All most every day I postone bite on MB.Thank you MB.

बाल उलझ गये थे।
कंघी आई, "चलो मैं ठीक कर देती हूँ",
बाल चिल्लाए,"नहीं!!!!!तुम बडा दर्द देती हो।"☹️
कंघी बोली, "ठीक है,मैं कैंची को भेजती हूँ !"
बाल फिर से चिल्लाये, "नहीं,तुम अपना काम शुरू करो"😫
--वर्षा शाह

વધુ વાંચો

हमने उनसे कहा था, 'हम आपको पसंद नहीं करते"
उनका जवाब था "हमे तो आप ही पसंद हैं"।
और क्या कहें
नापसंद पसंदसे ऐसे जुड गई, आज तक अलग न हुई।

--वर्षा शाह

વધુ વાંચો

તવ સ્નેહલ આંખોમાં મને ભાળું,
જાતને તત્ક્ષણ ઓગળતી નિહાળું.
પાંપણ બંધ કરી દો, તરંગ આ ફુટ્યા
જોજો ! યમુના બની ક્યાંક વહી ન જાઉં.

-- વર્ષા શાહ

વધુ વાંચો

કોઈ કહે છે, યા હોમ કરીને પડો,
કોઈ કહે પગલું વિચારીને ભરો.
"બોલશો નહિં તો તાણ આવશે"
માનસશાસ્ત્ર સલાહ આપે.
વ્યવહાર મૌનનો મહિમા શીખવે.
પણ ભલા! જિંદગી કોઇ પહેરણ તો નથી
કે એકનું માપ બીજાને બંધબેસતું આવે!
જિંદગી તો છે અલબેલી ઉષા
જે નિત્ય અભિનવ વેશે આવે !
પણ આથમવાની કળા તો સંધ્યા બતાવે !

વર્ષા શાહ

વધુ વાંચો

આ માવઠાંને કોઈ ઘેરી લ્યોને,
એ કાફલાથી છૂટા પડેલાં ઊંટો છે.
એમને કોઇ રણોને રસ્તે વાળોને,
જયાં હજારો વરસની તરસ,
બેઠી છે પાલવને આંસુથી ભીંજવતી.
--વર્ષા શાહ

વધુ વાંચો

उम्मीद की पाती

तुम्हारे साथ रहकर
अक्सर मुझे लगा है
कि हम अमर्थताओं से नहीं
संभावनाओं से घीरे हैं ।
हर दीवार में द्वार बन सकता है
और हर द्वार से पूरा का पूरा पहाड़ गुजर सकता है
जीवन और मृत्यु के बीच जो भूमि है
वह नियति की नहीं मेरी है।

-- सर्वेश्वर दयाल शर्मा

વધુ વાંચો

ડુંગર ખોધ્યા ને બનાવ્યા દર,
એમ પૃથ્વી પર બન્યુ અમ ઘર.
જીવજંતુના લાગ્યા ભોગ,
એવો કર્યો જીવતરનો જોગ.
કોરોનાએ ફટકારી એવી સોટી,
બાર મહિનાની થઈ બબાલ મોટી.
સીમિત બકવાસ ને શ્વાસોચ્છવાસ,
ગળણાં જે મોઢે ફેમસ નામે માસ્ક.

-- વર્ષા શાહ

વધુ વાંચો

જીવન એક એવો સેતુ છે જેના ઉપરથી દરેકને પસાર થવાનું છે. એનો એક છેડો છે ભૂતકાળ જેના પર કદી પાછા જઇ શકાતું નથી.બીજો છેડો છે ભવિષ્યકાળ જે વર્તમાનની ગતિ-મતિનો નિર્ણાયક અને પરિણામ બંનેની ભૂમિકામાં આવે છે.

-- વર્ષા શાહ

વધુ વાંચો

કોઇના ય લુંટ્યા વગર,
ઉંમર લુંટાઇ,જોબન લુંટાયું,
સોનેરી સુખની પળો ય લુંટાઇ,
ને હવે વહેમાઉ છું,
મુફલિસ ફેરિયાઓ ઉપર
જાણ્યા-અજાણ્યા પર,
નગદને વીંટળાઉં છું,
ઝેરીલા સાપની જેમ!

-- વર્ષા શાહ

વધુ વાંચો

મળી સ્વજનોની છાયા ને મિત્રોની માયા,
ઘડી બે ઘડીમાં એવાં વર્ષોના વહાણાં વાયા!
મળવું શું ને છૂટવું શું, વિસરાય સમય સાથે,
ગમન-આગમનનો ભેદ કળી શકે તે જ ડાહ્યા!
ગમા-અણગમાના સ્વાદ ઉમેરી પી લીધા,
અનુભવો અવનવા વિધાતાએ જે પાયા!
આત્મવૃધ્ધ થઇશું કે થઇશું માત્ર દેહવૃધ્ધ
પણ 'ઘરડા'માંથી નીકળી જાય 'ઘર'ની કાયા.
સ્ફૂર્તિ,ઉત્સાહ,જોમ ટકાવ્યા હોય ભલે,
આદર, સન્માનથી વડીલ જ કહેવાયા !
સમજવો રહ્યો અર્થ સાચો 'ઘડપણ'નો,
ઘડાયા છીએ, પણ મોડા પડ્યા,હવે ધાયા,
ઘાટ ઉતારો અને ફરી શીખવજો, તમે
કલા ઘાટ ઘડવાની દેવકીના જાયા!

-- વર્ષા શાહ

વધુ વાંચો