મુક્તક...

આ વેદના ના વાદળો ફંટાય તો સારું
આ રાતનો અંધાર સંકોચાય તો સારું
આ વિશ્વમાં વસનાર સૌ સારા નથી હોતા
આ વાત મુજ નાદાન ને સમજાય તો સારું

- ફારૂક શેખ પેરા વાળા ‘સૂફી’

વધુ વાંચો

ગઝલ...

દર્દ દિલનું આજ મારાથી મિટાવાયું નહીં
આંખ રોવા ચાહતી 'તી તો ય રોવાયું નહીં

ચાલતા રસ્તે અમારા પગ ઘસાઈ તો ગયા
પાટિયું મંઝીલનું દેખાયું તોંય પ્હોચાયું નહીં

તેં ભલે ખોટું કર્યું મારા હૃદયમાં કૈ નથી
જો થયું ખોટું તમારું તોંય જોવાયું નહીં

ના હતી કોઈ કમી મુજ જિંદગીમાં તે છતાં
પ્રેમથી આ જિંદગીને કેમ જીવાયું નહીં

શું  કહું  પૈસેટકે  કોઈ  કમી  તો  ના  હતી
તે છતાંયે જિંદગીમાં સુખ ખરીદાયું નહીં

વિશ્વભરના છે ઉકેલ્યા સૌ સવાલો મેં અહીં
તે છતાંયે જિંદગીનું મૂળ સમજાયું નહીં

વિશ્વના બાગો મહીં ફૂલો બધા સૂકા થયા
પ્રેમ રૂપી ફૂલ ‘સૂફી’ કેમ કરમાયું નહીં ?

- ફારૂક શેખ પેરા વાળા ‘સૂફી’

વધુ વાંચો

કબર ખોદશે ત્યારે બરાબર સાફ તે હશે
તને તારા જ જીસ્મમાં રહેલા કીટકો ખાશે

- ફારૂક શેખ પેરા વાળા 'સૂફી'

ક્યાં જવાશે એ કહો...

જિંદગીની દોડ-દોડી, ક્યાં જવાશે એ કહો
મોતનો સંગાથ છોડી, ક્યાં જવાશે એ કહો

જ્યાં જવાનું છે તમારે આખરે પ્હોંચી જશો
આપનો દરબાર છોડી, ક્યાં જવાશે એ કહો

ચાલતા રસ્તે વિઘન નડ્યા ઘણાંયે તે છતાં
હું જઉં છું હાથ જોડી, ક્યાં જવાશે એ કહો

દેખતા રહ્યા બધા મારા ગમો ને સૌ દુઃખો
આ દુઃખોને આમ છોડી, ક્યાં જવાશે એ કહો

શું તમે ‘સૂફી’ બનો છો આજના આ દૌરમાં
સત્યની આ વાત છોડી, ક્યાં જવાશે એ કહો

- ફારૂક શેખ પેરા વાળા ‘સૂફી’

વધુ વાંચો

કોણ છે ‛સૂફી’ તમારું જેને દિલનો હાલ કહે
ઝખ્મ દિલના કોને બતાવું આપના હોવા છતાં

- ફારૂક શેખ પેરા વાળા ‛સૂફી’

વધુ વાંચો

ઉઠી ચારો તરફથી જે ઘડી જુલમોની આંઘી
શાંતિ નો સંદેશો લઇને આવી ગયા ગાંધી

બન્યા ભારત ભુમિ માટે તેઓ સાચા રાહગીર
એમના જ વ્યક્તિત્વ થી મેળવી આપણે મંઝિલ

થઈ ગઈ પ્રકાશિત અજવાળાંથી હિન્દોસ્તાન ની વાદી
સળગાવી એમણે એવી દિલ મા જ્યોત આઝાદીની

તેમણે અંગ્રેજોના જુલ્મો થી આપણને છોડાવ્યા હતા
સાદાઇ અને શરાફત ના જેમણે રસ્તા બતાવ્યા હતા

દેખાડી રાહ આપણને જે ગૌતમે બતાવી હતી
કહી તે વાત તે ફરી થી જે ઈસા એ બતાવી હતી

તે શાંતિ ના સમંદર હતા મોહબ્બત ના મસિહા હતા
અહિંસાના તે દાઇ હતા તે એકતાના ફરિશ્તા હતા

બોધપાઠ ફરીથી ભણાવ્યો હતો દુનિયા ને ભલાઈ નો
જમાનો આજે પણ ૠણી છે એ સચ્ચાઈ ના મસિહા નો

આપણા હ્રદય ઝગમગાવી દીધા મોહબ્બત ના નુરથી
થયા બેદાર લોકો જેમના માનવતાના પાઠો થી

વતનના આસમાન પર ઝગમગતા એવા સિતારા છે
અમને એ ગર્વ છે દુનિયામાં ગાંધીજી અમારા છે.

✍✍✍

- ફારૂક શેખ પેરા વાળા

#Gandhijayanti
#Gandhi
#rememberinggandhi

વધુ વાંચો