માણસોના શોખ ખાતર
કેટલાંય પક્ષી ગુમાવે છે પોતાનો જીવ
આકાશમાં ઉડતી પતંગ
લગાવે છે પક્ષીઓનાં જીવન પર કલંક
એક પતંગ કાપી પોતાને હોશિયાર ગણતો માણસ
પક્ષીઓને નુકસાન પહોંચાડી અફસોસ પણ નથી કરતો
તહેવારો તો મનાવે છે પણ
તહેવાર મનાવવાની સાચી રીત નથી સમજી શકતો...

વધુ વાંચો

તારી યાદોનું સફર આમ જ ચાલુ રાખું છું,
તું મળશે કોઈ રાહ પર એવી જ આશા રાખું છું...

તારા શબ્દો ની રમત માં,
હું એવી ખોવાઈ ગઈ કે,

તારા શબ્દો ક્યારે મારી દુનિયા બની ગયા,
એ જ હું ભૂલી ગઈ...

તારાં વિનાની આ જિંદગી રંગો વિનાનાં ચિત્ર જેવી છે,

તું આવી ને એમાં તારા પ્રેમ ના રંગો ભરે તો કાંઈ વાત બને..

વધુ વાંચો

ડૂબતાં સુરજને જોઈ આશાઓ તૂટે છે ને,
ઉગતા સુરજની સાથે અનેક આશાઓ જાગે છે.

આ તો થઈ એક દિવસ અને રાત ની વાત,
આજે તો થઈ છે નવા વર્ષની શરૂઆત,

ચાલ ભૂલીને જૂના વર્ષની બધી જૂની ભૂલો,
ને કરીએ આપણા નવા જીવનનો નવો પ્રારંભ.

વધુ વાંચો

કેટલીક હકીકતો ને સપના બનતા જોઈ છે
ને કેટલાક સપનાઓને હકીકત બનતા જોયા છે,

તારો પ્રેમ મળવો એ પણ એક સપનું હતું,
જે આજે હકીકત બની ગયુ છે...

વધુ વાંચો

માણસ પણ ગજબનો છે,

જે મળ્યું છે એમાં ખુશ નથી
ને જે મળવાનું નથી તેની પાછળ દોટ મૂકી છે,

કિસ્મતના ખેલ આગળ તેનું નથી ચાલવાનું કાંઈ,
છતાં પણ નિષ્ફળ પ્રયત્ન કર્યે જાય છે...

વધુ વાંચો

શબ્દો થી દુનિયા જીતી શકાય ને
શબ્દો થી જ બધું હારી જવાય,

આ તો શબ્દો નો ખેલ છે,
જે સમજે એ આગળ નીકળી જાય ને
ના સમજે એ અધવચ્ચે જ અટકી જાય....

વધુ વાંચો

જીવન છે
તો મુશ્કેલી તો‌ આવવાની,
તેની સામે લડ્યા સિવાય કોઈ રસ્તો નથી.

પણ,જ્યારે આપણા જ આપણી લાગણીઓ ના સમજે,
ત્યારે લડવું સહેલું નથી, મુસીબતો અનેક હોય છે ને
રસ્તો એક પણ નથી હોતો...

વધુ વાંચો

દરિયા કિનારે તારી સાથે હાથમાં હાથ પરોવીને,
કરેલી પ્રેમભરી એ વાતો યાદ છે મને
તારી બાહોમાં મળેલી,
એ હૂંફ યાદ છે મને,
તારા ખોળામાં માથું ઢાળીને,
વિતાવેલી એ ક્ષણો યાદ છે મને,
છૂટા પડતી વેળાએ તારી અને મારી આંખમાં આવેલા,
એ આંસુ યાદ છે મને,

પણ,તું મને કેમ ભૂલી ગયો,
એ જ યાદ નથી મને...

વધુ વાંચો