Setu

Setu માતૃભારતી ચકાસાયેલ

@shweta_patel

(2.2k)

159

157.1k

342.4k

તમારા વિષે

હું એટલે લખણપટ્ટીથી મન સુધી પહોંચવાનો સેતુ!

મારી ઉદાસીમાં તારા હાથમાં મારો હાથ....
એ જ આપણો વેલેન્ટાઇન ડે!
મારી ખુશીઓમાં તારો અહેસાસ....
એ જ આપણો વેલેન્ટાઇન ડે!
મારી તકલીફમાં તારી રાહત...
એ જ આપણો વેલેન્ટાઇન ડે!
તારો સંગાથ એટલે....
મારે તો રોજ જ વેલેન્ટાઇન ડે!
- સેતુ

વધુ વાંચો

સાવ ખારા નમકને પણ મીઠું કહે એવી મધુરી મારી માતૃભાષા!

૨૪ ઓગસ્ટ એટલે કવિ નર્મદના જન્મ દિવસે ઉજવાતા
વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આપ સૌને શુભેચ્છા!

- સેતુ

વધુ વાંચો

ગઈકાલે વ્યક્તિ શું હતો એ મહત્વનું નથી પરંતુ એનો વર્તમાન એનું ભવિષ્ય નક્કી કરે છે!

- સેતુ

ભટકેલાને રાહ દેખાડે એ સમય,

ઠોકર વાગી હોય ને ઊભા થતાં શીખવે એ સમય,

સાચા ખોટાંનો અહેસાસ કરાવે એ સમય,

સમય એ દરેક માટે સૌથી મોટો ગુરુ છે!

સમય રૂપી ગુરુને ગુરુપૂર્ણિમાનાં કોટી કોટી વંદન!!!

- સેતુ

વધુ વાંચો

એક હૂંફ જે વગર ધાર્યે મળે એ વડલો એટલે પિતા....
નિરાશાઓના ટોપલામાં એક આશાનું કિરણ લઈને આવતો પ્રેમ એટલે પિતા.....
બધું જ બરબાદ થઈ ગયું હોય એમ લાગે અને એમાંથી બહાર નીકળવાનો માર્ગ એટલે પિતા....
સ્મિત સાથે બધા દુઃખો ભૂલીને બાળકોને ખબે લેનાર કોઈ વ્યકિત એટલે પિતા....

હેપ્પી ફાધર્સ ડે!!!

- સેતુ

વધુ વાંચો

મારા માટે સુરત એટલે,
વીર નર્મદના સંસ્કાર,
તાપીના ભેજની ટાઢક,
ડુમસના મોજાની મહેક,
ઘારીની ગમતી મીઠાશ,
ખમણ લોચાની ખટાશ,
ત્યાંની બોલીની ભીનાશ
ને મારું પ્રિય પિયર!!!

😎😎😎

- સેતુ

વધુ વાંચો

સબંધો આજેય એટલા જ વિશાળ છે,માત્ર 'હું' જ નડી જાય છે સૌને!

- સેતુ

નવદુર્ગાની ઉજવણી માટે આજે ઘણાં ફોન રણક્યા કે મારી દીકરીને જમવા મોકલું, બસો મકાનની વસ્તીમાં આજે છોકરીઓ નથી મળતી , એવું જ સમાજમાં પણ સર્જાઈ રહ્યું છે યુવકોના લગ્ન માટે! એવો તે કેવો પુત્ર મોહ??? મને ખૂબ ગર્વ છે કે મારા ઘરે દીકરી છે!

- સેતુ

વધુ વાંચો

ખભા પર રાખેલો ખભો જાણે સ્વર્ગ છે,
શબ્દો નથી તોય વાતો સદાબહાર છે,
મૌન વચ્ચે પલકાતી આંખોનું સ્મિત છે,
કશું કહ્યા વગર થયેલો આ નિશબ્દ પ્રેમ છે!

- સેતુ

વધુ વાંચો

દરેક વ્યક્તિને બોરિંગ લાગતી જિંદગીને ચાર્જ કરવી પડે છે, કોઈ પુસ્તક વાંચે તો કોઈ વિકએન્ડમાં ફરી આવે તો કોઈ સાઉથની કોઈ ફિલ્મ જોઈ લે...બોલો તમારો ચાર્જિંગ પોઇન્ટ શું છે?

- સેતુ

વધુ વાંચો