।। શુભાસ્તે પંથાનઃ સન્તુ ।।

અે કહે છે,
હું સક્ષમ છું,
મનથી ખૂબ મક્કમ છું,
સર્વ ગુણોથી સંપન્ન છું,

પણ હું માનું છું,
અેને પામવાને લાયક નથી,
સમજુ છું,
સજ્જન છું
પણ હજુ થોડો કમ છું.

વધુ વાંચો

સફર હોય કે જીવન,
બંધન તો સામાનનું જ હોય છે

સામાન વધારે,
જફા વધારે,
જગા વધારે,
ઝડપ ઘટાડે,
આનંદ ક્યાંથી આવે??

#સામાન

વધુ વાંચો

સામાનનો ભાર,
સામાનનો ભાગ,
સામાનનો લોભ,
સામાનથી ક્રોધ,
સામાનથી સુખ,
સામાનથી દુઃખ,

સવાલ અેક,
આપણો સામાન?? કે આપણે સામાન??

#સામાન

વધુ વાંચો

ગુજરાતી લેખક અને વાચકો માટે આજની પ્રતિયોગિતા સંબંધિત શબ્દોની સૂચિ

નિર્દય નિર્બળ નિર્ણય નિર્ભય નિર્લેપ નિર્જીવ નિર્માણ નિર્લજ્જ નિર્વાણ નિર્જલ નિર્જન નિર્દેશ નિર્દલ નિર્ગમ નિર્ગુણ નિર્ણય નિર્વાહ નિર્ભર નિર્દોષ નિર્મલ નિર્ધન નિર્મળ નિર્ધાર

#નિર્દય

વધુ વાંચો

નિર્દય પાસે પણ અેક હ્રદય હોય છે
બસ, સમય સમયનો ફરક હોય છે

#નિર્દય

ક્યારેય કોઈ નિર્દય બનતું નથી
પરિસ્થિતિ બનાવે છે.

#નિર્દય

મનગમતી મોસમ આવી છે
નાચી લેજો, પલળી લેજો
મન મૂકીને નાહી લેજો
બાળપણ ફરીથી માણી લેજો

કાગળની હોડી તરાવી
પાણીમાં છબછબિયાં કરતાં રહેજો
દેડકાની પાછળ દોડી જજો

ભજીયાની જ્યાફત ઉડાવી
ચા ની ચૂસકી પણ મારી લેજો
મકાઇના દોડા પણ શેકી લેજો

શરમના શેરડા છૂટા મૂકીને
જીંદગીનો જલસો જીવી લેજો
બાળક બનીને થોડુ રમી લેજો

સાહેબ, મનગમતી મોસમ આવી છે

-ઉદિત

વધુ વાંચો

ઉગ્ર વિચારી
માનવ સમુદાય
પળમાં લડે

#ઉગ્ર

આેલ્યા મંદિરવાળાને કહેજો રે,
ભકતો આવી રહ્યા છે બારણે,
હવે દર્શન વે'લા વે'લા આપ

મારા લૉકડાઉનના દા'ડા વિત્યા રે,
પ્રભુ યાદ તમોને નિત્ય કીધા રે,
હવે દર્શન વે'લા વે'લા આપ

બે બે મહિનાથી અમે ઘરમાં પૂરાણા
દિદાર પૂજા વિણ તરસ્યા રે,
ઘરના દેવતાને દિવો'ય કરતા
તોયે ના મનડા હરખ્યા રે,
મારે મુખડુ તારુ જોવું છે,
મારે તારા ખોળામાં રમવું છે,
હવે દર્શન વે'લા વે'લા આપ

કરીશ નહી તારા અંગે અડપલા
તારી પાસે કશું માંગીશ નહી,
દૂર ઉભો રહી મુખડુ જોઇ તારુ
મનમંદિરમાં જ નાચી લઇશ,
મારે વાતો તારી સાથે કરવી છે,
મારે મારી જ ફરિયાદ કરવી છે,
હવે દર્શન વે'લા વે'લા આપ

પિંજરે પૂરાયેલા બોલતા પશુઓના
મંદિરના બંધ દરવાજા ખુલશે,
સજીધજીને અને બનીઠનીને
તારા આંગણીયે અે પગલા કરશે,
નહીં લાવુ મોદક અક્ષત ને ફુલ,
હું તો લાવીશ થાળભરી લાડ ને કોડ,
હવે દર્શન વે'લા વે'લા આપ

-ઉદિત

વધુ વાંચો

જેની સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હોય,
જે પોતાનું સર્વસ્વ સોપી દે,
જે જન્મદાતા મા-બાપથી પણ વધુ સાચવે,
જેને પરમેશ્વરની તુલ્ય ગણે શાસ્ત્રો પણ,

તે પતિને લાયક બનવું તે સ્ત્રીનો પહેલો ધર્મ છે

લગ્ન પછી જે સ્ત્રી પતિના ઘરને પોતાનું માને છે,
તે સ્વર્ગના સુખ પામે છે,
પણ જે પિયરવ્રતા રહે છે,
તે સદા કજીયા કંકાસમાં રક્ત રહે છે

જે સ્ત્રી લાયક બને છે, તે ચોક્કસ નાયક બને છે...

#લાયક

વધુ વાંચો