Hey, I am on Matrubharti! my Education is Bsc with physics.certified textile diginer.my hobby is reading writing and painting

બાગ,બગીચા, ઝાડ, પાન,ફળ, ફુલ,
જીવંત થઈ લહેરાય વસંત ઋતુમાં,
પાનખર માં મૃતપાય થઈને
મુરઝાયેલી સ્થિતિ માં જીવીત રહે.

ઝરણાઓ નદી નાળા વાવ કુવાઓ,
જીવંત થઈ ખળખળ વહેવા માંડે,અને
પાણી થી છલોછલ ભરાય વર્ષાઋતુમાં,
ઉષ્ણમાં સુકાઈ ને સુકાભટ થાય,
નિશાની ઓ માત્ર જીવીત રહે.

મનુષ્ય જીવનમાં સુખ ની વસંત ઋતુ,
અને ધન ની વર્ષા ઋતુ હોય તો,
જીવંત રહી જીવન માણ્યા કરે,

મનુષ્ય જીવનમાં સુખ ની પાનખર અને,
ધનની ઉષ્ણ ઋતુ હોય તો, ફકત,
જીવીત રહી ને જીવન જીવ્યા કરે.



#જીવંત

વધુ વાંચો

વાસ્તવિક જીવન મનુષ્ય નુ,
સાગર જેવું, કિનારે પહોચતા,
મોઢામાંથી ફીણ નીકળી જાય.

વાસ્તવિક જીવન મનુષ્ય નું,
મીણબત્તી જેવું,ઓગળી જાય,
પણ આખર સુધી વાટ બળતી રહે.
#વાસ્તવિક

વધુ વાંચો

એકડો ઘુંટાવનાર માવતર જ્યારે,
સમાયંતરે શૂન્યમાં લેખાય ત્યારે,
સમજાય નહીં સાચું શું કે ખોટું શું?

ખોટાઓ મગરના આંસુ સારી સહાનુભુતિ મેળવે,
અને સાચા ઓ પાંપણ પાછળ આંસુ છુપાવી પિલાય,
સમજાય નહીં કે સાચું કોણ કે ખોટું કોણ?

દીવામાં રહેલી વાટ બળીને પ્રકાશ આપે છે,
પણ કહેવાય છે દીવો બળે છે,
સમજાતું નથી સાચું કે ખોટું શું?
#ખોટું

વધુ વાંચો

ભીનો થયેલો કાગળ,
ફાટીને ટુકડા થાય,
અથવા કોરો થઈને,
કડક અને ખરબચડો થાય,

આંસુથી ભીનું થઈ ગયેલું,
માનવ મન ભાંગી જાય,
અથવા આંસુ સુકવીને મન,
સખત અને બરછટ બની જાય.


#ભીનું

વધુ વાંચો

નિરુત્સાહી બનીને, શૂન્ય બનીને સૂતો ન રે હે માનવ,
ઉત્સાહી બનીને, એકડો બનીને ઊઠ ઊભો થા,
હજારો મીંડા તારી આગળ નહી પણ પાછળ લાગી જશે.

નિરંતર આગળ વધી રહેલી નદી નો પ્રવાહ જેમ,
વિશાળ સાગર ની આહોશ માં સમાય જાય છે તેમ,

નિરંતર ઉત્સાહ ના શ્રોત થી આગળ વધતો રહીશ,તો,
વિશાળ સુખસાગર ની આહોશ માં તું પણ સમાય જઈશ

નિરુત્સાહી બનીને શૂન્ય બનીને સૂતો ન રે હે માનવ,
ઉત્સાહી બનીને એકડો બનીને ઊઠ ઊભો થા,
હજારો મીંડા તારી આગળ નહીં પાછળ લાગી જશે.


#ઉત્સાહી

વધુ વાંચો

હે મનવા રાખ મનને,
વિશાળ ગગન જેવું,
રાખે સૌને પ્રેમ થી,
પોતાના બનાવી.

હે મનવા રાખ મનને,
વિશાળ સમુદ્ર જેવું,
દુખીયાના દુઃખ દુર કરે,
તેના આસું પીને.

હે મનવા રાખ મનને,
અફાટ રણ જેવું,
હાથમાં ની રેત સમાન,
સુખ દુઃખ સરકી જાય,
છોડ્યા વગર એક પણ નિશાન.
#વિશાળ

વધુ વાંચો

અત્યંત ખુશી થયેલા હૃદય નો,
અહેસાસ કરાવે,
આંખોમાંથી છલકતા આંસુઓ.

અત્યંત દુઃખી થયેલા હૃદય નો,
અહેસાસ કરાવે,
આંખોમાં સુકાઈ ગયેલા આંસુઓ.
#અત્યંત

વધુ વાંચો

સાચી નિતી એ ઉન્નતિ નુ ચઢાળ છે.
ખોટી નિતી એ અધોગતિ તરફ નું પ્રયાણ છે.
#ઉન્નતિ

જિંદગીની આ રફતારમાં,
ભરવાના છે નિશ્ચિત પગલા,
પહોંચવાનું છે નિશ્ચિત સ્થાન પર,
ઝડપી ચાલે ચાલીએ કે ધીમી ચાલે,
કાપવાનો તો છે નિશ્ચિત માર્ગ,
ઝડપી ચાલે ચાલવાથી,
ડગલા ખૂટી જશે અધૂરે માર્ગે,
દુઃખી થઈને ઝુરતો રહીશ,
પહોંચવાને નિશ્ચિત સ્થાન,
ધીમી ચાલે ચાલવાથી
સુખરૂપ પહોંચી જઈશ તું,
નિશ્ચિત માર્ગે થઇને નિશ્ચિત સ્થાને,
ઠેઠ સુધી મૂકતો જઈશ તું પગલાંના નિશાન.


#ઝડપી

વધુ વાંચો