે છે, ગોની એ મજાક કરી.

ઝુકીલા ગુસ્સામાં, જો તું વધારે ના બોલ ગોની. મને જે લાગ્યું તે કહ્યું.

શિવ પણ ઉભો રહી ગયો. હા ઝુકીલા કઈક અજુગતું છે.

શિવ કઈ જ નથી આ ઝુકીલા તો એ બોલતો હતો ત્યાં કોઈ એ એને ઉપર ઉઠાવી લીધો. ગોની ઉપર નીચે ચારેબાજુ જોવા લાગ્યો. ઝુકીલા અને શિવ ડરી ગયા.

શિવે બૂમ પાડી ગોની ગોની તું ઉપર કેવી રીતે ગયો?

શિવ કોઈ એ મને ઊંચકી રાખ્યો છે. મને નીચે ઉતાર શિવ.

પણ ગોની કોઈ દેખાતું નથી. ત્યાં ગોની નીચે પછડાયો. ને જોર જોર થી હસવાનો અવાજ આવવા લાગ્યો. ત્રણેય જણ ડરી ગયા.

ત્યાં ઝુકીલા ને કોઈ એ ઉપર ઉઠાવી લીધી. ઝુકીલા જોર જોર થી બૂમો પાડવા લાગી શિવ શિવ.

શિવ અને ગોની ચારેતરફ જોવા લાગ્યા પણ કોઈ દેખાતું નહોતું. ઝુકીલા છૂટવા માટે પ્રયત્ન કરી રહી હતી. પણ કોઈ ફાયદો ના થયો.

શિવે ઝુકીલા ના પગ પકડી લીધા અને તેને ખેંચવા લાગ્યો. ને અચાનક ઝુકીલા શિવ ઉપર પડી પણ ગોની એ બન્ને ને સંભાળી લીધા. ત્રણેયે દોડવાનું ચાલુ કરી દીધું. તો તેમની આગળ એક આકૃતિ ઉભી થઈ ગઈ. ત્રણેય ના પગ ત્યાં થંભી ગયા.

શિવ આ કોઈ ભૂત પ્રેત લાગે છે. હવે શુ કરીશું? ગોની બોલ્યો.

હા શિવ ગોની સાચું કહે છે. શુ કરીએ?

ઝુકીલા ડરીશ નહિ આનો ઉપાય છે મારી પાસે. શિવે પોતાના ગળાનું લોકેટ કાઢી ને પેલી આકૃતિ તરફ કર્યું. પેલી આકૃતિ ધીરે ધીરે પીગળવા લાગી. શિવે તે આકૃતિ આખી પીગળી ના ગઈ ત્યાં સુધી લોકેટ તેની તરફ ધરી રાખ્યું.

બધા એ આરામ નો શ્વાસ લીધો.

આભાર શિવ બચી ગયા નહીંતો આ ભૂત ખબર નહિ શુ કરતું? ગોની બોલ્યો.

હા ગોની મને ખરા સમયે આ લોકેટ યાદ આવી ગયું
મને પંડિતજી એ આપ્યું હતું ને કહ્યું હતું કે તે બુરી બલાઓ થી રક્ષણ કરશે.

સારું થયું કે તને યાદ આવી ગયું નહીંતો આવી જ બનતી, ઝુકીલા બોલી.

ત્યાં ગોની જોર થી બરાડ્યો શિવ ઝુકીલા જલ્દી આ તરફ જુઓ. જલ્દી આ જુઓ શુ છે?

ક્રમશ.....................