Hey, I am on Matrubharti!

રાધા, રૂકમણીને જગ આખે વખાણી,
ઝાંસી, મરિયમ આજ કેમ ભૂલાણી?

તને જોઈને હૈયું મારુ થનગનાટ કરે છે,
આ અઘરો પર તારા શબ્દો મલકાટ કરે છે.

નક્કી વાદળને આભથી કંઇક ઓછું પડ્યું છે,
તેથી જ તો મૌન રહીને એ ચોધાર રડયું છે.

પ્રેમ પુરુષના જીવનનું એક વાક્ય છે.
જ્યારે
સ્ત્રી માટે આખુ પુસ્તક.

📗સાહિત્ય સંગ્રહ ✒સ્પર્ધા
🌹ચિત્ર પરથી 🌹

લઘુ વાર્તા...


👉🏻 સિંદૂરી સંધ્યાની લાલિમા આંખોમાં ભરાતા એની કાળી આંખો બહુ સુંદર લાગતી .નોકરીમાંથી છૂટીને રોજની જેમ ઉતાવળે ડગે જઈ રહી હતી, બસ પકડવાની હતી ,બસ નો સમય થવા આવ્યો છે ,ત્યાંજ અચાનક વોટ્સએપ પર મેસેજ આવ્યો ,હું આવું છું લેવા ચિંતા ના કરો .વાંચતાજ રેશ્માના હૃદયમાં અનહદ આત્મિયતાના તંતુ વણાઈ ગયા .રેશ્મા બસ સ્ટોપ પર આરવની રાહ જોતી ઉભી રહી.રેશ્માના મનમાં વિચારો સ્ફુરવા લાગ્યા .એકાંતમાં લાલીમય સંધ્યામાં બેસી આરવને સુખ દુઃખની મનભરીને વાત કરું ,પણ અંત:કરણની લાગણીઓ રેશ્મા વ્યક્તના કરી શકી.છતાં આરવ રેશ્માના મનને સમજીને વાંચી ગયો.ધીરે -ધીરે સમય પસાર થતો ગયો બન્ને વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ ગઈ.એકબીજા બોલ્યા વગર બંધાયો હતો ઋણાનુબંધ.આપણાં "શરીર બે પણ પ્રાણ એક".હું અને તું રેલવેના બે પાટાની જેમ આજીવન તો બન્ને છેક સુધી સાથે-સાથે અને આમ બન્ને સાવ અલગ-અલગ ક્યાંય મળે જ નહીં .બન્ને પુસ્તકના પૃષ્ઠ જેવા અલગ-અલગ છતાં પાસ-પાસે ઋણાનુબંધ ની દોરીથી બંધાયેલા.આ તે કેવો ઋણાનુબંધ ! હા આ છે આત્મિયતા .નિઃસ્વાર્થ લાગણીની બંધાયેલી આ મૈત્રી પરમ તત્વને પ્રાપ્ત થઈ છે .રેશ્મા અને આરવ બન્ને એકબીજા ના આત્માથી જોડાયેલા ,વિકાર તો લેશમાત્ર નહિ .શાયદ કળિયુગનું આ મૈત્રીનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એવું કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી. વર્ષો પછી રેશ્મા અને આરવે ડૂબતા સૂર્યના લાલીમા અને હૂંફ ભર્યા વાતાવરણમાં શરીર પર કરચલી પડેલી ત્યારે પોતાની અંતઃ કરણ ની વાત મૌન તોડી એક ઢળતી...સાંજે વાગોળી ......!

વધુ વાંચો

લખું છુ પ્રેમથી, નફરતથી તું વાંચજે.
વાંચતા દુઃખે હૃદય તો હૃદય દબાવી રાખજે.
મળવા વેળાએ ના આવે તો,
મારા મરણ સમયે તું આવજે.
આવી લાશ પર મારી તુ નાચજે.
નાચતા ખૂંચે હાડકા તો હાડકા દબાવી રાખજે.
હાડકાની કરી હોળી
પાસે બેસી તુ તાપજે.
તાપતા વધે રાખ તો વાસણ ઘસી નાખજે.
એનાથી મળે તને થોડુ સુખ તો હે પ્રભુ !
એવું મૃત્યુ તુ મને આપજે.

વધુ વાંચો

સત્ય કોઈથી બેવફાઈનું ક્યાં બોલાય છે?
વફાના ત્રાજવે કેમ નારી જ તોલાય છે ?
હારી જાય છે બધી બાજી પુરુષ ત્યારે,
જીવનની શતરંજમાં કેમ નારીને જોડાય છે ?
સત્ય નિષ્ઠાની વાતો કરનારા સમાજના ઠેકેદારો ,
સેવાના સમર્પણમાં કેમ નારી જ ઝોખાય છે?
સાચા જૂઠના પારખા ન થાય પુરુષના કદી,
પવિત્રતા સાબિત કરવા કેમ નારી જ હોમાય છે ?

ઝંખના

વધુ વાંચો

પરવા નથી મને મારા ચમનની બસ, તારો બાગ કરમાઈ ના જાય, એની ચિંતા મને છે.આ વેદના મારી નથી, આ વેદના તો તારા માટે છે મને કેમકે, તને પણ મારી જેમ ઠોકર વાગી હશે. તારું પણ ઉર વીંધાયું હશે. તારું પણ દિલ દુભાયુ હશે. તારી વેદનાએ હું વેદના અનુભવુ છુ. આંસુ આ મારા નથી લોચને પણ, એ તારા માટે વહે છે. કેમકે, તને કોઈએ મારી જેમ આંસુના તોરણ આપ્યા હશે. આજે હું લખી શકુ છુ એમાં કોઈનો પ્રેમ નથી. પણ ,તારો એ વહેમ છે અને વિશ્વાસઘાત છે.મારા હૈયાની હાર છે તેથી જ લખી શકુ છુ. મારુ દર્દ એ જ મારી પ્રેરણા છે.

ઝંખના

વધુ વાંચો

આજે સહરાનું રણ સૂકું રણ અનિમેષ નયને મીટ માંડીને આકાશની વાદળીને નિહાળતું રહ્યું .તેની અતૃપ્ત ઝંખનાને સ્મરતું હતું.એવામાં જ વાદળી અને રણની નજર એક થઇ ગઇ. વાદળી સૂકા રણની વેદના સહી ન શકી. એના ઉરમાં પહેલા પ્રેમની નજરનો ઝરો સ્ફુરી નીકળ્યો. અને વાદળી સૂકા રણ પર વરસી પડી.

ઝંખના

વધુ વાંચો

જ્યારે પણ હું નિરાશ હોઉં છું તારી લાગણી મને હૂંફ આપે છે.
વિષાદના વાદળોમાં અટવાઈ જાઉં છું ત્યારે તારી યાદ મને હૂંફ આપે છે.
તિરસ્કાર કરે છે સૌ કોઈ જ્યારે મારો ત્યારે તારો પ્રેમ મને હૂંફ આપે છે.
એકલતા કોરી ખાય છે જ્યારે મારી ત્યારે તારો સ્પર્શ મને હૂંફ આપે છે.
જીવનની નિરાશ થઈ જાઉં છું ત્યારે તારા શબ્દો મને હૂંફ આપે છે.

વધુ વાંચો