પરિચયઃ જન્મ સ્થળઃ ૧૦ ઑક્ટોબર ૧૯૩૦ (૧૦-૧૦-૧૯૩૦) અમદાવાદ શૈક્ષણીક કારકીર્દીઃ પ્રાથમિક,માધ્યમિક અમદાવાદ.કૉલેજ એમ જી સાયન્સ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ. કાર્ય ક્ષેત્રઃ ૧૯૫૬ થી ૧૯૮૮ ' ધી અતુલ પ્રોડટ્સ લિમિટેડ 'વલસાડ ખાતે ,પ્રોડક્ષન કેમીસ્ટ, સીની. એક્ઝીક્યુટીવ , આસી સેફ્ટી ઑફીસર' તરીકે નિવૃત્ત.(૧૯૮૮) ઈતર પ્રવૃતિઃસર્વિસ દરમ્યાન સંસ્થાની સાંકૃતિક,સામાજીક સંસ્થાઓ 'ઉદય ' ઉત્કર્ષ ' 'વિજ્ઞાન મંડળ ' 'નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટીવ સોસાયટી ' વગેરેમાં માનદ મંત્રી તરીકે સેવા. હાલ નિવૃતઃ છેલ્લા દસ વર્ષથી (૨૦૦૯થી) ન્યુ જર્સી ખાતે રહુ છું.

*લક્ષ્મીના પગલાં ...*

નાનકડી એવી વાર્તા છે. સાંજના સમયે, એક છોકરો ચપ્પલ ની દુકાનમાં જાય છે. ટિપિકલ ગામડામાંનો.
ઘડીભર થયું આ નક્કી માર્કેટિંગવાળો હશે. સહેજ ગામડાની બોલી હતી. પણ એકદમ કોન્ફિડન્ટ.
૨૨-૨૩ વર્ષ નો હશે.
દુકાનદારનું પેહલા તો ધ્યાન સ્વાભાવિકપણે પગ આગળ જ જાય. એના પગમાં લેધર ના બુટ હતા, એ પણ એકદમ ચકાચક પોલિશ કરેલા...

*દુકાનદાર* :- શુ મદદ કરું આપની...?

*છોકરો* - મારી માં માટે ચપ્પલ જોઈએ છે સારી અને ટકાઉ આપજો..

*દુકાનદાર* : એ આવ્યા છે ? એમના પગનું માપ..?

છોકરાએ વોલેટ બહેર કાઢી એમાં થી ચાર ગડી કરેલ એક કાગળ કાઢ્યો. એ કાગળ પર પેનથી બે પગલાં દોર્યા હતા.

*દુકાનદાર*: અરે મને પગનો માપનો નંબર આપત તોય ચાલત...!

એમજ એ છોકરો બોલવા લાગ્યો
*'શેનું માપ આપું સાહેબ* ..?
મારી માં એ આખી જિંદગીમા ક્યારેય ચપ્પલ પહેર્યા જ નથી. મારી માં શેરડી તોડવાવાળી મજૂર હતી.
કાંટામા ક્યાય પણ જાતી. વગર ચપ્પલની મહેનત કરી અમને શિખાવ્યું. હું ભણ્યો અને નોકરીએ લાગ્યો.
આજે પહેલો પગાર મળ્યો. દિવાળીમાં ગામડે જાઉં છું. માં માટે શુ લઈ જાઉં..? આ પ્રશ્ન જ નથી આવતો.
મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ.

દુકાનદારે સારી અને ટકાઉ ચપ્પલ દેખાડી અને કીધું 800 ₹ ની છે. છોકરાએ કીધું ચાલશે.

*દુકાનદાર* : કેટલો પગાર છે તારો....?

*છોકરો* : હમણાં તો બાર હજાર છે રહેવાનું-ખાવાનું મળીને સાત-આઠ હજાર ખર્ચો થાય. બે-ત્રણ હજાર માં ને મોકલાવું છુ

*દુકાનદાર* : અરે તો આ 800 ₹ થોડાક વધારે થાશે

છોકરાએ દુકાનદારને અધવચ્ચે જ રોક્યા અને બોલ્યો આપી દ્યો ચાલશે.
દુકાનદારે બોક્સ પેક કર્યું છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બહાર નીકળ્યો.
મોંઘું શુ એ ચપ્પલની કોઈ કિંમત થાય એમજ નહતી...

પણ દુકાનદારના મનમાં શુ આવ્યું કોને ખબર. છોકરાને અવાજ આપ્યો અને ઉભા રહેવાનું કહ્યું.
દુકાનદારે વધુ એક બોક્સ છોકરાના હાથમાં આપ્યું.

અને દુકાનદાર બોલ્યો 'આ ચપ્પલ પણ લેતો જા. તારા માતાને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે. પહેલી ચપ્પલ ખરાબ થઈ જાય તો બીજી વાપરવાની.
તારી માતાને કહેજે કે હવે વગર ચપ્પલનું નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાની.

દુકાનદાર અને એ છોકરાના એમ બન્નેની આંખોમાં પાણી ભરાઈ ગયા.
શુ નામ છે તારા માતા નું.? દુકાનદારે પૂછ્યું.
જવાબ મળ્યો : *લક્ષ્મી*

દુકાનદાર તરતજ બોલ્યો મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને અને એક વસ્તુ આપીશ મને..?
*પગલાં દોરેલો પેલો ગડી કરેલ કાગળ જોઈયે છે મને...!*

એ છોકરો કાગળ દુકાનદારના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો.
કાગળને દુકાનદારે દુકાનના મંદિરમાં રાખી દીધો. દુકાનના મંદિરમાં રાખેલ એ કાગળ દુકાનદારના દીકરીએ જોયો અને પૂછ્યું, બાપુજી આ શું છે...?

દુકાનદારે એક લાંબો શ્વાસ લીધો અને દીકરીને કહ્યું *'લક્ષ્મી ના પગલાં'* છે બેટા.
એક સચ્ચા ભક્તે દોરેલા છે.
આનાથી ધંધામાં પ્રગતિ થશે .

દીકરીએ દુકાનદારે અને બધાયે એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...!
*લવ યુ ઝીંદગી* *શુભપ્રભાત-નમસ્કાર*

વધુ વાંચો

બાળપણ જે મઝા છે,
તે ઘડપણમાં કયા?

સવારની તાઝગી, અને
સંધ્યાની થકાવટ !!!

નિષ્ફળતા એ માત્ર ઘટના છે,એનાથી
વ્યક્તિની ઓળખ નક્કી થતી નથી