" પરીન... "જીયાએ ધીમે ધીમે આંખો ખોલતા પરીનને પોતાની સામે જોતા ચહેરા પર સ્માઈલ લાવતા બોલી.જીયાના મોઢેથી પોતાનું નામ સાંભળી પરીન શૉક્ડ થઈ ગયો . શુ જીયાને બધુ જ યાદ આવી ગયું હશે ? પરીન ખુશ પણ હતો અને આશ્ચર્ય પણ. તે તરત જ જીયા પાસે આવ્યો." જીયા , આરામથી.. " પરીને જીયાને વ્યવસ્થિત બેસાડી અને ડોક્ટરને બોલાવવા જતો રહ્યો. જીયા હવે એકદમ નોર્મલ થઈ ચૂકી હતી. આ વખતે હોશમા આવીને તેણે એકપણ વખત સમર્થનુ નામ નહોતું લીધું. પણ પરીન સતત ચિંતામા હતો. તેણે સમર્થના મોઢેથી જીયાનો ભૂતકાળ તો જાણી લીધો હતો પણ શુ બધું સમર્થે કહ્યું એમ જ થયું