Hey, I am on Matrubharti!

આ દુનિયામાં બે જ પ્રકારના વ્યક્તિઓ છે એક પાગલ અને બીજા સ્થિર.પોતાનો લક્ષ્યાંક હાંસલ કરવું હોય તો પાગલ બનો નહીં તો દુનિયા પોતાના લક્ષ્યાંક હાંસલ કરવા તમને સ્થિર ભાવે રાખી લેશે હવે , નક્કી તમારે કરવાનું છે કે તમે પાગલ છો કે સ્થિર કર્મમાં પાગલ ને દાન માં સ્થિર😊😊
#પાગલ

વધુ વાંચો

                             વેદના


        અંતરના ઊંડાણેથી મારે કાઢવી'તી વેદના ,
        આંખોના ઉજાસ તળે દબાવી'તી વેદના ;

       હોઠોના મલકાતા હાસ્ય પાછળ છુપાવી'તી વેદના ,
       બાળપણ ની મીઠી યાદો સંગ દબાઈ'તી વેદના;

       હૃદયની લાગણીઓ સંગ ઝગમગતી'તી વેદના;
       ક્યારેક ફૂલોના છોડ સમ કરમાઈ'તી વેદના!!

       ખટપટ ના ખોળામાં રમતી'તી વેદના;
       ઉપાધિ ના ઓળામાં ભમતી'તી વેદના,

       વિરહનો વણ ઉકેલ્યો રાખે છે વેદના;
       આંખોની ભીનાશ ને તાજી રાખે છે વેદના,

       પંખીના કલરવમાં નહોતી દેખાતી વેદના;
       પણ કપાયેલા ટહુકામાં તો સમાય'તી વેદના,

       પાણી જેમ ગાળીને વાણી સંગ વર્ણવી'તી વેદના;
       પણ, ક્યાં બધાને સમજાય છે અંતર-મનની વેદના!!

       જીવનના મેઘ ધનુષ્ય માં છલકાતી'તી વેદના,
       ખુશીને વિખેરીને મનમાં મલકાતી'તી વેદના;

       આ વેદનાના બોજ તળેથી થવું'તું મારે આઝાદ;
       સુખદુઃખની ઝંઝટમાંથી છૂટવુ'તું મારે આબાદ,

       કુદરતનો અફર ને અતૂટ નિયમ કે,
       મળે છે પ્રત્યેકને સ્વ-કર્મ ફળ સમી વેદના!!

      વિનવ્યું પ્રભુને કે, કર મને આ ઝંઝાડ માંથી આઝાદ;
      કહે પ્રભુ! 'બની જા વૈષ્ણવજન છૂટી જાય આબાદ!!'

- દર્શન સોની

વધુ વાંચો

ચંદ્ર ,ચંદન ને ચહેરો, બધાને પોતાની એક આગવી વિશેષતા છે, ત્રણેય પોતપોતાનો રંગ બદલે છે,, પોતપોતાના સમયે!!
#ચહેરો

વધુ વાંચો

માન એ એક એવી વસ્તુ છે કે જે, આપો તો મળે ને ના આપો તો માણસ અંદર ને અંદર સડે!!
#માન

બાળક ; જો એક જ શબ્દ માં કહેવું હોય તો બાળક, બાકી જિજ્ઞાસુ ની તો બ્યાખ્યાં જ અલગ છે !!!તમે બાળક હોય કે યુવાન ,આધેડ હોઈ ક વૃદ્ધ પરંતુ જો તમે જિજ્ઞાસુ છું તો તમે બાળક જ છો !!!
#જિજ્ઞાસુ

વધુ વાંચો

જેને તમારી કિંમત છે એની કિંમત સમજી લો ,
કારણકે કિંમતી વસ્તુઓ જિંદગીમાં વારેવારે નથી મળતી અને જે તમારું છે જ નહીં એ તમારું ક્યારેય થવાનું નથી માટે તેની વધારે પડતું કિંમતી ના બનાવો, ક્યાંક એવું ન થાય કે તમારી પાસેથી ખરીદ કિંમત એ વ્યક્તિને તમારે ગુમાવવી પડે!!
#કિંમત

વધુ વાંચો

#જન્મ
ઘણી ખરી વેદના પેટ માં વેઠ્યા પછી એક બાળકનો જન્મ થાય છે,
ઘણા ખરા બલિદાનો વેઠ્યા પછી એક ઇતિહાસ નો જન્મ થાય છે,
ઘણા ખરા ટાંકણાના ઘા વેઠ્યા પછી એક કલાક મૂર્તિનો જન્મ થાય છે,
ઘણા ખરા હથોડા ના ઘા વેઠ્યા પછી સોનાના દાગીના નો જન્મ થાય છે,
ઘણા ખરી આશાઓના અંત પછી એક અનુભવ નો જન્મ થાય છે,
અને ઘણા ખરા અનુભવના નિચોડ થી એક સફળતા નો જન્મ થાય છે!!

વધુ વાંચો