લખવું એ હંમેશા મારો પહેલો શોખ રહ્યો છે પણ આ કદાચ પહેલો મોકો છે કે જ્યારે હું મારા વિશે લખી રહ્યો છું.મારા વિશે હું એટલું જ કહીશ કે હું મારા જીવનને પ્રેક્ટિકલી જીવવામાં માનું છું અને મારા દરેક લખાણમા પણ તમને તેની જ ઝાંકી જોવા મળશે.મારી દરેક નવલકથામાં તમને જીવનનો એક એવો સાર જરૂર મળશે કે જે તમારા જીવનમાં ક્યારેક તમને કામમાં આવે અને તે કરવામાં હું જેટલો વધારે સફળ રહીશ તેટલો જ મારા દિલને આનંદ મળશે અને તે જ મારા માટે મારી એક લેખક તરીકેની કારકિર્દીનું સૌથી મોટું ઇનામ પણ હશે.

    • (11)
    • 1k
    • (24)
    • 926