દીવો લઈને નીકળ્યો છું અંજવાળું દેખાય તો કહેજો

નાની અમથી વાતો માં વાંધો બોવ થાય,
આંખ થી આંખ ચીંધાય ને,મન નો શિકાર થાય....

અનેક રાતો ના દિવસ ને એક દિવસ ની રાત થાય,
પ્રેમ ની વાતો થી વીંધાય ને, સમાજ નો શિકાર થાય....#શિકાર

વધુ વાંચો

શબ્દો ની આ રમત,
જાણે પ્રેમ ની કોઇ સંગત.....

હતા સબંધો મારા પણ અંગત ,
લાગે છે હવે મારામા પણ પારકા ની પંગત.....

હતી અંધારમા અંજવાળા ની શરત,
મળી મને વણજારા ની જીંદગી પરત.....

ભાગ્યો હું પણ જવાબદારી થી તરત,
આવે છે હવે લોકો ને મારા પર પણ તરસ...

વધુ વાંચો

કાગળ આ કોરો ને નવા માણસો ચીતરાય,
સમય ની સાંકળે , દિલ ના જખ્મો પણ વિસરાય,

#દિલ

મારી વાતો મા હું મહાન,
ને તારી વાતો મા તું બળવાન,
પણ સ્મશાન માં કેમ હોય બધા એક જ સમાન ?

હું હોમી દઉં મારી વાતો,
તું હોમી દે તારી કાતો ,
પણ ખોયા પછી જ કેમ સમજાય બધી મારી સારી વાતો ?

હું રાત નું અંધારું,
ને તું દિવસો નો તાપ,
પણ ભેગા રહીને તું દિલમાં કેમ રાખે છે પાપ ?

હું નાનો ને
વાતો મોટી ,
પણ સમજવામાં ' રાજ ' શું વાત ખોટી ?

વધુ વાંચો

હોય છે સબંધ થોડા દોલત ના સહારે પણ,
પામવા દોલત સબંધો ને પણ વિસરાવતા જોયા છે...

કડી કડી મેળીને સબંધો બંધાયા હોય પણ
પારકા ને પામવા એ સબંધો પણ વિસરાવતા જોયા છે...
..

#વીસરવું

વધુ વાંચો

વાતો થી હું ના સમજ્યો વાતો નો એ અર્થ,
કાળો પડતો ચહેરો તારો કરી ગયો અનર્થ ...

રાત દિવસ ની સંભાળ મારી બધી વેળે ગઈ,
પૈસા ની માયા માં જાણે મારો ચહેરો ભૂલી ગઈ...

આવશે સમય તને પણ સમજાવશે,
ચહેરો ની આ રમત તને પણ શરમાવસે

#ચહેરો

વધુ વાંચો

છે ખબર મને મારા શબ્દો થોડા અટપટા છે,
મારા માં થોડી અસમજણ પણ લાગશે.
પણ મને સમજવામાં તમને થોડી વાર લાગશે....

જાણું છું બધું જ પણ અજાણ બનવાનો પ્રયત્ન છે,
સમાજ ને આ થોડું ગાંડપણ પણ લાગશે.
પણ મને સમજવામાં તમને થોડી વાર લાગશે...

રડ્યો છે હસ્યો પણ છે અને ' રાજ' વહાલ નો તરસ્યો પણ છે,
મને તોડવા માં તમારો કોઈ હાથ પણ લાગશે.
પણ મને સમજવામાં તમને થોડી વાર લાગશે....

વધુ વાંચો

વાત તો અંજવળા ની હતી પછી એના નસીબ માં અંધારું કેમ ?
વાત તો પ્રેમ પામવાની હતી પછી મારા નસીબ માં નફરત કેમ ?