શરબતના શરીફ મિજાજે મન મોહ્યું, સ્વાદની સરિતાએ શમણું જોયું,શરબતના સ્વાદની કમાલ તો જુઓ, કોઇએ કીધું શરાબ તો કોઇકે શરીફનું સરનામું કીધું.

#અર્થ
લાગણીની લગામ લગાવી છે આજ,
તારી વેદનાને વાચા પીરસી છે ચાલ,
શોધખોળ ન ચાલે અર્થની આમ,
પરેશાની બનશે પાકટ કૈં આજ...
"વૈશાલી"

વધુ વાંચો

તું અંધારેથી બહાર નીકળી પ્રકાશે આવ,
મુરઝાયેલા પુષ્પ સમું મુખ ન બનાવ,
સાહસ ને વીરતાને હથિયાર બનાવ,
ચાલ, ચાલવાનું બાકી છે થાક ન બતાવ...
"વૈશાલી"

વધુ વાંચો

સંકટના ઉદયને અસ્તતા ક્યાંથી બતાવશો?
લેખ લખ્યા વિધાતાએ, વિધાનને શું સમજાવશો?
ઘાયલ તો સંકટ પણ ત્યારે જ થાશે,
મોતના તાંડવનું ભાન ભૂલી સંકટને સતાવશો...
"વૈશાલી"

વધુ વાંચો

કઠોળ આટલું કઠોર કેમ?
સંવેદનાની સાધનાનો અભાવ ,એમ!
અમસ્તી પ્રકાશ,પાણી ને ધરાની લાગણીય
કરે છે અંકુરિત એને હવે એમ...
"વૈશાલી"

વધુ વાંચો

કાગળ પણ આજ કોગળા કરે છે,
અક્ષરોની ગંદકીથી અેનું મોં ગંધાય છે...
"વૈશાલી"

સાંકડી શેરીઓમાં સંઘર્ષ તારો,
લપાયેલી લાગણીઓને વહેંચવાનો,
મનમોહિત કરે મને આજ,
તારાજ અસ્તિત્વમાં ભેળવવાનો...
"વૈશાલી"

વધુ વાંચો

સંબંધને સૂકવવા એક શંકા જ છે કાફી,
બાકી રાંધવાની કળામાં એક મીઠું જ છે કાફી...
"વૈશાલી"

કથની કર્મની કર્ણમાં કંઇક કહી ગઇ,
દાન ધર્મનો મર્મ આમ મમળાવી ગઇ...
"વૈશાલી"

વઢવું છે આજ વાદળને મારે,
દિલની વાત કેમ કરતો નથી આજે!
"વૈશાલી"

વતનની વાતોને વાગોળવાની લગની લાગી,
વિસરેલા વાદળને મળવાની પીપાસા જાગી...
"વૈશાલી"