Hey, I am reading on Matrubharti!

જેના માટે સરકારે આટલા ખર્ચ્યા, જેમને માટે શ્રમિક સ્પેશિયલો દેશના એક થી બીજે છેડે દોડાવી, જેઓ ભૂખ્યા ન રહે તે માટે જોખમ લઈ અનલોક કર્યું- મોટે ભાગે તે શ્રમજીવીઓ જ માસ્ક વગર જ ફરતા ને ફરીથી જ્યાં ત્યાં ખાઈને કચરો કે ચા પીને પૂંઠા કમ પ્લાસ્ટિકના કપ ફેંકતા અને દેખાવ પરથી હાથ ધોવા તો ઠીક, ફરી નાહયા વગર ફરતા હોય તેવા રોજ સામે મળે છે. તેઓને જીવનની ન પડી હોય તો એમ, નિર્દોષ પ્રજાનું ખૂન કરવા શા માટે નીકળી પડ્યા છે? કાલે મોદીએ હાથ જોડી કહ્યું પણ તેમને કોઈ ફરક પડતો નથી. ફરીથી મોટા ભાગના અન્ય ઉત્તરીય રાજ્યોમાંથી આવેલા દેખાય છે.
કોરોના એ ટાઇફોઇડ નહોતો કે પંદર દિવસ દવા લઈ મટી ગયો એટલે જે હતી એ જિંદગી. પોતે મરશો ને બીજાને મારશો.

વધુ વાંચો

પાસપોર્ટ- 2010 અને 2020.
સન 2010. ઓગસ્ટમાં ફોર્મ ભર્યું અને સબમિટ કર્યું તો ઓક્ટોબરમાં એપોઇન્ટમેન્ટ મળી. હું બેંકની નોકરીમાં એટલે પબ્લિક સેક્ટરનું નો ડ્યુ અને નો ઓબજેક્શન ઓણ જોઈએ. આધાર કાર્ડ ત્યારે નહોતાં. અમે બપોરે 12 ની એપોઇન્ટમેન્ટ માટે ગુલબાઈ ટેકરા પાસેની ઓફિસની બહાર ખૂબ લાંબી લાઈનમાં નારણપુરાના ઘેરથી 8.30 ના નીકળી ત્યાં ઉભી ગયાં. ઘણા છેક નડિયાદ પાસે કે આણંદ અને અંતરિયાળ ગામોમાંથી કોઈ તો વણાકબોરીથી આવેલા. રાતની મુસાફરી કરી ત્યાં આવી લારીની ચા પી ને વૉટરબેગનાં પાણીએ મોં ધોઈ ઉભેલા.
ટાઈમ સ્લોટ તો શરૂ થયેલા પણ માત્ર સવાર અને સાંજના હતા. 9થી 1 અને દોઢથી 4.
અમારા સ્લોટનો વારો આવ્યો એટલે સિકયોરિટીએ અમને અંદર લીધાં. ત્રીસ કે ચાલીસ લોકો એક સાથે.
બારીઓ પર ફોર્મ જમા કરાવવા લાઈન. પછી વરીફાય કરાવવા લાઈન. એમાં પણ મારાં નો ઓબજેક્શન માં શબ્દો કંઈક જોઈએ એથી જુદા હતા એટલે એ માટે અઠવાડિયા પછી ફરી એપોઇન્ટમેન્ટ. બધાના લાઇટબીલકે રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને મારે મારું બેંક આઈડી બતાવવાનું. ફોટો કદાચ પાડેલો પણ ઘેરથી બે ફોટા પણ લઈ જવાના હતા. એટલે તો એ પાસપોર્ટ સાઈઝ ફોટા કહેવાય છે. મને યાદ છે ત્યાં સુધી ત્યાં ફોટા નહોતા પાડ્યા, અમારા જ ચોંટાડેલા. મારી પાસે કોપીઓ છે તેમાંનો જ એક ફોટો જુના પાસપોર્ટ પર છે.કેમેરા r.t.o. અને ત્યાં 2012 પછી આવ્યા.પછી એકનોલેજમેન્ટ. કાગળની ચબરખી પર સિકકો મારીને.
પછી પોલીસ વેરિફિકેશન. મને ઘાટલોડિયા પોલિસ સ્ટેશનથી ફોન આવ્યો. ત્યાં ફરી એ જ કાગળો લઈ ગયો અને સાથે પાડોશીને સાક્ષી તરીકે. વેરીફાઈ કરી સ્ટેશનની અંદર જ રૂ. 250 એક વ્યક્તિના, અમારા બે ના 500 સામેથી માંગ્યા. મેં આપ્યા.
2020. પાસપોર્ટ રીન્યુ.
ગવર્નમેન્ટની સાઇટ જોઈ પણ મારા પુત્રે 23.6 ના નિયત ફી 1500 એક ની ઓનલાઈન ભરી, ફોટાની કોમ્પ્રેસડ જેપીજી અને આધાર, લાઈટ બિલ (ઘર બદલ્યું) અપલોડ કર્યા અને માત્ર 3 દિવસ બાદ 26.6 ની 1.45 બપોરે ની એપોઇન્ટમેન્ટ વિજય 4 રસ્તે મળી. મીઠાખળી બીજું કેન્દ્ર છે.બોપલથી 1 વાગે નીકળી 1.35 ના પહોંચ્યાં.
ત્યાં આરોગ્ય સેતુ ડાઉનલોડ અને સેઈફ સ્ટેટસ, ટેમ્પરેચર બહાર ચેક કરે અને તરત જ અંદર લીધાં. એક સ્લોટમાં 10 જેવા લોકો જ હતા. બીજો તરત 2 વાગ્યાનો હતો.
બારી A પર ડોક્યુમેન્ટ અને જૂનો પાસપોર્ટ બતાવી ટોકન. તરત અંદર. બારી B પર તમારો નંબર ઇન્ડિકેટરમાં જુઓ ને બે મિનિટની અંદર એક સાથે 7 બારી હતી તેમાં એક પર બેસાડ્યો. મારી આંગળીઓ અને અંગુઠાઓની છાપ લીધી અને આધારનું ઓનલાઈન વેરિફિકેશન કર્યું. ખુરશી પાછળ લેવરાવી મારો ફોટો પાડ્યો. સાથે લાવેલ ફોટો માગ્યો નહીં. સિરિયલ નંબર આપ્યો. જાવ C વિભાગમાં. ત્યાં જુના પાસપોર્ટ પર કેન્સલનો સિક્કો, ઇમિગ્રેશનના પેજ પર સ્ટેપલર લગાવ્યું. અંદર બેચાર માણસો જતા. તરત કેબિનમાં સાહેબે બધું ફાઇનલ ચેક કર્યું . પોલીસ વેરિફિકેશન માટે ફાઇલ મુકયાનો મેસેજ ત્યાં ને ત્યાં મારા મોબાઈલ પર આવ્યો. મને એક્ઝિટ કરવાનું કહેવાયું. બહાર આવ્યો તો 2 માં 5.
ખૂબ સરસ વ્યવસ્થા. અંદરનું ambience ખૂબ pleasant.

આજેજ બોપલ પોલીસ ઘેર આવ્યા અને અમારા ઘરમાં ફોટા પાડી, આધાર, લાઇટબીલ, જૂનો પાસપોર્ટ ચેક કરી તરત ઉભા. શ્રીમતીએ કહ્યું શું આપવાનું ? કાંઈ નહીં. સામેથી આપીએ તો પણ નહીં. માત્ર ઘેર હતો તે આઈસ્ક્રીમ થોડો ખાઈ બહાર.
માત્ર 10 વર્ષમાં સરકારી મશીનરી અને દુનિયા કેટલી બદલાઈ ગઈ છે!
આ લેખ મિત્રોને વધુ માહિતીપ્રદ લાગશે, ગમશે.
સુનીલ અંજારીયા

વધુ વાંચો

હાથ ધોતા રહો તો જિંદગીથી હાથ ધોવા નહીં પડે

સ્વસ્થ તન, શાંત મન માટે
કરો યોગા, હરાવો કોરોના

આ અઠવાડિયામાં શનિ થી ગુરુવાર વચ્ચે બે ખૂબ સરસ પુસ્તક વંચાઈ ગયાં.
એક 'અંધારી ગલીમાં સફેદ ટપકાં' - હીમાંશી શેલત.
અંધારી ગલીઓ એટલે એક વાર્તામાં છે તેમ વૃંદાવન જેવાં ગામમાં સફેદ ટપકાં એટલે વિધવાઓ. જેમણે બધી જ લાગણીઓ સાતમા પાતાળમાં ધરબી દઈ માત્ર ભજન કીર્તન જ કરવાનાં હોય છે. આશ્રમમાં માથું ઓળવા અરીસો પણ સાવ નાનો ને બધા વચ્ચે એક. ઘણી નિરાશ્રિત યુવાન વિધવાઓ પણ એમ રહેવું પડે છે.
બીજી અનેક વાર્તાઓ માનવમનનો તાગ લેતી. બધીમાં એકદમ સરળ ભાષા અને પ્રવાહ એટલે મોટે ભાગે એક જ ઘટના. કેટલીકના અંત સમજવા અઘરા પડે. આગળ પાછળ ફરી વાંચી પકડવું પડે.
નિષ્ફળ દુકાનદાર, ઘરમાં પોતાનું વજન પાડતા નાનાભાઈ સામે દબાઈને રહેતો મોટો ભાઈ, એકલી સ્ત્રીને રાત્રે જાગતા ઓરતા , વૃદ્ધના સંતાનો સાથેના સંબંધ, ઘર છોડી ચાલ્યા જવું અને બીજી સવારે ભિખારીઓ સાથે બેસી ચા બિસ્કિટ ખાવાં ઘર કરતાં વધુ ગમવાં- આવા પ્લોટ્સ પર.
મૂળ તો ટૂંકી વાર્તા અપીલીંગ કેવી રીતે બનાવાય તેનો અભ્યાસ કરવા પણ જોઈ જવા જેવી.
એ પછી સોનલ મોદી દ્વારા અનુવાદિત સુધા મૂર્તિની 'મનની વાતો'. એટલું તો પ્રવાહી ભાષાંતર છે કે કન્નડ માંથી અંગ્રેજીમાંથી ગુજરાતી થયું છે તેમ લાગે જ નહીં. યોગ્ય જગ્યાએ ગુજરાતી કહેવતો ને રૂઢિપ્રયોગો પણ સરસ રીતે મુક્યા છે.
સાવ નાના પણ સ્પર્શીય પ્રસંગો. જેમ કે એક સ્ત્રી રક્ષાબંધન અને ભાઈનું નામ પડતાં જ ગુસ્સે થાય અને જોરથી રડી પડે. તેને ગામડામાં તેનાથી નાના ભાઈ, જેને માટે પોતે ભણી નહીં ને ખૂબ ભોગ આપી મા ની જેમ ઉછેર્યો તે રક્ષાબંધનને દિવસે જ તેને પૈસા માટે શહેરમાં વેશ્યા તરીકે વેંચી આવ્યો હોય છે.
આઇટી કપલ અને લગ્નોની છણાવટ કરતી બહેનો લગ્નબ્યુરોની માલિક નીકળે, ટ્રેઇનમાં દરેક વિષય પર મીઠી વાતો કરતી યુવતી બામની સેલ્સગર્લ નીકળે, પોતે ફાઇનાન્સ કરી ભણાવેલ બે ગરીબ વિદ્યાર્થીઓ પૈકી એક તેના શો રૂમમાં આવતાં અછો વાનાં કરે જ્યારે બીજો ડોક્ટર એપોઈન્ટમેન્ટ વગર ગયાં હોઈ બમણા પૈસા લે!
પીએચડી યુવતી ઘરમાં જાતે જ પરાધીન થઈ જાય જ્યારે અભણ સ્ત્રી નવાં બ્રોકોલી જેવાં શાક વાવી કુટુંબ અને સમાજમાં પુછાતી થઈ જાય- આવી પ્રેરણાત્મક વાતો.
સિનિયરોએ હમણાં ઓછું નીકળવાનું હોઈ બહુ જલ્દી વંચાઈ ગઈ.

વધુ વાંચો

World at work.
બેંકોની બહાર લાંબી કતારો. જો કે અંદર 5 વ્યક્તિઓને જ જવા દે છે એટલે વારો તરત આવે છે. ખાલી ચેક ભરવા કે ભરેલું ફોર્મ આપવાની અલગ લાઈન. જે બેંકનો માણસ આવીને કલેક્ટ કરી લે. બેંકમાં સેનિટાઈઝર અને મને એટેન્ડ કરતાં બહેને ગ્લોવ્ઝ પણ પહેરેલાં. માસ્ક તો આખા રસ્તે બધાએ પહેરેલા.
ટ્રાફિકનો ફોટો જુઓ. કાર ની લાઈનો અને સિગ્નલો. પહેલાંથી થોડો ઓછો પણ ટ્રાફિક હતો.

વધુ વાંચો

કબુતરો ચકલી પછી માણસનું સહુથી નજીકનું પક્ષી છે. 'પારેવાં' ને ચણ આપી પુણ્ય મેળવીએ પણ એ પક્ષીઓ ગંદકી ખૂબ જ કરે છે. બીજાં કોઈ પણ પક્ષી કરતાં વધુ.
કોરોના ફેલાયો છે તે મારા બોપલના વિસ્તારોમાં કાં તો ઉકરડો નજીક હતો ને કાં તો કબૂતરની હગારથી ગંધાતું ફિલ્ડ.
1. જો તે આપણી ઉપર નિર્ભર પક્ષીને ચણ આપીએ તો એ જગ્યા પાણીનો ફુવારો અને કોઈ disinfectant નો સ્પ્રે કરી સ્વચ્છ પણ કરવાની જવાબદારી આપણી છે.?

2. એવું તો નથીને કે એ પક્ષીની નવી પેઢી આપણી કડક ને કાચી જાર ને અનાજના દાણા પચાવી શકતી નથી એટલે મોટા ભાગનો ખોરાક ચરક રૂપે બહાર કાઢી નાખે છે?
3. બાળક, (કે મારી જેવાને પણ ભાવતું મળે તો) પેટ ભરાયું એ ખબર પડતી નથી. એમ જે લોકો પુણ્ય મળશે માની ચણ નાખે રાખે છે એની quantity થોડા દાણા પૂરતી રાખે.
કોરોના સાથે જીવવું હોય તો સ્વચ્છતાનું આ પાસું ધ્યાનમાં લેવું પડશે.

વધુ વાંચો

એક વડીલે જોક કહેલી. સાચું બનેલું હતું કોઈનું.
ભાઈ પીયરથી આવતી પ્રમાણમાં નવી પત્નીને તેડવા સ્ટેશને ગયા. સામાન સ્કૂટર પર બાંધ્યો. રાજકોટ. જંકશન પ્લોટથી કોઈ વાત ધીમે ધીમે સ્વગત કરતાં સ્કૂટર ઉત્સાહમાં ભગાવ્યું. ઘેર પહોંચી સ્ટેન્ડ ચડાવી સામાન છોડે ત્યાં એમનાં મા બહાર આવી કહે ' ...(વહુ) ક્યાં!
ભાઈએ ઉત્સાહમાં કીક મારી સ્કૂટર ભગાવ્યું ત્યારે પત્ની બેઠી કે નહીં એ પૂછવું, જોવું ભૂલી ગયેલા.
પત્નીએ ઘેર આવી ધોલાઈ કરી કે વળતી ટ્રેઇનમાં પાછી ચાલી ગઈ એ મને કહ્યું ન હતું.

વધુ વાંચો

આપણા બેલી આપણે બંધવા.
લોકડાઉન ખુલ્યું પણ તકેદારી વધી.
1.દૂધની કોથળી ગરમ પાણીમાં ધોઈ,
2.શાક સોડામાં ધોઈ તડકે સુકવ્યું, 3.થેલી પણ અલગ.
4.સૂંઠ સૂંઘી.
5.જુઓ, હોમ મેઇડ સુદર્શન. બાજુના ઘરના લીમડાના પાન તોડી, સુકવી, મિક્સચર માં ગ્રાઈન્ડ કરી બનાવ્યું.
6.સેનિટાઈઝર બહારથી આવી તરત ને જતા પહેલાં તરત.
7.માસ્ક ને રૂમાલ તડકે સુકવી દીધા.
8.પૈસાની નોટ પર પણ શ્રીમતીએ ગરમ ઈસ્ત્રી ફેરવી.
God helps those who help themselves.
અમે તો આ કરીએ છીએ. તમે પણ કરો.

વધુ વાંચો