M always in cheerful mood

શીર્ષક:- સફર

નાનપણમાં સાંભળેલું કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ. દાલ સરોવરમાં શિકારામાં ફરવાની મજા.બોટહાઉસમાં રહેવાની મજા. ચોમેર હરિયાળી.આવું મનમોહક વર્ણન સાંભળીને મનોમન એક સપનું રચાયું. જિંદગીમાં એક વખત તો ધરતી પરનાં સ્વર્ગની મોજ માણવી છે.
સાગર સાથે લગ્ન થયા, નવોઢા બની સાસરે આવી.એકાદ અઠવાડિયામાં જ સાગરે સરપ્રાઈઝ આપ્યું.હનીમુન ટ્રીપની કાશ્મીરની બુકિંગ ટીકીટ આપી.અહાહા મારા આનંદનો પાર નહીં. હું તો નાચી ઉઠી સાગરને વળગી જ પડી.સાગર તો આભો બની જોઈ જ રહ્યો. મેં કહ્યું," સાગર તારે લીધે જ મારું સપનું સાકાર થવાનું."
આખરે એ ઘડી આવી, જમ્મુ તાવી માં અમે શ્રીનગર પહોંચ્યા. મેં કહ્યું કે સૌથી પહેલા દાલ સરોવર જઈશું.એક શિકારા વાળાને મળી શિકારા સફર રાત્રે કરવાનું નક્કી કર્યું.
ચાંદની રાત,નિરવ શાંતિ અને શાંત દાલ સરોવરમાં અમે શિકારામાં સફર કરીએ કેટલું આહલાદક દ્રશ્ય! ચોમેર રેલાતી ચાંદની, મંદમંદ લહેરાતો પવન, સાથે સાગરનો હૂંફાળો સ્પર્શ. મેં સાગરને કહ્યું કે સ્વર્ગ અંહી જ છે.
સાગર કહે," મેડમ, હજુ ક્રુઝની સફર બાકી છે થોડા આનંદ, આશ્ર્ચર્ય એને માટે પણ રાખો."
બે દિવસની ક્રુઝની સફર લીધી.દિવસ રાત ક્રુઝમાં.બધા સુતાં હોય પણ અમે તો ક્રુઝમાં ખુલ્લામાં ચાંદનીની મજા માણી.ચોમેર પાણી, પાણીમાં પડતો વૃક્ષોનો પડછાયો, અને જહાજ જાણે બરફ પર સ્કેટીંગ કરતું હોય એમ સરકતું જાય.ખરેખર ખૂબ મજા આવી.મારું સપનું સાકાર થયું.

વધુ વાંચો

સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
વિષય:- સમય

લઘુ વાર્તા વિજેતા

દ્વિતિય નંબર:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

કાના માત્રા વગરનો સમય.કોઈના પણ ટેકા વગર એકલો અડીખમ ઊભેલો સમય. ભલભલાને ભૂ પાવા ની તાકાત છે એનામાં.રાજાને રંક અને રંકને રાજા બનાવી દીધા છે સમયે. જુઓને આજે , સમય નથી નું બ્હાનું બતાવી દૂર રહેતા હતા તેમને માટે સમય એવો આવ્યો કે મળવા માટે મન તરફડિયાં મારે. એટલે જ તો કહેવાય છે કે સમય સમય ની વાત છે.
જીવનમાં સમયનું ખૂબ જ મહત્વ છે. હંમેશા સમય વર્તીને ચાલો એવું વડીલો કહેતા.સમય આપણને શિસ્તપાલન, સંબંધની જાળવણી બધું જ શીખવે છે.દરેક કામ સમયાનુસાર કરીએ તો જીવનચક્ર બરાબર ચાલે.કુદરત નો ક્રમ પણ જુઓને, સમય અનુસાર ઋતુઓ આવે.ઋતુઓ પ્રમાણે ફળ, ફુલ, અનાજ, શાકભાજી વગેરે થાય. સમયાનુસાર સૂર્યોદય, સૂર્યાસ્ત થાય.સુખી થવું હોય તો સમયપાલન નો આગ્રહ રાખવો.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧૪-૭-૨૦૨૦

વધુ વાંચો

રક્ષા બંધન ની શુભેચ્છા

વીરો મારો જુએ મારી વાટ,
રક્ષા બાંધશે મારી બેના.
લોકડાઉને પડાવ્યો બંધ,
કેમ કરી આવુ મારા વીરા?
કોરોના થી કરવા રક્ષણ,
ક્ષેમકુશળ ઈચ્છું સદા.
દેવસ્થાને થી લઈ સૂતર,
ભાભી પાસે બંધાવજે વીરા.
આપું હું અંતરનાં આશિષ,
સદા રક્ષણ થાય તારું.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

વધુ વાંચો

📗 સાહિત્ય સંગ્રહ✒ સ્પર્ધા
➖➖➖➖➖➖➖➖
ચિત્ર વાર્તા
શીર્ષક:- સફર
➖➖➖➖
પ્રકાર:- વાર્તા
➖➖➖➖

તૃતીય નંબર

નાનપણમાં સાંભળેલું કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ. દાલ સરોવરમાં શિકારામાં ફરવાની મજા.બોટહાઉસમાં રહેવાની મજા. ચોમેર હરિયાળી.આવું મનમોહક વર્ણન સાંભળીને મનોમન એક સપનું રચાયું. જિંદગીમાં એક વખત તો ધરતી પરનાં સ્વર્ગની મોજ માણવી છે.
સાગર સાથે લગ્ન થયા, નવોઢા બની સાસરે આવી.એકાદ અઠવાડિયામાં જ સાગરે સરપ્રાઈઝ આપ્યું.હનીમુન ટ્રીપની કાશ્મીરની બુકિંગ ટીકીટ આપી.અહાહા મારા આનંદનો પાર નહીં. હું તો નાચી ઉઠી સાગરને વળગી જ પડી.સાગર તો આભો બની જોઈ જ રહ્યો. મેં કહ્યું," સાગર તારે લીધે જ મારું સપનું સાકાર થવાનું."
આખરે એ ઘડી આવી, જમ્મુ તાવી માં અમે શ્રીનગર પહોંચ્યા. મેં કહ્યું કે સૌથી પહેલા દાલ સરોવર જઈશું.એક શિકારા વાળાને મળી શિકારા સફર રાત્રે કરવાનું નક્કી કર્યું.
ચાંદની રાત,નિરવ શાંતિ અને શાંત દાલ સરોવરમાં અમે શિકારામાં સફર કરીએ કેટલું આહલાદક દ્રશ્ય! ચોમેર રેલાતી ચાંદની, મંદમંદ લહેરાતો પવન, સાથે સાગરનો હૂંફાળો સ્પર્શ. મેં સાગરને કહ્યું કે સ્વર્ગ અંહી જ છે.
સાગર કહે," મેડમ, હજુ ક્રુઝની સફર બાકી છે થોડા આનંદ, આશ્ર્ચર્ય એને માટે પણ રાખો."
બે દિવસની ક્રુઝની સફર લીધી.દિવસ રાત ક્રુઝમાં.બધા સુતાં હોય પણ અમે તો ક્રુઝમાં ખુલ્લામાં ચાંદનીની મજા માણી.ચોમેર પાણી, પાણીમાં પડતો વૃક્ષોનો પડછાયો, અને જહાજ જાણે બરફ પર સ્કેટીંગ કરતું હોય એમ સરકતું જાય.ખરેખર ખૂબ મજા આવી.મારું સપનું સાકાર થયું.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧-૮-૨૦૨૦

વધુ વાંચો

મિત્રતા કેવી?
મિત્ર કેરાં પ્રેમમાં
ડૂબવું ગમે

વરદાન દે
રહેશે સલામત
મિત્રતા મારી

વિભૂતિ દેસાઈ ઘાસવાલા
બિલીમોરા

વધુ વાંચો

મિત્રતા કેવી?
કૃષ્ણ સુદામા જેવી
નિસ્વાર્થ મૈત્રી
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા

રંગાઈ જાઓ
મિત્રતા કેરાં રંગે
પામો આનંદ
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા

કુદરત ને અવગણવાની ભૂલ કરી માનવે અને શ્રાવણે શંભુ બીલીપત્ર વગર.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
માઈક્રો ફિક્શન
શીર્ષક:- ભૂલ

દ્વિતિય નંબર:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

ચાર દિવસથી રૂમમાં બંધ ભૂખી તરસી ઇન્દુ વિચારી રહી મારી કોઈ ભૂલ નથી તો આ સજા?

તારીખ:-૨૪-૭-૨૦૨૦

વધુ વાંચો

સુખી થઈએ
ભૂલીએ ભૂતકાળ
માણીએ મોજ
#ભૂત