Hey, I am reading on Matrubharti!

એક રાજા હતો
એણે એક સર્વે કરવાનો
વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘરસંસાર માં પતિનું ચાલે છે કે પત્નીનું ❓

એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્ય માં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામ માં આપશે અને જેને ત્યાં પત્ની ની સરકાર હોય એમને સફરજન મળશે...

એક પછી એક બધા નગરજનો
સફરજન ઉઠાવવા માંડ્યાં. રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે ⁉️

એવામાં એક મોટી મુછૉ, લાલઘુમ આંખો અને પાંચ હાથ પુરો જુવાન આવ્યો
અને બોલ્યો..... રાજાજી , મારા ઘરમાં હું કહુ એમ જ થાય..
લાવો ઘોડો....😠

રાજા તો ખુશ ખુશ થઈ ગયા.. અને કહ્યું ..
જા જવાન, મનગમતો ઘોડો લઇ લે..
જવાન તો કાળો ઘોડો લઇને થયો રવાના..

ઘરે પહોંચ્યો અને થોડીવાર થઇ ત્યાં તો દરબાર માં પાછો આવ્યો....

રાજા : કેમ જવામર્દ ,
પાછો કેમ આવ્યો ⁉️

જવાન : મહારાજ,
ઘરવાળી કહે છે કે...
કાળો રંગ તો અપશુકનિયાળ કહેવાય. સફેદ રંગ શાંતિ અને પ્રગતિ નો છે તો સફેદ ઘોડો આપો...

રાજા: ઘોડો મુક 😠
અને સફરજન લઇ ને હાલતી પકડ...

એમ જ રાત પડી.
દરબાર વીખરાઇ ગયો..

અડધી રાતે મહામંત્રી એ દરવાજો ખખડાવ્યો ...

રાજા : બોલો મહામંત્રી..
શું કામ પડ્યુ ❓
મહામંત્રી: મહારાજ ,
તમે સફરજન અને ઘોડો
ઇનામ તરીકે રાખ્યા એના કરતાં એક મણ અનાજ અને સોનામહોર રાખ્યા હોત તો ખાવામાં કે ઘરના ને ઘરેણાં કરવા કામ તો આવત..

રાજા: મારે તો ઇનામ એ જ રાખવુ હતું
પણ....
મહારાણી એ સુચન કર્યુ
અને મને પણ લાગ્યું કે
આ ઇનામ જ વ્યાજબી છે એટલે...

મહામંત્રી: મહારાજ,
તમારા માટે સફરજન
સુધારી આપુ...❓

રાજા મરક મરક હસ્યા અને પુછ્યુ..
મહામંત્રી આ સવાલ તો
તમે દરબાર માં
આજે અથવા સવારે પણ
પુછી શકતા હતા..
તો અત્યારે આવવાનુ કારણ ⁉️

મહામંત્રી: એ તો મારા ગૄહલક્ષ્મી એ કીધું કે
જાવ અત્યારે જ પુછતા
આવો એટલે સાચી
ખબર પડે....

રાજા (વાત કાપી ને) : મહામંત્રી જી , સફરજન તમે હાથે લેશો કે હુ ઘરે મોકલી આપું ⁉️😁

મોરલ: સમાજ ભલે પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો સ્ત્રી પ્રધાન હતો,
છે અને રહેશે....

તા.ક. (ખાસ નોંધ)
હું આ પોસ્ટ ઘણાસમયથી મુકવાનું વિચારતો હતો પણ પત્નિએ છેક આજે મંજૂરી આપી એટલે મુકી શક્યો....!

અત્યારે બંદા બેઠા બેઠા સફરજન ખાય છે.

😀😀😂😂😂

#Forwarded

વધુ વાંચો

દરેક સ્ત્રી પુત્રીમાથી જયારે પત્ની તરીકેની જવાબદારી લે છે..તે પહેલા તેના ભાવી ઘર વીશે કંઈ કેટલાય સપનાઓ હોય છે એક આઈડલ માળો જ સમજોને જેમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે છતાં હળીમળીને રહે...

દરેકની વિચારધારા અલગ હોવા છતાં દરેક નિર્ણય પહેલા સ્વસ્થ ચર્ચા થતી હોય ને બેસ્ટ નિર્ણય લેવાતો હોય..

તે જતાની સાથેજ માળાને હજુ વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય!! શું શું  ફેરફાર કરીશ તો એ માળો વધુ સોહામણો લાગશે વગેરે વગેરે એવા કેટલાય મનના તરંગો લઈને એ માળામા પગલા માંડે છે ને મનના તરંગોને વાસ્તવિકતા બનાવવા કદમ ભરે છે..

પરંતુ વાસ્તવિકતા કોઈ કોઈ જગા પર સપનાઓ જેવી તો વધુ પડતી જગ્યા પર અલગ હોય છે કારણ ત્યાં થોડું પેઢીના વીચારો વચ્ચે થોડુ અંતર  હોય છે...


આ નવી જુની પેઢી ની વીચારધારા પર જે જગ્યાએ તાલમેલ આવી જાય તે પરિવારમાં સપનાઓ વાસ્તવિકતા નુ રૂપ ધારણ કરે છે.

વધુ વાંચો

દિવસ છે આમ તો ખાસ...
ભલે નથી તેની આસપાસ....
લે હંમેશ ખુશીઓનો તું શ્ચાસ...

જન્મદિવસ ની અઢળક શુભેચ્છાઓ 🎂💐💐💐💐

આમ તો Mb પર ઘણા મિત્રો મળ્યા ને દરેકની અલગ ખાસિયત..આ બધા મિત્રો માં એક અલગ  વ્યક્તિત્વ એટલે જળો..જળોની વાત કરવા બેસુ તો શબ્દો ઘટી પડે કયારેક નાનકડી સોડસી તો કયારેક બધાના નાની ...
જળો એટલે એવી વ્યક્તિ જાણે અરીસો જ સમજી લો..
તમે જેવા છો તેેેવા બતાવી દે,
બહારથી કઠોર અંદરથી નરમ,
એવુું જળ જેે પાત્ર મુજબ આકાર લેે, 
એવી ચાંદની જે દૂરથી પણ શીતળતા આપે,
એવી હેલી જે દૂકાળે પણ વરસે,  
એવી નદી જે પથ્થરો ચીરી રસ્તો કરે ..

જીવનના દરેક પગલે એક મિત્ર તરીકે હંમેશા મિત્રોને
સાથ આપ્યો એ પછી લખવાની બાબત હોય કે અન્ય એ એમનો કીરદાર બખૂબી નીભાવી જાણે. ખરેખર એમની મિત્રતા એક અલગજ એનર્જી આપે

મિત્ર તરીકે તુંં મળીને હૈયુ હીલોળા ખાય..
નિસ્વાર્થ તારો પ્રેમ પામી દુઃખ પણ ગોથા ખાય..

પોઝિટિવ એનર્જી તો જાણે એમનામા ઓવરફલો થઈ વહે,  નાનામાં નાની ક્ષણમાં કેમ ખુશીઓ શોધવી અને આવેલ આફતને કેમ હસીને ટાળી દેવી એ એમની પાસેથી બહું સારી રીતે સમજયો.


આવી ઘડી આજ ખાસ પણ રોકી ના રોકાય..
આવેલ ઘડી કેેેમ માણવી તારી પાસેજ શીખાય..


🎂Again Many many Happy Returns of the Day Shefali 🎂

🎉🎉🎉🎉🎊🎊🎊🎊🎊🍫🍫🍫


દિવસ ભલે રહ્યો આજ ખાસ..
આપતો રહીશ હંમેશ થોડો ત્રાસ..😀😀😀😀 

વધુ વાંચો