phd scolar with govt school teacher

mahender Vaghela લિખિત વાર્તા "હું યાદ આવીશ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19886629/hu-yaad-aaveesh

mahender Vaghela લિખિત વાર્તા "શોધુ છુ તને" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885489/sodhu-chhu-tane

યાદ આવી ગઇ

આજે તમને મારી યાદ આવી ગઇ સાચે જ દિલમા ખુશી છવાઇ ગઇ, રાહ જોતો હતી દરરોજ તમારી ,
સાચે જ આજે દિલમાં ગજબની મોજ આવી ગઇ
આજે તમને મારી યાદ આવી ગઇ.........
જતા નથી આ દિવસો જુદાઈના,
આવોને જિંદગીમાં મારી પાછા,
ક્યાક તમારી રાહ જોવાઈ રહી છે .
આજે તમને મારી યાદ આવી ગઇ.........
કાપુ છુ દિવસો ગણી –ગણીને,
સાચુ ક્ષણ-ક્ષણ પડી રહી છે ભારે,
નહોતી ખબર કે ગમગીની છવાઈ જશે,
તમારા જવાથી મારા જિવનમાં,
પણ સાચુ મરીને જિવુ છુ,
તમારા વગર મારા જિવનમાં.
કસમ છે તમારી કરૂ છુ યાદ,
પળ-પળને ક્ષણ –ક્ષણ,
લાગે છે ક્ષણ પણ યુગની ભાતી.
આજે તમને મારી યાદ આવી ગઇ.........

વધુ વાંચો

તું હવે વધારે નજીક ના આવ ,મને ડર લાગે છે
ક્યાંક સદાય માટે તને ખોવાનો મને ડર લાગે છે
સાથે રહીશું ,સાથે જિવીશું ,
કરીશું અધૂરા સપના પૂરા ,
એવી અશક્ય કલ્પના ભરી વાતો ના કર મને ડર લાગે છે..
તારી સુંફિયાણી વાતો ના કર મને ડર લાગે છે...
વધારે પ્રેમ,વધારે પોતિકાપણું ના કર મને ડર લાગે છે....
ક્યાંક આ તારા પ્રેમનો વ્યસની ના બની જાવ એજ ડર લાગે છે
ક્યાંક અનહદ પ્રેમમાં ,હૂં જ તારો દુશ્મન ના બની જાવ
એ જ મને ડર લાગે છે
ક્યાંક વિરહની વેદનાને ,જુદાઈની પીડા જીરવી નહિ શકૂ
એ જ ડર લાગે છે.
તું હવે વધારે નજીક ના આવ ,મને ડર લાગે છે....

વધુ વાંચો

જેમ જેમ નજીક આવ્યાં તમારી ,દૂર દૂર થતા ગયા તમારી.
ક્યાંક હ્ર્દયની ભાવના સમજી ના શક્યા તમે,
ક્યાંક અમારી ભાવના જણાવી ના શક્યા અમે,
નથી જવું એક પળ પણ દૂર,
પણ તમે જ કરી રહયા છો પળે પળ દૂર,
અમારા એ અનહદ પ્રેમને તમે સમજો છો ગાંડપણ,
પણ એ નથી ગાંડપણ ,
એ છે એક નિસ્વાર્થ હ્ર્દયમાથી નિકળતુ અવિરત પ્રેમનું ઝરણું...
જેમ જેમ નજીક આવ્યાં તમારી ,દૂર દૂર થતા ગયા તમારી.
ક્યાંક હ્ર્દયની ભાવના સમજી ના શક્યા તમે.....

વધુ વાંચો

ગાધીના સિદ્દાંતો:આપણા સંકલ્પો

પૂજ્ય બાપુની જન્મ જયંતીના ૧૫૦ વર્ષની ઉજવણી દેશ આખો કરી રહ્યો છે .શાળા,કોલેજો,શૈક્ષણિક સંસ્થઓમાં પૂજ્ય બાપુની ૧૪૯ મી જન્મ જયંતી ખુબ ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી,સાથે સાથે શાસિત સરકાર દ્વારા સ્વસ્થ ભારતના નિર્માણ માટે “પ્લાસ્ટિક મુક્ત ભારત “નુ અભિયાન પણ છેડ્યુ જે ખરેખર સરાહનીય બાબત છે .જેના ફળ આજે નઈ તો કાલે આવનાર પેઢીને ચોક્કસ મળશે .
પણ અહિ વાત કરવી છે કે માત્ર સંકલ્પ લેવાથી પૂજ્ય બાપુએ આપેલા સત્ય,અહિંસા ,બ્રહ્મચર્ય,અસ્તેય અને અપરિગ્રહના સિધ્ધાતો આપણા જિવનમાં ઉતરી જવાના છે ?જવાબ છે ના.સરકાર સાથે સાથે આપણે પણ કેટલીક બાબતોમા જાગ્રૂત બની બાપુના સ્વપ્નનુ ભારતનુ નિર્માણ આપણે જાતે જ કરવાનુ છે. સંકલ્પ કરવા માત્રથી પૂજ્ય બાપુના સપનાના ભારતનુ નિર્માણ થઈ શકવાનુ નથી ,એના માટે આપણી દ્રઢ ઈચ્છા શક્તિ હોવી જોઇશે.
પરમ પૂજ્ય ગાધી બાપુ એ સેવેલ વર્ગવિહિન સમાજની કલ્પનાને સાકર કરવા માટે આપણે આપણાથી જ શરૂઆત કરવી રહી, એ સમાજ એવો હોવો જોઇએ કે જેમા કોઈ ઉચ્ચ –નીચના ભેદભાવ હશે નહી. રંગભેદ,જ્ઞાતિભેદ,ધર્મભેદ હશે નહી .માત્ર હસે તો “સર્વ ધર્મ સમભાવના “!બાપુએ આપેલા વર્ગ વિહિન સમાજના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે જ એક થઈ ,નેક થઈ કામ કરવુ પડશે.પૂજ્ય બાપુના ટ્ર્સ્ટીશીપના સિધ્ધાંતને પણ આપણે આર્થિકક્ષેત્રે લાગુ પાડીને આપણે આપણી જરૂરિયાત પૂરતુ રાખી બાકીનુ ધન કે આર્થિક ઉપાર્જન સમાજના નબળા વર્ગમાં વહેચણી કરવી પડશે જ્યારે આ સિધ્ધાંત સમાજનો ઉન્નત વર્ગ સમજશે ત્યારે ભારત દેશમાં કોઈ સામજિક,આર્થિક ભિન્નતા જોવા મળશે નહી.

સર્વોદય સમાજ જ્યારે આપણને આપણુ કામ કરવામા પણ શરમ આવે છે ત્યારે પૂજ્યબાપુને એક એવા સમાજની અપેક્ષા હતી જે સમાજને ગાદી આપશો તો ફૂલાશે નહી અને ઝાડું આપશો તો શરમાશે નહી એ સમાજના લોકો માટે બન્ને કામની સમાન કિમ્મત હશે,ગાંધીનો વિચાર સર્વનો ઉદય તે સર્વોદય સમાજથી પ્રેરીત છે.ભારતના દરેક નાગરિકને પોતાનુ ઘર સમાજની ફેલાતી ગંદકી રોકવામા કે સાફ કરવામા શરમ આવવી જોઇએ નહી .આખરે સમાજ સ્વસ્થ હશે તો દેશ પણ સામાજિક, આર્થિક કે સ્વાસ્થ્ય ક્ષેત્રે સમ્રુધ્ધ થશે જ, અને આપણે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકીશુ.પૂજ્ય ગાધીજીએ આપેલા સત્ય,અહિંસાના સિધ્ધાંતોને દરેક વ્યક્તિએ અનુસરવા પડશે.દુનિયા આખી જ્યારે પૂજ્ય બાપુની ૧૫૦ મી જન્મ જયંતી ની ઉજવણી કરી રહી છે ત્યારે આપણે દેશવાસીઓએ દેશ ,દુનિયામાં પ્રેરણા સ્ત્રોત બનવુ જ રહ્યુ.આખરે પૂજ્ય ગાંધીબાપુ આપણા તો એમના સિધ્ધાંતો ને આપણે અનુસરવા જ રહ્યા, અને એજ બાપુને સાચી શ્રધ્ધાજલી હશે.પરમ પૂજ્ય બાપુ પર્યાવરણ બાબતે પણ એટલા જ જાગ્રૂત હતા,જે બાબતને આજે આપણે છેલ્લે મહત્વ આપીએ છીએ. સરકારશ્રી દ્વારા ચાલતી મુહિમ કે યોજનઓને આપણે સારી રીતે અપનાવીએ,સહભાગી બનીયે “એક વ્યક્તિ, એક વ્રૂક્ષ”ના સુત્રને સાકાર કરીએ .આજે અપણને જે સ્વસ્થ પર્યાવરણ મળ્યુ છે એ આવનારી પેઢીને પણ ભોગવાનો હક્ક છે માટે પર્યાવરણ પ્રત્યે જાગ્રૂત બની હરિયાળા ભારતનુ નિર્માણ કરીએ.

મેક્સ વેબર કે જેને પૂજ્ય બાપુને કોસ્મેટિકમેન કહ્યા છે,આઈસ્ટાઈન કે જેના આદર્શ બાપુ હતા,નેલ્સન મંડેલા કે જેને બાપુના સિધ્ધાંતો અને આદર્શોને આપનાવી પોતાના દેશ આફ્રીકાને આઝાદી અપાવી.વર્તમાન સમયે પણ દેશ અને દિનિયાની અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ બાપુના આદર્શોને અનુસરી રહ્યા છે અને પ્રગતી કરી રહ્યા છે ત્યારે આપણે સૌએ પણ પૂજ્ય બાપુએ સેવેલા સપનાના ભારતનુ નિર્માણ કરવુ જ રહ્યુ.

વધુ વાંચો

# Gandhigiri

તું મને મારે ને હું ધરૂ ગાલ,એજ તો છે સાચી ગાંધીગીરી.
તારા સત્ય,અહિંસાના સિધ્ધાંતો હોય મારા જીવનમાં,
એજ તો છે સાચી ગાંધીગીરી.
કોઈ સાથે લડવું નથી, બસ હારીને પણ જીતવું છે,
એજ તો છે સાચી ગાંધીગીરી.
તારી સાંદગી,તારા સિધ્ધાંતો હોય 'ગાંધી' મારા જીવનમાં,
એજ તો છે સાચી ગાંધીગીરી.
તારા અન્યાય સામેના ઉપવાસ ઉતારું મારા જીવનમાં,
એજ તો છે ગાંધીગીરી.
તારા ગયા પછી પણ તારું જીવન એજ મારા માટે સંદેશ 'બાપુ',
એજ તો છે સાચી ગાંધીગીરી.
તારો સંદેશ હું ઉતારું અને હું બનું "વિશ્વમાનવી",
એજ તો છે સાચી ગાંધીગીરી...
તું મને મારે ને હું ધરૂ ગાલ,એજ તો છે સાચી ગાંધીગીરી......


- mahen

વધુ વાંચો

કાલ સવારના ના થાય વહેલી
મસ્ત હ્ર્દયના વિરહની ઘડી લઈ આવશે કાલ
બે એક જીવોની છટા પડવાની ઘડી આવશે કાલ
માટે કાલ સવારના થાય વહેલી,
રોકાઈ જાને આજની રાત ,
માણી લેવા દે એ સ્મિતભર્યા ચહેરાને !!
કોણ જાણે એ ચહેરો ક્યારે જોવા મળે??
એ ચાંદ થંભી જાને આજની રાત !!
જેથી કાલ સવાર ના થાય વહેલી.

વધુ વાંચો

####માતૃભૂમિના રક્ષક###

જ્યારે પણ આવે છે સંકટ આ દેશ પર,
ત્યારે -ત્યારે તું જીવની પરવા કર્યા વગર રહે છે તું અડગ.          માટે જ જીવી શકીએ છીએ અમે,
દેશમાં અમન અને શાંતિથી.!!!         
રહેશું સદાય તારા ઋણી અમે,કેમ કે તુજ છે અમારો રક્ષક !!  ગર્વ છે ઓ માતૃભૂમિના રક્ષક તારા પર,
કેમ કે તેજ ક્યારેય દયા કરી નથી તારા પર!!!!                        જ્યારે-જ્યારે આવે આંચ માતૃભૂમિ પર ,
ત્યારે-ત્યારે તું ત્રાંટક્યો છે દુશ્મનો પર એક વાઘની માફક!!!      દુશ્મનો પણ હવે નજર નથી કરી શકતા દેશની સરહદ પર,      કેમ કે તું ઊભો છે રાત-દિવસ સીમા પર પ્રહરીની જેમ!!!    લોહી ઉકળી ઉઠે છે જ્યારે ,સાંભળું છું તમારી શહીદી!!!       ભારત દેશ સદાય તારો ઋણી રહેશે તારા આ બલિદાનથી ,    કેમ કે તું જ સહી શકે આ ઋતુ  અને દુશ્મનોનો પ્રહાર!!     
તું પહેરેદાર ના હોય તો કોણ જાણે શું થાય આ દેશનું ,            તું જાય છે સીમા પર ,ત્યારે જ બાંધી દે છે માથા પર કફન મોતનું!!!
ગર્વ રહેશે સદાય તારા પર ઓ ! રખવાળા ,                          કેમ કે તેં જ શિંચન કર્યું છે લોહીથી આ માતૃભૂમિનું,              નહી તો કોણ જાણે કેટલા ભાગ હોય આ માતૃભૂમિના !!!!

-- mahender

વધુ વાંચો