સત્ય પીરસવું બધાને ગમે પણ એનો સ્વાદ બહુ ઓછા લોકોને ગમે...

પ્રાર્થના....🌸

પથ જીવનનો કટતો રહે છે
સાથ તમારો મળતો રહે છે...!!

અટકું જો ક્યાંય હું જો આ જગમાં
તો ઈશારો તમારો મળતો રહે છે...!!

જોવું જો ઉંચા સ્વપ્ન હું જીવનમાં
તમારો સહારો મળતો રહે છે...!!

ઈચ્છાઓ વધતી રહે છે જીવનમાં
શાંતિભર્યો રાહ તમારો મળતો રહે છે...!!

ઠોકર ખાઈ જો પડી હું જાઉં તો
ઉભા થવા હાથ તમારો મળતો રહે છે...!!

જે આપ્યું છે પરમગુરુ તમે મને
શબ્દોથી ",શીલા "ક્યા વર્ણવી શકે છે.....🌸🙏

શીલા.....🌸

વધુ વાંચો

સમયસર કદર કરી લો
ગુમાવ્યા પછી પાછા
નથી આવતા
સમય પણ અને માણસ પણ....🌸

Jindgi....

છે તો તું મારી પણ
મારે નામ નથી
બસ એનું નામ છે જીંદગી....

જોવું તને નજીક થી
પણ નથી પકડાતી
બસ એનું નામ છે જીંદગી...

ઘણું સાથે જીવવા વીચારુ
પણ પડમાં તું ચાલી જતી
બસ એનું નામ છે જીંદગી...

મારી કહેવાય પણ
મારુ નથી માનતી
બસ એનું નામ છે જીંદગી...

હોય કામ ઘણા બાકી મારે
છતાં નથી રોકાતી
બસ એનું નામ છે જીંદગી.....

શીલા.....

વધુ વાંચો

શુભ રાત્રી....🌸

🌸 આપે છે પ્રભુ તું બધાને લાયકાત પ્રમાણે
હોય અહીંયા બધાને અપેક્ષા વધારે...!!
કરે ફરિયાદ આવી તારે દ્વારે
અપેક્ષા પુરી કરવા ના જીવે નિરાંતે....!!🌸

વધુ વાંચો

मैंने तो आपको दिलमे रखा और
आपने मुजे दिमागमें
🌸🌸🌸

ચાલને એક પ્રેમની રમત રમીએ
તું જીતે તો જીત તારી
ને હું હારુ તો પણ જીત તારી
🌹🌹🌸

happy Father's day...
શુભ સવાર.....🌸

શબ્દોથી ના વર્ણન કરી શકું એ
મારા જન્મદાતા નું....

વ્હાલનો દરિયો ઉભરાય એના હૃદયમાં
બહારથી ઉભા ચટ્ટાન જેવા બની....

દિકરીતો એમની કાળજાનો કટકો
આંખનું રતન કરે પરાયું પથ્થર દિલ ઉપર મૂકી...

એના જેવો દાનવીર કોઈ નહિ
પુરા ઘરની બની નિવને ચલાવે ગ્રીહસ્થી....

મારા એ ભગવાન મારા પાપા
જેમના આશીર્વાદ મળે રાત ને દિન......🙏🙏

શીલા....🌸

વધુ વાંચો

મારુ પ્રિય સંગીત....🌸

હું સંગીત પ્રિય છું મને બહુજ ગમે સંગીત .....

મારુ પ્રિય સંગીત મારા ગામડાની એ સવારમાં કુદરત દ્વારા
સર્જીત પંખીઓના અવનવા અવાજ ને ટહુકા કરતો મોરલીઓ...ને સવારમાં ગાયભેસ નું દૂધ દોતા આવતો એ મધુરો અવાજ છે....
વેકેશનમાં ગામડે જઈએ એટલે શેરીમાં ખાટલા લાઇન
બન્ધ પથરાઈ જાય....સોનેરી સવારમાં સુરજદાદાની ધીમીધીમી સવારી ને એ પંખીઓનો મધુર અવાજ એના જેવું
બીજું સુંદર દ્રશ્ય શુ હોય?

અમે બધા ભાઈબેન પાછા કયા સંગીતકારે કયો સુર છેડયો છે એની ચર્ચા કરીએ...મોર બોલે કે ઢેલ નો અવાજ છે એ બધી ચર્ચા થાય...નજીકમાં મંદિરમાં મંગળા આરતી થતી હોય વાહ શુ કુદરતી નજારો...એનું મધુર સંગીત સાંભળીને દિલ પ્રફુલ્લિત થઈ જાય....

કર્ણ સાંભળે સુમધુરું સંગીત એ
મારા ગામડાની સવારનું..!!

તરસી જાય દલડું ઘણીવાર
સાંભળવા સંગીત એ મારા ગામડાનું...!!

ભરીને લાવી દિલમાં બનાવી ફોલ્ડર એને
પડું એકલી એટલે હું સાંભળું છાનું છાનું...!!

સંગીતકાર એના જેવું નથી કોઈ બીજું
ભેટ આપી ગામડાને એણે એ સંગીત મધુરું....!!

શીલા....🌸

વધુ વાંચો