Hi all. myself Vijita Panchal. i m 28 years old. i m government primary teacher...I like to write gujrati poems and gujrati love stories..writing reading and music my best hobbies..it was not my chidhood hobby but now i love to write stories and poems..

તમારા આગમનના એંધાણ વર્તાઈ રહ્યાં હતાં શમણે,
કેમનું કહું કેવા ધસમસતા પ્રવાહ વહી રહ્યા હતા હૈયે,

પ્રભાતની સૂર્યકિરણ ઉગી સોહામણી, મહાકાય વૃક્ષો રૂપે,
લીલાછમ ઘાસના ઝાકળબિંદુ ભીંજવી રહ્યા હતા અમને

પાનખરમાં પણ વસંતની વણઝાર ઉછળી રહી હતી નયને,
વાદળના ગડગડાટ પણ પાછા વળ્યા તમારા અણસારે,

શ્વાસમાં સોનાની સુગંધ ભળી ગઈ મઘમઘતાં ફૂલો વડે,
મહેકતી પાંખડીઓ પથરાઈ ગઈ તમારા આગમનના પંથે,

કલરવ પંખીઓનો મુંગો બન્યો છે આ અજવાળી ક્ષણે,
અંધારે આવજો મધમીઠું સપનું લઈ છાનામાનાં પગલે,

અણસાર આવશે મનમાં એક અનેરો અવસર લઈને,
શબ્દો પણ હડતાળ પર ઉતરશે તમારા આગમનની પળે..

-✍️વિજીતા પંચાલ..

વધુ વાંચો

લાગણીના બીજ રોપાયાં છે આ ધરતીમાં
હવે વરસાદ આવે ના આવે, શું ફેર પડે છે !
પ્રેમના પર્ણો ફેલાયા છે આકાશમાં
હવે વાયરો આવે ના આવે, શું ફેર પડે છે !
એની આંખનું કાજળ હસી રહ્યું છે મારી આંખોમાં
હવે ઊંઘ આવે ના આવે, શું ફેર પડે છે !
ચહેરાનું નૂર ટપકે છે એના ગાલ પર
હવે તડકો આવે ના આવે, શું ફેર પડે છે !
એના સ્મિતની લહેરખી પથરાઈ છે મારા દિલમાં
એ જાતે આવે ના આવે, શું ફેર પડે છે !
મારી હૈયાની દોર આપી દીધી છે એના હાથમાં
હવે એ હા પાડે કે ના, શું ફેર પડે છે !!

-Vijita Panchal

વધુ વાંચો

ख्वाबों से जुड़ी हकीकत है जिंदगी
ग़म और खुशी का पैग़ाम है जिंदगी
कायनात है ये पूरी हमारे सपनों की
कोई किताब तो नहीं,
कि पन्ना पलटते ही बदल जाएगी ये जिंदगी..!!


-Vijita

વધુ વાંચો

અણગમતી યાદોને હૈયામાં છુપાવી
અણધાર્યા અંધારાને ગળામાં ઉતારી
સ્વપ્નોને હકીકતથી અલગ સંતાડી
નિતનવા વર્ષે સૌને શુભેચ્છાઓ પાઠવી
આવો,
સૌ એક થઈએ ને જગમાં ફરી ઉજાશ ફેલાવીએ!!


-Vijita Panchal

વધુ વાંચો

શરૂથી લઈ અંત સુધી
આજથી લઈ અનંત સુધી
વિશ્વાસનો પાયો એનો એજ રાખ્યો છે
છતાંય સ્નેહની નાવ થોડી હલતી દેખાય છે...
મોહથી લઈ માયા સુધી
મૃગજળથી લઈ દરિયા સુધી
પ્રીત હજીય અકબંધ રાખી છે
છતાંય સ્વપ્નો થોડા અધૂરાં જણાય છે.....
હાથથી લઈ સાથ સુધી
જીવનથી લઈ મૃત્યુ સુધી
પ્રેમ દિલથી દિલનો રાખ્યો છે
છતાંય નસીબની રેખાઓ હવે ઝાંખી દેખાય છે....
-Vijita

વધુ વાંચો

હે ઈશ્વર, વિશ્વ આખું હાથમાં લઈને બેઠો છે તું હાલ
સમસ્ત માનવીના હાલ થયા છે હવે બેહાલ
ચડતી પડતી જોઈ લીધી સહુ માનવજાત એ
બસ કર હવે તું એમના જીવનને માટે
સજા એકે કરી ને ભોગવી આખા વિશ્વ એ
નહિં થાય હવે કોઈ ભૂલ ગુના તું એ માની લે
વિશ્વને હવે છૂટું કર તો તારી પૂજા કરશે સૌ
બસ બચાવ હવે અમને તું જ ના કરીશ કસોટી બહુ...

#વિશ્વ

વધુ વાંચો

કઈ વાતનું આશ્ચર્ય છે તને હે માનવ,
ઈશ્વરે તને એજ ગુનાઓનું પરિણામ આપ્યુ છે જે તેં ક્યારેક પોતાના સુખ માટે કર્યા હશે!!
ચોખ્ખા દિલના માનવીને વિધાતાની આ કસોટી પર જરાય આશ્ચર્ય નહિં થતું હોય !!!
#આશ્ચર્ય

વધુ વાંચો