I like reading and writting ...

"રમીલા... ક્યારની રસોઈઘરમાં શું કરે છે?"
"એ... કાંય નય. કેમ તમે ભુલી ગયા? આજ આપડો યોગેશ આવવાનો છે. અરે... સરહદે ગયા પછી આજ એક વર્ષે ઘેરે આવે છે તો, એને ભાવતી કડકડી સુખડી બનાવું છું." રમીલાબહેને એમના પતિને થોડો ઠપકાભર્યા અવાજે કહ્યું.
સુખડી બનાવીને રમીલાબહેન રસોડેથી ડેલીએ અને ડેલીએથી રસોડે આતુર થઈ આંટાફેરા મારવા લાગ્યા.
કલાક વીતી, બે કલાક વીતી, બપોર થઈ 'ને ગાડી આવી.
ગાડી આવી 'ને યોગેશને લાવી પણ, તિરંગામાં વિટાળીને.
રમીલાબેનની આતુરતા વિયોગમાં ફેરવાઈ ગઈ.
- તેજલ
#આતુર

વધુ વાંચો

કહેવાય છે કે આત્મા અમર છે, દેહનું જ મૃત્યુ થાય છે.
પણ,
આ સમાજમા થતા દુષ્કૃત્યોને ઉશ્કેરતા આત્માઓ પણ મૃત જ હોય છે.
તેજલ
#મૃત

વધુ વાંચો

પામવા તને જરૂર હતી એક સાહસની
હિંમત ક્યાં હતી???
તન તો બંધાયેલ હતું સંસારની બેડીથી.
તેજલ

#હિંમત

તારી આપેલી સાવધાનીની સલાહ આજ દિન સુધી કામ લાગી રહી છે, અને આગળ પણ કામ લાગશે જ.
અને,,,
તું કહે છે કે હું તને ભુલી ગઈ છું,,, એમ???

તેજલ

#સાવધાની

વધુ વાંચો

મારી બેદરકારી મને જ નડી રહી છે.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
શું છે બેદરકારી તારી?
.
.
.
.
.
બસ,,,,,
આ આ આ આ આ
જ જ જ જ જ
...
...
...
...
...
જે હમણાં તે વાંચી એ જ

- તેજલ
☝☝☝
🤔🤔🤔
🙄🙄🙄
🙏🙏🙏
#બેદરકાર

વધુ વાંચો

દરેક પરિસ્થિતિ સમજવા સમક્ષ છું હું,
પણ,,,
તારો પ્રેમ ક્યાં પામી શકી છું હું???

ચંદ્ર ચડી, પર્વત પાર કર્યો,
વાળ્યા છે કંઈ કેટલાયે વિઘ્નો,
પણ,,,
તારા વિશ્વાસને ક્યાં વાળી શકી છું હું???

દિકરી બની, દોસ્ત બની,
માતા બનતા , જન્મદાતા બની,
પણ,,,
તારી નાલાયક નજરને ક્યાં સમજી શકુ છું હું???

નારીની વેદના

તેજલ

#સક્ષમ

વધુ વાંચો

જીવનના દરેક પડાવમાં અવરોધ તો આવવાના જ, પણ એ અવરોધને અવરોધ નહીં પણ ઈશ્વરનો સંકેત સમજીને આગળ વધીશું તો ઈશ્વર પણ આપણી સાથે જ ચાલશે.


તેજલના સૌને જય શ્રી કૃષ્ણ

#અવરોધ

વધુ વાંચો

"કામ કરતી વખતે તારૂં ધ્યાન ક્યાં ભટકે છે? મને તો લાગે છે કે તું તારા મગજનું સંતુલન જ ખોઈ બેઠી છો. કવ છું કંઈ ને કરે છે કંઈ." નિતીન એની પત્ની નૈના ઉપર બરાડી ઉઠ્યો.
"ખબર નહીં કેમ, પણ મને આજે કંઈ સુઝતું જ નથી. બધું ઉંધાચતુ જ દેખાય છે,કદાચ એટલે,,, તમે થોડી વાર ઉભા રહો ત્યાં હું તમારી ફાઈલ શોધી આપું." નૈનાએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો ને ફાઈલ શોધવાના કામે લાગી ગઈ. થોડીવારમાં ફાઈલ મળતા નિતીનને આપી નિતીન હાથમાં ગાડીની ચાવી ફેરવતો ફેરવતો પોતાની ઓફિસ તરફ રવાના થયો.
છેલ્લા કેટલાક દિવસથી નૈનાની તબિયત સારી ન હતી, પણ નિતીનના કડક સ્વભાવને લીધે પોતે કંઈ પણ કહી શકતી નહોતી. નિતીન તો બસ પોતાનું કામ સમયે જ થવું જોઈએ એવો કાયદો રાખતો. આજે નૈનાને મગજના સંતુલન વિશેના નિતીનના શબ્દો ખૂબ જ આકરા લાગ્યા. એ શબ્દો ઘરકામ કરતા કરતા એના મગજમાં સતત ઘુમરાવા લાગ્યા.
બાળકોની હોંસાતોસી, પતિના શબ્દોની મારામારી, પાડોશીની પડાપડી આ બધા વચ્ચે પોતાને ખોઈ બેઠેલી નૈના, આખરે સાચે જ પોતાના મગજનું સંતુલન ખોઈ બેઠી હતી.

તેજલ
07/07/2020 મંગળવાર
#સંતુલન

વધુ વાંચો

વેર વિખેર કર્યા કુદરતના કાર્ય,
સંતુલન જાળવવા થયો એ મૌર્ય,
છોડ્યા ક્યાંક વાયરસ નાના મોટા ,
ને દેખાડી દીધું એનું કેવું છે ધૈર્ય.

તેજલ

#સંતુલન

વધુ વાંચો

દરેક સંબંધમાં સંતુલન જાળવવા માટે સૌથી મોટું હથિયાર મૌન છે.
તેજલ
#સંતુલન