Hey, I am on Matrubharti!

ડર અને સાવધાની માં ફરક શો ?
ગાડી ચલાવતી વખતે અથડાઈ ન જવાય તે માટે તકેદારી રાખવી તે "સાવધાની"
અને અથડાઈ જવાની બીકે ગાડી ચલાવવી જ નહીં તે ડર.
સંબંધોનું પણ આવું જ છે.
તૂટી જવાની બીકે સંબંધો બાંધવા જ નહીં તે ડર.
અને સ્વાર્થ સંબંધોને નષ્ટ કરે છે તેમ સમજી સ્વાર્થથી દૂર રહીને સંબંધોને જાળવી લેવા તે "સાવધાની"
યોગી
#સાવધાની

વધુ વાંચો

તે મારા પ્રેમનો એકરાર શું કર્યો, હું મારા માટે પણ "બેદરકાર" થઇ ગયો,
છોડી ગઈ તું મને જે રીતે એકાએક,
ત્યારથી હું દુનિયા માટે સાવ બેકાર થઈ ગયો..!
યોગી
#બેદરકાર

વધુ વાંચો

આ તે કેવું કહેવાય ?
દેશ અને દુનિયાની દિશા બદલવા "સક્ષમ" યુવાન જ્યારે લગ્ન કરે છે ત્યારે ટી.વી ની ચેનલ બદલવા માટે પણ "સક્ષમ" નથી રહેતો...?
યોગી
#સક્ષમ

વધુ વાંચો

તારા આમ મોં ફેરવી જવાથી
જીવનમાં ધીરજ ખૂટી રહી છે,
જીવનની સક્ષમતા તૂટી રહી છે,
લાગે છે હવે
મારાથી મારી જિંદગી છૂટી રહી છે...!
યોગી
#સક્ષમ

વધુ વાંચો

વિના "અવરોધે" હું તારા સુધી પહોંચી ગયો હોત,
જો તે મને એકવાર પણ આવી જા એવો અનુરોધ કર્યો હોત...!
યોગી
#અવરોધ

બે વ્યક્તિ, બે વસ્તુ અને બે વાતની વચ્ચે તુલના કરી કરી ને ક્યાં સુધી જીવશું,
આવો સૌ સાથે "સંતુલન" રાખીને જીવતા શીખીએ...!
યોગી
#સંતુલન

વધુ વાંચો

આતે કેવું કહેવાય
પતિ નો સામાન પત્ની ઉપાડે તો બીબી નંબર વન
અને
પત્નીનો સામાન પતિ ઉપાડે તો કુલી નંબર વન...!
યોગી
#સામાન

વધુ વાંચો

પ્રવાસમાં સામાન અને જીવનમાં અભિમાન ભાર રૂપ જ બને છે,
સામાન ઉંચકવો જરૂરી હોઈ શકે પણ અભિમાન ને તો મૂકવું અનિવાર્ય છે...!
યોગી
#સામાન

વધુ વાંચો

"ગુરુકૃપા" વિના કોઈપણ શિષ્ય "આસમાની" ઉડાન ભરી શકતો નથી...!
#આસમાની
ગુરુપૂર્ણિમાના દિને મારા ગુરુજનોને વહાલ અને વંદના...!
યોગી

વધુ વાંચો

બે વાત
કલ્પના કલરફુલ હોય છે
અને
વાસ્તવિકતા બ્લેક એન્ડ વાઇટ હોય છે,
માણસ કલ્પનામાં ગમે તેટલું રાચતો હોય,
પણ જીવાતુ હોય છે વાસ્તવિકતાનો સ્વીકાર કરીને જ
યોગી
#વાસ્તવિકતા

વધુ વાંચો