Hey, I am on Matrubharti!

वतन के नाम जिन्दगी कर देना हमारी हसरत थी,
क्या हुआ जो छुप छुप के वार करना दुश्मन की फितरत थी।
हमारी वतन से मोहब्बत, यही हमारी हकीकत थी,
मेरी देशवासियों की दुश्मनों से रक्षा मेरी जरूरत थी।

मेरी पहचान मेरी मा समान मातृभूमि की हिफाजत थी,
हमारे दिलोमे बुलंद हौसले और साथमे देशकी हुकूमत थी।

जब भी दुश्मनों के बम गिरते, लोगो के लिए क़यामत थी,
हम तैयार थे सदा तिरंगे के लिए, वहीं तो हमारी चाहत थी।

#भारत
#जवान

વધુ વાંચો

Tejash B લિખિત વાર્તા "આનું જ નામ પ્રેમ - ભાગ-2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19891883/aanu-j-naam-prem-2

કહેવાય છે પ્રેમમાં દોષ દેખાતા નથી, અને દોષ દેખાય ત્યારે પ્રેમ જવાની તૈયારી કરે છે.

ચાલ એક વચન આપું તારા પ્રત્યેક દોષ મારે નામ કરવા તૈયાર છું,
જો તું જીવનભર મારા પર દોષારોપણ કરવા તૈયાર હોય તો...
#દોષારોપણ

વધુ વાંચો

ભાઈઓ,
આજે હાથ પર કઈ બંધાવતા પેહલા પૂછપરછ કરી લેજો.
રાખડી પણ હોઈ શકે છે ફ્રેન્ડશીપ બેલ્ટની શકલમાં...
યાદ છે ને સ્કૂલમાં આગળના દિવસે રક્ષાબંધન મનાવતા હતા.
ચોકસાઈ હટી અને દુર્ઘટના ઘટી. જનહિતમાં જારી.
#પૂછપરછ

વધુ વાંચો

મારી ગેરહાજરીમાં જે મારી પૂછપરછ કરતા હતા,
આજે સામે મળ્યા અને નજરો બચાવતા નીકળી ગયા.
દરરોજ જે આવીને મનને પ્રફુલ્લિત કરતા હતા,
સ્મિતના કારણ હતા તે આંખ ભીંજવતા નીકળી ગયા.
- તેજસ
#પૂછપરછ

વધુ વાંચો

મન પણ કેવું લલચાઈ જાય છે,
જેવો એને તારો મેસેજ આવે કે
બીજું બધું તુરંત જ ભુલાઈ જાય છે.

બીજો કોઈ મોહ નથી હોતો એને,
તું ખુશ ને સલામત છે એટલું જ,
અને એમાં આખું એક જીવન જીવાઈ જાય છે.
- તેજસ
#લલચાવવું

વધુ વાંચો

જ્યારે જ્યારે તમારી વાતો શાંત રહીને હું માણું છું,
વળીને બોલતો નથી એટલે, એવું નથી જવાબ નથી હોતો.

શરમથી એક એકને ડુબાડી શકું એટલું તમારું જાણું છું,
દરિયો છે આખો અંદર ભરેલો, હું બસ ઘૂઘવતો નથી હોતો.
- તેજસ
#મૌન

વધુ વાંચો

આખી જિંદગી સુખ સાધન ભેગા કર્યા પણ બધાથી ક્યાં ભોગવાય છે,
ત્વરિત બદલાઈ જતા સંજોગો જિંદગીના જોવોને ક્યાં સમજાય છે.
#ત્વરિત

વધુ વાંચો

સલામ છે દરેક જવાનને જેણે,
દેશના સલામતી માટે પોતાના પ્રાણ ધરી દીધા,
સિંહગર્જના સાથે દુશ્મનને ભગાડી દીધા,
કપરી પરિસ્થિતિમાં અડગ રહ્યા હમેશા,
તમે દેશભક્તિના ચારેકોર ડંકા વગાડી દીધા.
"જય હિન્દ"
#સલામ

વધુ વાંચો

આટી ઘૂંટીઓ આ દુનિયાની પણ કેવી છે અજબ,
ફેરવી નાખે છે ભલભલા માણસની સમજ,
મુશ્કેલીઓ અને ચિંતાઓ તો છે ભેજાની ઊપજ,
સાથે રહી શાંતચિત્તે વિચારશો તો ઉપાય છે સહજ.

- તેજસ

#મુશ્કેલ

વધુ વાંચો