Teacher at government primary school.

#Gandhigiri

‘ગુરૂ સામે ગાંધીગીરી’

"રાડિયાઆઆ......દસમાંથી એક આંટી જાતે બનાવેલી નથી, સજા થશે."

"સર, દીવાળીમાં એક દિવસ બહાર પગ મૂક્યા વિના આંટીઓ બનાવેલ છે. જો એક પણ તાર બહારનો નીકળ્યો તો દસેદસ આંટી ફરીથી બનાવીશ. મારી સચ્ચાઈ સાબિત કરો ત્યાં સુધી અધ્યાપનમાંથી હોસ્ટેલ નહીં જાઉં."

"રાડિયા, તમે એકવાર ચીસ પાડેલી 'ઢેઢ ગરોળી', જે સામાન્ય રીતે બોલાતો શબ્દ, પણ અમે ગાંધીજીના વ્હાલા એટલે અંગત દ્વેષ રાખ્યો. પણ તમારી સચ્ચાઈ અને ગાંધીગીરીને સેલ્યુટ!

પછીથી આંટી જમા કરાવા ટેબલ સુધી પહોંચું ત્યાં સર હસીને બોલી ઊઠતા, "ચેક!"

૧૯૯૨માં બનેલી આ સાવ સત્યઘટના પછી જ્યારે પણ સર મળે અમારા બન્નેની આંખોમાં ગરવી ગાંધીગીરીનો ગર્વ છલકાઈ ઊઠે છે.

- વૈશાલી રાડિયા

વધુ વાંચો

# KAVYOTSAV-2
વિષય- હાસ્ય

વાંઢો

એને તો ન આગળ ઉલાળ કે ન પાછળ ઢાળ
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!

હોય ગોરી કે કોલસા જેવી કાળી
છોરી જોઈ પયણું પયણું કરતો
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!

અત્તર છાંટી ફૂલડાં લઈ છાકટો એ થાતો
છોરીઓ દેખી સીનસપાટા ખોટા એ નાખતો
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!

ગમે તેને કહેતો ફરે છોરી ગોતો ગમે તેવી
રાખીશ હું તો ફૂલફટાક મેડમ જેવી
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!

ઘોડો દેખી થનગને માંહ્યલો એનો મોર
ઢેલડ કોઈ જોવે નહીં ને પછી મરે એક કોર
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!

જોઈને હવે તો બોલે લોક, થયો કેવડો ઢાંઢો
તોય ષોડશી કન્યા જોઈ સળવળે એની દાઢો
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!

~ વૈશાલી રાડિયા

વધુ વાંચો

x#KAVYOTSAV-2
વિષય: હાસ્ય

બંધાણી

એક ડોશલી છીંકણીવાળી ગંધાણી,
બાઈ બાઈ આ ડોશલી તો પાક્કી બંધાણી!

વારેવારે નાક સીકોડી નાખે એમાં આંગળી,
બાઈ બાઈ આ ડોશલી તો પાક્કી બંધાણી!

ડોશલી નીકળે ને ગંધ આવે ગંધારી,
બાઈ બાઈ આ ડોશલી તો પાક્કી બંધાણી!

કમખેથી ડાબલી કાઢતાં લપસી ભંગાણી,
બાઈ બાઈ આ ડોશલી તો પાક્કી બંધાણી!

વહુ હતી વાયડી તે એક દિ’ ડાબલી સંતાડી,
બાઈ બાઈ આ ડોશલી તો પાક્કી બંધાણી!

એમાં તો ડોશલી મરતાંય મૂંઝાણી,
બાઈ બાઈ આ ડોશલી તો પાક્કી બંધાણી!

~ વૈશાલી રાડિયા

વધુ વાંચો

#Moralstories
હું તમને ચાહીશ

“લેકર હમ દિવાના દિલ...” અંતાક્ષરીના દેકારામાં... “ચાલો, કચ્છની ખાવડાની આંતરરાષ્ટ્રીય સરહદ પર જવાનો આપણને આવકારી રહ્યા છે.” અવાજ સાથે બસમાંની તોફાની ટોળકીમાંની વાતુડી વિશુએ દોડીને બધાંને દોરી રહેલા જવાન ભટનાગર સાહેબ સાથે ચાલતાં-ચાલતાં સવાલોની ઝડી વરસાવી.
વિશુ: “સર, આપને રણમાં આકરા તાપમાં કેમ ગમે છે? દુશ્મનોની ગોળીઓનો ડર નથી લાગતો?” સાહેબ હસ્યા: “છોકરી, મારે એક મા મારા ઘરે છે અને બીજી મા માતૃભુમિ! મા પાસે તો ગમે તેવા વાતાવરણમાં રહી શકીએને? માને દુશ્મનોની ગોળીઓથી બચાવવા આવી તો કેટલી જિંદગીઓ કુરબાન! અહીં વાપરવાનું પાણી ઓછું છે, પણ માભોમ માટે દુશ્મનોને ધૂળ ચાટતા કરનારા પાણીયારા જવાનો છે!
“સર, સામેની બોર્ડરના સિપાહીઓ સાથે મુલાકાત થાય?” “ક્યારેક બોર્ડર પર ચોકી કરતાં કાંટાળી વાડમાંથી આંખો મળે ત્યારે પોતપોતાના દેશની ફરજ અદા કરતી વખતે અમારી આંખોમાં કોઈ ઝેર ના હોય. પરમેશ્વરે રચેલી આ સૃષ્ટિમાં જે દિવસે મનુષ્યતા જાગશે એ દિવસે ક્યાંય કોઈ પ્રકારની વાડ કે કોઈ યુદ્ધો નહીં હોય એ દિવસની કલ્પના અનેરી છે.”
“સર, તમારા સંતાનો...?” મીઠા સ્મિતથી સર બોલ્યા, “તારા જેવડી એક મીઠડી દીકરી છે, જેની સગાઈના હમણાં સમાચાર મળ્યા. રજા મળશે તો લગ્નમાં પહોંચીશ, બાકી એની મમ્મીને કહીને આવ્યો છું કે એના મા-બાપ બન્ને તું જ છો. કદાચ આ છેલ્લું મિલન હોય, પણ માભોમ માટે બધું જ મંજુર!”
પાકિસ્તાનની સરહદ તરફ આંગળી ચીંધી ભીની આંખે વિશુ બોલી: “દેશ શાંતિથી સુઈ શકે તેથી તમે લોકો પળ-પળ અહીં જાનના જોખમે જીવો છો. આ ત્યાગ અને પ્રેમ દિલમાં ભરીને જિંદગીભર તમને ચાહીશ.” વિશુની પીઠ પાછળ ભીની આંખે ભટનાગર સર જેવા જવાંમર્દ બાપનું દિલ બોલી ઉઠ્યું, ‘હું પણ!’ અને એમણે નીચા નમી ધૂળ લઇ માથે ચડાવી!
-વૈશાલી રાડિયા

(કૃતિના શબ્દો:૨૪૯)
નોંધ: ૨૦૧૧ ની લેખિકાની બોર્ડર મુલાકાતની વખતની આ દિલની વાતો છે જેમાં સાચા પાત્રોના નામ તો ભૂલાઈ ગયા છે પણ એમની સાચી વાતો દિલમાંથી ક્યારેય ભૂલાઈ નથી. દિલોની આ વાતોને શબ્દદેહ આપી આજે વરસો પછી ઘણો ભાર મુક્ત થયો એમ લાગે છે કે ક્યાંક કોઈ તો સમજશે આ માતૃભૂમી માટે શહીદી વહોરી રહેલા જવાનોની જિંદગીની કિંમત! બીજું કશું નહિ તો એમને માટે દેશના નાગરિકો એક સંપ થઇ શહીદી બાદ એમના પરિવાર માટે વ્યવસ્થા કરવામાં અન્યાય ના થાય એ માટે એક મજબુત અને ઝડપી અમલી બની શકે એવો કાયદો બને એવા કોઈ પ્રયત્ન કરી શકીએ તો પણ દેશના જવાનોનું ઋણ ચૂકવી શકવાનું એક કદમ ભરી શક્યાનો સંતોષ લઇ શકશું!
વંદેમાતરમ!

વધુ વાંચો

#Love You Mummy
વહાલી મા,
ઘણીવાર હોઠ પર આવતાં અટકી ગયેલા શબ્દોને કાગળની હોડીમાં દિલની વાત કરીને મારે તને આજે થેન્ક યુ કહેવું છે, નહિ તો દિલ પર એક વજન કાયમ રહેશે!
વાત મારા જન્મ પહેલાંની પણ મને સાવ સાચ્ચે સાચ્ચી જાણવા મળેલી! સતર વર્ષે તું એક ગભરુ ચકલી જેવી સાસરીના માળામાં ઊડીને આવી. નવા માળાનો ફફડાટ, સાહેબગીરી, પીંછાં ખેરવવાના ફેમિલી પોલિટિક્સ વચ્ચેથી છોડાવવા તને સમાજે સલાહ આપી કે ફરી સાસરીમાં પગ ન મૂકતી, ઘણા રસ્તા છે! ત્યારે તારા ઉદરમાં મારો સળવળાટ થયો ને ચકલી જેવી એક છોકરીમાં ‘મા’ જીવી ગઈ ને મારું અસ્તિત્વ પણ!
લવ યુ મા!
તારી ઋણી પુત્રી

વધુ વાંચો

#kavyotsav

શમણાંની જંજાળ

(લાગણી)

શમણાંને પણ હોય છે કાયમ ટૂટવાની જંજાળ

આવે બંધ આંખે કે ખુલ્લી આંખે
એક જ એની જાત એ ઉડે મોટી પાંખે
મનમાં ભરાય એની ટંકશાળ
શમણાંને પણ હોય છે કાયમ ટૂટવાની જંજાળ...

જ્યાં મીઠાશ મમળાવી જરા ચગાવ્યા
વ્હાલથી પંપાળી એમને જરા જગાવ્યા
ત્યાં કોઈએ એમાં પાડી પસ્તાળ
શમણાંને પણ હોય છે કાયમ ટૂટવાની જંજાળ...

એક-બે નહિ સામટા આવ્યા
હૈયે મધુર ઉછાળ લાવ્યા
વધી ગઈ છે હમણાં-હમણાં એની રે રંજાળ
શમણાંને પણ હોય છે કાયમ ટૂટવાની જંજાળ...

~ વૈશાલી રાડિયા

વધુ વાંચો

અમે તલવારે તોળ્યા તા જીવ

એકદમ રસપ્રદ લખાણ. પણ એક વાત જાણવાની જિજ્ઞાસા. યુદ્ધની વાર્તામાં કોઈ યુદ્ધ કેમ ના થયું?
https://www.matrubharti.com/book/19858031/

વધુ વાંચો

રાવી જયારે રક્તરંજિત બની...

વાર્તાઓ લખે એટલે લખનારને કયાંક છાને ખૂણે તો વાહ વાહની અપેક્ષા રહેવાની જ. પણ આ સત્યવાર્તામાં મેં દિલથી ઇચ્છેલ કે વિજેતા થાઉં તો વધુ નોંધ લેવાય તો વધુ નાગરિકો સુધી આ સચ્ચાઈ પહોંચે. મારા દિલોદિમાગને હચમચાવી નાખનાર આ વાર્તાના ફકત શબ્દો જ મારા છે. બાકી બધું જ શ્રેય દેશના સૈનિકો અને શ્રી કેપ્ટન નરેન્દ્ર સર ને અર્પણ છે. એટલે મારી વાર્તા તરીકે નહીં દેશની વાત તરીકે ન્યાય આપી બને એટલા લોકો સુધી શેર કરશો એ પણ દેશસેવા જ કહેવાશે. એ માટે બંદૂકો કે તોપની જરૂર નથી. લડાઈ ગમે ત્યાં રહી લડી શકાય છે. ધન્યવાદ
https://www.matrubharti.com/book/19858026/

વધુ વાંચો

અનુબંધ 8

વાર્તા ઝડપથી પૂરી કરી એમ લાગ્યું. આમ અચાનક કાતર કેમ મારી આપે? બીજું અંતમાં ચમત્કૃતિ કે અણધારયો અંત હોય એ જ વાર્તા સારી એવું બહુ સાંભળ્યું. આપનું એ પોઇન્ટ પર મંતવ્ય જણાવશો સર?
https://www.matrubharti.com/book/19857573/

વધુ વાંચો