लफ्जो से ना अंदाजा लगाओ मेरे किरदार का... ये सिर्फ मेरे अलफाज़ है,, मेरे जज्बात नही...

#टेढ़ा -मेढ़ा

બે દિવસ પછી પ્રગતિ પપ્પા સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે પ્રગતિને જણાવે છે કે આજે એમના સ્મિતા ટીચર અને ચેતના ટીચર રેલ્વે સ્ટેશન પર મળ્યાં હતાં. એમને રિઝર્વેશન નહી મળ્યું હોવાથી મારી પાસે આવ્યાં હતાં સીટ માટે. 


પ્રગતિ : તો પછી તમે શું કહ્યું ?


પપ્પા : મે મારા ચાર્ટમાં જોયું અને જે ટીકિટ કેન્સલ હતી એની પર એમને ટીકીટ કરી આપી. 


પ્રગતિ : પણ પપ્પા તમારે એમને શા માટે મદદ કરવી જોઈએ. એમને એક પછાત જાતિના ટી. ટી. પાસે મદદ લેતાં શરમ ના આવી ?


પપ્પા : ના બેટા આપણાં શિક્ષક માટે આમ ના બોલાય.


પ્રગતિ : તો શું એ લોકો આપણાં વિશે જે બોલે છે એ એમણે બોલવું જોઈએ ? વિચારવું જોઈએ ?


પપ્પા : બેટા એ એમની સોચ છે. એમના વિચાર જાણીને આપણે પણ એમના જેવું જ વિચારવા લાગીએ તો આપણામાં અને એમનામાં ફર્ક શું રહે ? 


પ્રગતિ એના પપ્પાને નીરખી રહી આના વિચારતી રહી કે, કોણ પછાત જાતિનું છે ? જે ખૂબ ભણીને શિક્ષક બનીને પોતે એક ઉચ્ચ વર્ગમાં જન્મ્યા હોવાથી પોતાને શ્રેષ્ઠ માને છે અને જે ફક્ત પછાત જાતિમાં જન્મ્યા હોવાથી એ નીચા હોય છે એવી સોચ ઘરાવે છે એ કે પછી, પછાત જાતિમાં જન્મ લેવા છતાં પણ એમની સોચ ખૂબ ઉચ્ચ છે જેમણે પોતાનાં સંતાનોને હંમેશા ઉચ્ચ સંસ્કાર આપ્યા છે એ મારા પપ્પા. અને એ એનાં પપ્પાને ગર્વથી જુએ છે. અને મનોમન નિર્ણય લે છે કે, ભલે હમણાં લોકો મને મારી જાતિથી ઓળખે છે પણ હું એવો મુકામ હાસિલ કરીશ કે એ લોકો મને મારા કર્મથી ઓળખશે. 

** ** **

મિત્રો આ કોઈ કાલ્પનિક સ્ટોરી નથી. પરંતુ સત્ય ઘટના છે. જેના નામ પણ મે સાચાં જ રાખ્યાં છે. આ ઘટના થોડાં વર્ષો પહેલાં મારા બાજુનાં ઘરમાં રહેતા એક ભાડુત પરિવારની છે. જો કે અત્યારની જનરેશન આ બાબતમાં થોડી ખુલ્લાં મનની જરૂર થઈ છે. છતાં પણ હજી પણ આ દૂષણ સમાજમાં ફેલાયેલ છે. હું કોઈ સમાજ સુધારક નથી પણ મનમાં થયું કે મારી પાસે એને શબ્દોમા વ્યક્ત કરવાની આવડત છે તો એનો હું અહીં ઉપયોગ કરું. જો મારી આ સ્ટોરી વાંચી એકપણ યુવક યુવતી કે માતા પિતા પોતાનાં વિચાર બદલશે તો મને એક સંતોષ થશે.

- તમન્ના

વધુ વાંચો

પ્રગતિ આશ્ચર્યથી એમની તરફ જુએ છે અને પૂછે છે, તમને કેવી રીતે ખબર ?


પ્રિયા કહે છે, ટીચર જ્યારે અમારાં ઘરે આવ્યાં હતાં ત્યારે એ લોકો વોશરૂમ જવાં માટે જ્યારે અમારાં વાડાના બાથરૂમમાં ગયા હતાં ત્યારે એ લોકોની વાત મે સાંભળી હતી. 


પ્રગતિ : શું કહેતાં હતા તેઓ ?


પ્રિયા : સ્મિતા ટીચર કહેતાં હતાં કે પ્રગતિના ઘરે જવાનું શુ કરવાનું ? ત્યારે ચેતના ટીચરે કહ્યું કે પ્રગતિના ઘરે આપણથી ના જવાય. એ લોકો પછાત જાતિના છે એમના ઘરે જવાથી આપણે અભડાઈ જઈશું. ત્યારે સ્મિતા ટીચરે  કહ્યું કે હું પણ એ જ કહેવા માંગતી હતી. એક પછાત જાતિના લોકોના ઘરે જઈ આપણે આપણો ધર્મ ભ્રષ્ટ ના થવા દઈએ.


પ્રિયાના મુખે આ સાંભળતા પ્રગતિના તો જાણે હોશ જ ઊડી ગયાં. એને તો માન્યમા જ નહોતુ આવતું હતું કે જે ટીચરને તે આટલું માનતી હતી. એમને એક ગુરુનો દર્જો આપ્યો હતો એ ટીચર એના માટે આવું વિચારે છે. એની આંખોમાંથી દડદડ આસું વહેવા લાગે છે. અને એ દોડતી દોડતી જઈ એના ઘરમાં ભરાઈ જાય છે. પ્રિયા અને રચના પણ એનું દર્દ સમજતાં એને કંઈ કહેવા કરતાં એકલાં છોડવાનું યોગ્ય માનીને એમનાં ઘરે ચાલ્યાં જાય છે. 


પ્રગતિને આમ રડતી રડતી આવતાં જોઈ એના મમ્મી પપ્પા બંને ચોકી જાય છે. એની મમ્મી એની પાસે જાય છે અને એના માથા પર હાથ ફેરવતાં પૂછે છે, બેટા શું થયું કેમ રડે છે ? પ્રગતિ રડતાં રડતાં બધી વાત કરે છે. અને કહે છે, મમ્મી બધા કેમ આપણને નીચી જાતિનાં કહે છે ? અત્યાર સુધી બીજા બધાં કહેતાં હતાં એ તો થીક પણ જેમને હું મારા આદર્શ માનતી હતી એ પણ આપણાં વિશે આવું જ વિચારે છે !! 


પ્રગતિના પપ્પા કહે છે બેટા કોઈ આપણાં વિશે શું વિચારે એ મહત્વનું નથી. પણ આપણે આપણાં વિશે શું વિચારીએ છીએ એ મહત્વનું છે. અને તું તો ભણી જ છે કે, " માનવી જન્મથી નહી કર્મથી મહાન બને છે. " તો પછી થોડાં લોકો આપણાં વિશે શું માને છે એને શા માટે મહત્વ આપવું. 


પ્રગતિ એના પપ્પાની વાત સમજી જાય છે અને આંખોના આંસુ સાફ કરી એમની સાથે જમવા બેસે છે. 


ક્રમશઃ

- તમન્ના

વધુ વાંચો

આજે પ્રગતિ ખૂબ ખુશ હોય છે. કાલે એના પ્રિય ટીચર્સ  એના ઘરે આવવાનાં હોય છે. રચના, પ્રિયા અને પ્રગતિ ત્રણેય ખૂબ પાક્કી બહેનપણી. પહેલાં ધોરણથી અગિયારમાં ધોરણ સુધી એક સાથે જ ભણ્યાં. એક જ બેન્ચ પર બેસતાં. ભણવામાં પણ ત્રણેય ખૂબ હોશિયાર. એકથી ત્રણ નંબરમાં એ ત્રણેય જ આવે. કોઈ વાર પ્રિયા તો કોઈ વાર રચના બીજા ત્રીજા નંબર પર હોય. પણ પ્રગતિનો હંમેશા પહેલો નંબર જ આવે. બધા ટીચર પણ એ ત્રણેયને ખૂબ માને. એમાં પણ ગુજરાતી અને મનોવિજ્ઞાનના ટીચર તો એમનાં પણ ખૂબ પ્રિય. અગિયારમાંના વેકેશનમાં એમના ટીચર વારાફરતી એ ત્રણેયના ઘરે આવવાનાં હતાં. રચના અને પ્રિયાના ઘરે એ લોકો આવી ગયા હોય છે. હવે પ્રગતિના ઘરે જવાનો વારો હતો. અને આવતી કાલે એ લોકો પ્રગતિના ઘરે આવવાનાં છે. એટલે એ ખૂબ જ ખુશ હોય છે. અને ઘણી ઉત્સાહથી બધી તૈયારી કરે છે. 


સવારથી પ્રગતિ દરવાજા પર નજર રાખીને બેઠી હોય છે. સવારથી બપોર થઈ ગઈ પણ હજું ટીચર નહોતા આવ્યાં. એની મમ્મીએ એને સમજાવી પણ કે જમી લે તારા ટીચર આવતાં જ હશે. પણ પ્રગતિ એ કહીને ના કહી દે છે કે," એના ટીચર આવશે પછી જ જમશે. "


સવારની બપોર અને બપોરની સાંજ થઈ ગઈ પણ એના ટીચર નહીં દેખાયા. હવે તો પ્રગતિને પણ સમજ આવી ગઈ કે હવે એનાં ટીચર નહીં આવશે. અને એ ઉદાસ થઈને ઓટલા પર બેસી રહે છે. એટલાંમાં રચના અને પ્રિયા ત્યાં આવે છે. પ્રગતિ એમને નિરાશ થઈને કહે છે કે ટીચર નહી આવ્યાં. રચના અને પ્રિયા એકબીજાની બાજું જુએ છે અને ઈશારામા કંઈક વાત કરે છે. પછી પ્રિયા કહે છે, પ્રગતિ અમને ખબર હતી આપણી ટીચર નોહતી આવવાની. 

ક્રમશઃ

- તમન્ના

વધુ વાંચો